Only Gujarat

Gujarat

મહિલા નેતાના 10 વર્ષના નાના યુવક સાથે ‘લફરું’વાળા કેસમાં થયો મોટો ખુલાસો

ભરૂચ ભાજપમાં એક 45 વર્ષીય મહિલા નેતા અને તેનાથી 10 વર્ષ નાના યુવક સાથે અફેર હોવાની વાત ખૂબ ચર્ચાઇ રહી છે. વડોદરા ભાજપના કાર્યકર યુવકને ભરૂચ ભાજપ મહિલા પ્રમુખ સાથે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો કરતી ફરિયાદરૂપી અરજી આવતા જ સમગ્ર ભાંડો ભૂટ્યો હતો. ભાજપના મહિલા નેતાના ફોટો એના જ પ્રેમી યુવકે વાયરલ કર્યા હોવાનો ખુલાસો થયો હતો.

ત્રણ માસ અગાઉ ભરૂચ જિલ્લામં ભાજપના મહિલા અગ્રણીના વડોદરાના યુવક સાથેના પ્રેમ પ્રકરણના કિસ્સા અનેક મોબાઈલમાં ફરતા થયા હતા. મહિલા નેતા અને નાની ઉંમરના પ્રેમીના ફોટો વાયરલ થતા હોબાળો મચી ગયો હતો. ત્યારે મહિલા નેતાએ સાયબર ક્રાઈમમાં અરજી કરી હતી. જેમાં ખૂલ્યું કે, મહિલા અગ્રણીના પ્રેમીએ જ મહિલા નેતાના ડ્રાઈવરના નામે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવ્યુ હતું. જેમાં તેણે કઢંગી હાલતમાં તેના અને મહિલા નેતાના ફોટો મૂકીને વાયરલ કર્યા હતા. તપાસમાં પ્રેમીનો ભાંડો ફૂટી ગયો છે. સાયબર ક્રાઈમ પોલીસે વડોદરાથી પ્રેમી આરોપી ચિંતન પ્રભુદાસ પટેલની ધરપકડ કરી છે. જે ભાજપનો કાર્યકર પણ છે. આ ઉપરાંત તે ગુજરાત પ્રદેશ યુવક ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટીનું વિઝીટીંગ કાર્ડ પણ રાખે છે.

મહિલા નેતાની ફરિયાદ બાદ સાયબર ક્રાઈમની ટીમે ચિંતનની પૂછપરછ કરી હતી. જેમાં પહેલા તેણે ફોટો વાયરલ નથી કર્યા તેવુ રટણ કર્યું હતું. પરંતું બાદમાં સાયબર ક્રાઈમની ટીમે ઝીણવટથી તપાસ કરી હતી. જેમાં ચિંતને જ આ કાંડ કર્યો હોવાનું ખૂલ્યુ હતું. ચિંતનનો મોબાઈલ એફએસએલમાં મોકલ્યો હતો. જેમાં તેણે મહિલા નેતાના ડ્રાઈવરના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાનો ખુલાસો થયો હતો. હાલ ચિંતન પટેલની ફોટો એડિટ કરીને તેને ખોટી રીતે વાયરલ કરવા અંગે ધરપકડ કરવામાં આવી છે.

સંબંધોમાં આવી ખટાશ

યુવક દ્વારા કરાયેલી અરજીમા તેણે જણાવ્યું કે, મહિલા નેતા સાથે છેલ્લા ત્રણ વર્ષથી તેના સંબંધ હતા, અને તેઓ ઘણીવાર સાથે મળ્યા પણ છે, ફર્યા પણ છે અને એ તમામ કાર્ય કર્યા છે, જે સમાજને સ્વીકાર્ય ન હોય. મહિલા મોરચાના પ્રમુખની કામવાળી, ડ્રાઇવર અને તેની દીકરી પણ તેને સારી રીતે ઓળખે છે. તેમજ જ્યારે તેના પતિ બહાર ગયા હોઈ ત્યારે તેને ઘરે પણ બોલાવતા હતા. યુવક સાથે ટેલીફોનિક વાત દરમ્યાન નાણાંકીય લેવડદેવડ અંગે પૂછ્યું ત્યારે તેણે જણાવેલ કે બંને જ્યારે જરૂર પડે ત્યારે એકબીજાને નાણાકીય મદદ પણ કરતા હતા.

પરંતુ ડખો ત્યારે ઊભો થયો જ્યારે કોઈ ચેટિંગના મેસેજને લઈને શંકા કુશંકાઓ સર્જાઈ અને પછી છેલ્લા છ મહિનાથી બંને વચ્ચે ઝગડા થવાના શરૂ થયા. સાથે જ મહિલા પ્રમુખની મિત્રના નામ પર યુવક જ્યારે ડાઉન પેમેન્ટ ભરી અને કાર લાવ્યો અને ત્યારબાદ 6 હપ્તા ભર્યા. બાકીના હપ્તા ભરી ન શકતા મહિલા પ્રમુખની મિત્ર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી અને એ ફરિયાદના આધારે યુવકની ધરપકડ પણ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા જેથી આખો મામલો સપાટી પર આવ્યો અને યુવકે આખરે કંટાળીને ફોટા whatsapp ગ્રુપમાં વાયરલ કર્યા હતા. તો પોતાની કઢંગી તસવીરો વાયરલ થતા જ મહિલા નેતાએ ફરિયાદ કરી હતી અને તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતુ. ભરૂચની મહિલા નેતાની લવસ્ટોરી વાયરલ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો હતો.

You cannot copy content of this page