Only Gujarat

Gujarat

AAP નેતા રેશ્મા પટેલ અને ચિંતન સોજીત્રા લગ્નના બંધનમાં બંધાયા, જુઓ એકદમ સાદા લગ્નની તસવીરો

ગુજરાત આમ આદમી પાર્ટીમાં મહિલા વિંગમાં મહત્વની જવાબદારી સંભાળતા અને પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોટો ચહેરો બનેલા રેશ્મા પટેલે ગોંડલના ચિંતન સોજીત્રા સાથે લગ્ન કરી લીધા છે. રેશ્માએ ચિંતન સાથે જુનાગઢની હેડક્વાર્ટર સબ રજિસ્ટ્રાર કચેરીમાં લગ્નની નોંધણી કરાવી છે. રેશ્માએ સોશિયલ મીડિયામાં પોતાના સમર્થકોને આ ખુશીના સમાચાર આપ્યા છે. જેમાં તેમણે પતિ પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે. રેશ્મા પટેલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, ‘સુર્યોદયે તો સૌ કોઈ સાથ આપે સાચું સુખ તો ત્યારે આવે ત્યારે આથમતી સાંજે હું થાકુંને તું હાથ આપે.. આમ આદમી પાર્ટીના નેતા અને પાર્ટીમાં આપ ગુજરાત વુમન વિંગ્સના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતા રેશ્મા પટેલને તેમના સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રેશ્મા પટેલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ લગ્નના બંધનથી જોડાયા છે. તેમણે ગોંડલના ચિંતન સોજીત્રા નામના યુવક સાથે લગ્ન કર્યા છે. જે અંગેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જુનાગઢની હેડક્વાર્ટર સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગોંડલના ચિંતન સોજીત્રા સાથે રેશ્મા પટેલે લગ્નની નોંધણી કરાવી છે. રેશમા પટેલે સોશિયલ મીડિયામાં આ અંગેની પોસ્ટ કરતાં આનંદ વ્યક્ત કર્યો હતો. ચિંતન સોજીત્રાની ઓળખ આપતા રેશમા પટેલે જણાવ્યુ હતું કે, તે ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. જૂનાગઢ અને ગોંડલ બિઝનેસ ધરાવે છે અને તેનું મૂળ વતન ગોંડલ છે.

રેશ્મા પટેલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં લખ્યું છે કે…
” સુર્યોદયે તો સૌ કોઈ સાથ આપે સાચું સુખ તો ત્યારે આવે ત્યારે આથમતી સાંજે હું થાકુંને તું હાથ આપે.. #જીવનસાથી, Feeling lots of love Got marriage with Chintan Sojitra.

કોણ છે રેશ્મા પટેલ?
AAP નેતા રેશ્મા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામના વતની છે. આ ગામ માણાવદર વિધાનસભામાં આવે છે. જોકે, તેમનો જન્મ મોસાળમાં ઉપલેટા પાસે આવેલ વાળાસારા ગામમાં થયો હતો. તેઓ સામાન્ય કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે. જોકે, તેમણે જીવનસંઘર્ષમાં ટકી રહેવા જૂનાગઢ અને અમદાવાદમાં નાની-મોટી નોકરીઓ પણ કરી હતી. આ ઉપરાંત એક તબક્કે મોડલિંગ પણ કર્યું હતું. જોકે, 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ તેઓ પાટીદાર નેતા(Patidar) તરીકે ઉભરી આવ્યા હતા અને બાદમાં 2017માં ભાજપમાં જોડાઈ રાજકારણની શરૂઆત કરી છે.

રેશ્મા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામના વતની છે. જોકે, તેમનો જન્મ મોસાળમાં ઉપલેટા પાસે આવાલે વાળાસારા ગામમાં થયો હતો. તેઓ સામાન્ય કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે. તેઓ 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ પાટીદાર નેતા તરીકે ઉભરી આવ્યા હતા. રેશના પટેલે એક તબક્કે મોડલિંગ પણ કર્યું હતું. આ પછી 2017માં ભાજપમાં જોડાઈ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. પરંતુ આ પછી તેઓ NCPમાં જોડાઈ ગયા હતા.

રેશ્મા પટેલ(Reshma Patel) નું નામ પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યું હતું. ધારદાર ભાષણથી હાર્દિક પટેલ સાથે સ્ટેજ પર જોવા મળેલા રેશ્મા પટેલ તેની સાથે પાટીદાર આંદોલનમાં સાથે રહ્યા હતા. પરંતુ હાર્દિક સાથે વાંધો પડતા 2017માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપ સામે પણ વાંધો પડતા તેમણે ભાજપનો છેડો ફાડ્યો હતો.ત્યારબાદ અપક્ષમાંથી વર્ષ 2019 લોકસભા માટે તેમણે પોરબંદર બેઠક પરથી ફોર્મ ભર્યું હતું. જોકે, ત્યારે પછી NCPમાં જોડાતા માણાવદરની વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ઝંપલાવ્યુ હતું.

સમાજ સેવા બાદ રાજકીય નેતા બનેલા રેશ્મા પટેલે રાજકીય કારકિર્દીની શરુઆત ભાજપમાં જોડાઈને કરી હતી, પરંતુ આ પછી તેઓ NCPમાં જોડાઈ ગયા હતા. ભાજપ નેતા હાર્દિક પટેલના સાથી રહેલા રેશ્મા પટેલે પછી NCP સાથેનો છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હાલ તેઓ અહીં મહિલા વિંગની જવાબદારી સંભાળી રહ્યા છે.

You cannot copy content of this page