Only Gujarat

Gujarat

યુવકે પાડોશી યુવતીના બાથરૂમમાં લગાવ્યો હિડન કેમેરો, ન્હાતી હોય તેવા વીડિયો કર્યાં શૂટ

રાજકોટના 33 વર્ષીય યુવકે પાડોશમાં રહેતી યુવતિના બાથરૂમમાં હિડન કેમેરા ગોઠવીને તેની ન્હાતો વીડિયો બનાવતા ખળભળાટ મચી ગયો હતો. પરિવારમાં યુવતી, તેના ભાભી અને માતા સહિત ભાઈ રહેતો હતો. તેવામાં ભાભી અને યુવતી પર આ શખસની નજર પહેલાથી જ ખરાબ હોવાનું સોસાયટીમાં રહેતા લોકોએ જણાવ્યું હતું. તે અવાર નવાર કોઈક બહાને તેમના ઘરમાં જોતો જ રહેતો હતો. તેવામાં હવે કેમેરા લગાવ્યા બાદ પાડોશમાં રહેતા ભાભી અને યુવતીએ સ્ટિંગ ઓપરેશન કરી ભાંડો ફોડ્યો હતો.

બ્યૂટી પાર્લર ચલાવે છે યુવતી

33 વર્ષીય યુવકે બ્યુટીપાર્લરનું કામ કરતી પાડોશી યુવતીની પ્રાઈવેટ મોમેન્ટ જોવા માટે તેણે તમામ હદો વટાવી નાખી હતી. સૌથી પહેલાં પોતાના ઘરે રિનોવેશનનું કામ કરાવવાનું કહી પાડોશમાં રહેતા યુવતીના ઘર પાસે પણ તેને કશોક સામાન મુકાવ્યો હતો. હવે તેણે આ સમયે બપોરે બધાની જાણ બહાર યુવતીના બાથરૂમમાં હિડન કેમેરો ફિટ કર્યો હતો. તેણે પાવર બેન્ક, નાનો મોબાઈલ અને ફુલ ચાર્જડ કેમેરો ત્યાં લગાવી દીધો હતો.

2 દિવસ સુધી વીડિયો કેપ્ચર થતા રહ્યા

આ શખસ રોજ મોડી રાત્રે આવતો અને પછી મોબાઈલમાંથી વીડિયો ક્લિપ પોતાની પાસે લઈ લેતો હતો. જોતજોતામાં તેને બાથરૂમમાં તેની પાડોશમાં રહેતી યુવતી, એના ભાભીના અંગત વીડિયોઝ કેપ્ચર કરી લીધા હતા. આવું 2 દિવસ સુધી ચાલતું રહ્યું હતું. એક દિવસ આ મહિલાએ આખુ ઘર સાફ સફાઈ કરવા માટે કાઢ્યું હતું. જેમાં બાથરૂમની સફાઈ કરવા માટે મહિલા ત્યાં પહોંચી હતી.

મહિલાએ હિડન કેમેરો જોઈ લીધો

બાથરૂમમાં જ્યારે વેન્ટિલેટર પાસે યુવતીએ સાફ સફાઈ શરૂ કરી ત્યારે તેને રિનોવેશન કરાયું હોય એમ લાગ્યું. તેના વેન્ટિલેટર પાસે જે બારી હતી તેની પાછળ હજુ એક નાનો ગ્લાસ જોવા મળી રહ્યો હતો. એટલે કે રોજિંદા સ્નાન કરવા જાય ત્યારે નજરે ન પડે એવી સ્થિતિ હતી. તેવામાં હવે અચાનક વધુ એક સ્મોલ કમ્પાર્ટમેન્ટ એ કાચની પાછળ હતું. જોકે પાડોશમાં રહેતા શખસને જાણ થઈ કે આ યુવતી બાથરૂમ સાફ કરી રહી છે કે તરત જ તે બહારની બાજુ આવી ગયો હતો.

જોતજોતામાં મહિલાએ એક કાચ તોડ્યો તો હિડન કેમેરો સ્પોટ થઈ ગયો. તેણે તાત્કાલિક ધોરણે તેના ભાઈ, ભાભી અને માતાને બાથરૂમમાં બોલાવવા માટે બૂમો પાડી હતી. આ બધા અહીં ભેગા થયા અને કાચ તોડીને કેમેરો લે એની પહેલા જ આ શખસે બહારથી જ એ કેમેરાનું આખુ સેટઅપ ઉઠાવી લીધું હતું. એટલું જ નહીં તેને પાડોશીઓ પણ બારીના એ કમ્પાર્ટમેન્ટમાંથી જોઈ ગયા હતા. જોકે આ શખસ પોતાના ઘરે કેમેરો અને મોબાઈલ લઈને ફરાર થઈ ગયો હતો.

યુવતીએ પાડોશીના ઘરે પહોંચી બબાલ કરી

જોકે પરિવારને યુવતીએ જણાવ્યું કે આ તો હિડન કેમેરો હતો. એનો અર્થ એ થયો કે બાથરૂમમાં છેલ્લા ઘણા દિવસોથી આ શખસ કેમેરો ફિટ કરીને નજર રાખી રહ્યો હતો. અમે હું અને ભાભી આ બાથરૂમમાં જ સ્નાન કરીએ છીએ અને કપડા બદલવા પણ આવીએ છીએ. જેથી ગુસ્સે થયેલા પરિવારજનો પાડોશીના ઘરે પહોંચ્યા અને પોલીસ ફરિયાદની ધમકી આપતા શખસે તમામ હકિકત જણાવી દીધી હતી. તેણે કહ્યું કે છેલ્લા 2 દિવસથી હું અંગત ક્ષણોનો વીડિયો ઉતારી રહ્યો છું. મારા ફોનમાં યુવતી અને ભાભીના અંગત વીડિયો છે જે હું ટ્રાન્સફર કરતો રહું છું.

ત્યારપછી પરિવારે પોલીસ સ્ટેશને પાડોશી શખસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી. આ દરમિયાન શખસે કબૂલાત કરી કે તેની પાસે બંને યુવતીઓના અંગત વીડિયો છે.

You cannot copy content of this page