એક સુરતીએ સૌરાષ્ટ્રમાં પોતાના વતનને બનાવ્યું ‘ગોલ્ડન’ વિલેજ! જુઓ તસવીરો

અમરેલી: લોકો પોતાના સપનાનું ઘર બનાવે છે પરંતુ સુરતના એક વ્યક્તિએ સપનાનું આખું ગામ વસાવ્યું છે અને તે પણ માત્ર 6 મહિનામાં. આ એવું ગામ છે જ્યાં રહેવાનું કોઈને પણ ગમી જાય. આ કામ કર્યું છે સુરત પટેલ સેવા સમાજના આગેવા અને ‌વિશ્વ ગુજરાતી સંસ્થા સાથે જોડાયેલા સવજીભાઈ વેકરિયાએ. તેઓ મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલા રફાળા ગામના વતની છે.

વેકરિયાએ 20 વર્ષ પહેલાં સેવેલું સપનું સાકાર કરવા રફાળાને ગોલ્ડન વિલેજ બનાવ્યું, તે પણ સરકારની આર્થિક મદદ વિના વિકસાવ્યું. આ એવું ગામ છે જ્યાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ તો ખૂણે-ખૂણે દેખાય જ છે સાથે તમામ આધુનિક સુવિધાઓ પણ વિકસવવામાં આવી. ગામની વિશેષતા એ છે કે, ચારેબાજુ ચાર દરવાજા ફરતી કોટ મુખ્ય દરવાજાનું નામ અમર જવાન જ્યોતિ જે દિલ્હીના ગેટવે ઓફ ઈન્ડિયાની પ્રતિકૃતિ છે જે હિન્દુસ્તાનની સૈનાના પરમવીર ચક્ર વિજેતાઓને સમર્પિત છે.

બીજો લાડલી ગેટ ગામમાં જન્મેલી તમામ દીકરીઓને સમર્પિત છે. ત્રીજો ગાંધીગેટ છે. ચોથો સરદાર ગેટ. બધા જ દરવાજાઓ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ દરવાન, હાથી અને સ્ત્રીઓના સ્ટેચ્યુ છે. છ મહિનામાં તૈયાર કરેલા રફાળાનું લોકાર્પણ 31 ઓક્ટોબરે સરદાર જયંતિના દિવસે કથાકાર મોરારિબાપુના હસ્તે અનેક મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

ગામમાં આધુનિક સુવિધા પણ મળે તેવું આયોજન કરાયું
ગામના ચોકનું નામ ક્રાંતિ ચોક અપાયું છે. જ્યાં ત્રિસિંહાકૃતિવાળું અશોક સ્થંભનું 40 ફૂટનું સ્ટેચ્યુ ચારેબાજુ કળશોને ક્રાંતિવીરોના નામ અપાયેલા છે. આખું ગામ સીસીટીવી કેમેરા અને વાઈફાઈથી સજ્જ કરવામાં આવ્યું. ગ્રામ પંચાયત કચેરીને ગ્રામ સંસદ ભવન નામ આપી દિલ્હીના સંસદ ભવનની નાની પ્રતિકૃતિ હોય તેમ આધુનિક ઢબે બનાવી.

સપનું સાકાર કરવા રફાળાને ગોલ્ડન વિલેજ બનાવ્યું
વેકરિયાએ 20 વર્ષ પહેલાં સેવેલું સપનું સાકાર કરવા રફાળાને ગોલ્ડન વિલેજ બનાવ્યું. તે પણ સરકારની આર્થિક મદદ વિના વિકસાવ્યું. તેનું ઉદ્ઘાટન જાણીતા રામકથાકાર મોરારિ બાપુ 31 ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું. આ એવું ગામ છે જ્યાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ તો ખૂણે-ખૂણે દેખાય જ છે સાથે તમામ આધુનિક સુવિધાઓ પણ વિકસવવામાં આવી.

ચારેબાજુ ચાર દરવાજા
ગામની વિશેષતા એ છે કે ચારેબાજુ ચાર દરવાજા ફરતી કોટ મુખ્ય દરવાજાનું નામ અમર જવાન જ્યોતિ જે દિલ્હીના ગેટવે ઓફ ઇન્ડિયાની પ્રતિકૃતિ છે જે હિન્દુસ્તાનની સૈનાના પરમવીર ચક્ર વિજેતાઓને સમર્પિત છે. બીજો લાડલી ગેટ ગામમાં જન્મેલી તમામ દીકરીઓને સમર્પિત છે.ત્રીજો ગાંધીગેટ છે. ચોથો સરદાર ગેટ. બધા જ દરવાજાઓ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ દરવાન, હાથી અને સ્ત્રીઓના સ્ટેચ્યુ છે. છ મહિનામાં તૈયાર કરેલા રફાળાનું લોકાર્પણ 31 ઓક્ટોબર સરદાર જયંતિના દિવસે કથાકાર મોરારિબાપુના હસ્તે અનેક મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

ગ્રામજનોનો સહકાર
નામ અને પ્રસિદ્ધિથી હંમેશા દૂર રહેવા માગતા સવજીભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે મારા પૂર્વજોની યાદમાં મારે કંઈક કરવું જોઈએ. તેવી ભાવનાથી અને ગ્રામજનોનો સહકાર હતો. તેથી શક્ય બન્યું છે. ખર્ચ કેટલો થયો તે નહીં પૂછો તો સારૂં.

સાસરે જતી ગામની દરેક દીકરીનો ઇતિહાસ સાચવતી આર્ટગેલેરી
બેટી બચાવો ઝુંબેશને પ્રોત્સાહન આપતા લાડલી ભવનનું 151 સર્વ જ્ઞાતિની દીકરીઓના હાથે ખાતમુહૂર્ત કરાયું. સાસરે જતી ગામની દરેક દીકરીના થાપા ત્યાં જોવા મળશે તેની સાથે આર્ટ ગેલેરી તૈયાર કરાઈ છે. ગામમાં થયેલા કામોના ફોટોગ્રાફ ગામની મુલાકાતે આવેલા વિશિષ્ટ વ્યક્તિની યાદગીરી દીકરીના જન્મથી સાસરે જાય ત્યાં સુધીનાં ચિત્રો હશે.