Only Gujarat

Gujarat

કામાંધ પાદરીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, કિસ કરતો ફોટો મોકલી I Love You કહ્યું

અમદાવાદ: આજકાલ કામાંધ સાધુ-સંતોની કામલીલા ઉઘાડી પડી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી અને 11 ધોરણમાં અભ્યાસ કરતી એક સગીરાને ચર્ચના પાદરીએ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાના નગ્ન ફોટો અને વીડિયો મેળવી તેને જબરદસ્તી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ફોટા અને વીડિયો પાદરીએ વાયરલ કરતા સગીરાના કાકા પાસે પહોંચ્યા હતા. આખરે આ સમગ્ર બાબતનો ભાંડો ફૂટતા સગીરાએ અમરાઈવાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાપાચારી પાદરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, અમરાઇવાડીમાં રહેતી 16 વર્ષીય સગીરા ધોરણ 11 માં અભ્યાસ કરે છે. તે ગયા વર્ષે 25 ડિસેમ્બરે પાડોશમાં રહેતી મહિલા સાથે રબારી કોલોનીમાં આવેલા કલેશિયા ચર્ચમાં ગઈ હતી. તે વખતે આ કિશોરી ચર્ચના પાદરી ગુલાબચંદને પહેલી નજરે જ ગમી જતા તેણે આ સગીરા સાથે વાતો કરી અને મોબાઇલ નંબર મેળવી લીધો હતો.

ગુલાબચંદ આ સગીરા સાથે ફોન પર વાતો કરતો હતો અને બાદમાં સગીરાના ઘરે પણ આવન-જાવન પણ કરતો હતો. પાદરી સગીરાનો પીછો પણ કરવા લાગ્યો અને તેની દિનચર્ચા પર નજર રાખવા લાગ્યો. આ ઉપરાંત સગીરાના પિતાના ફોન પર ગુલાબચંદ ફોન કરતો હતો. આમ કરીને ગુલાબચંદે સગીરાની સાથે પરિવારનો વિશ્વાસ સંપાદન કરવાની શરૂઆત કરી દીધી હતી. તેના ઈરાદાઓ પહેલીવાર ત્યારે સામે આવ્યા જ્યારે આ કામાંધ પાદરીએ કિસ કરતો ફોટો મોકલી સગીરાને આપ્યો અને આઈ લવ યુ પણ કહ્યું હતું. તેણે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી.

સગીરા એકલી હોય ત્યારે તેને વીડિયો કોલમાં કપડા ઉતારવાનું કહેતો હતો. એટલું જ નહીં વીડિયો કોલ કરી તેને નગ્ન જોવાની જીદ કરતો હતો. જો પોતાનું કહ્યું નહીં કરે તો બદનામ કરવાની ધમકી આપતો હતો. આમ ધમકીથી તેણે નગ્ન હાલતના સ્ક્રીન શોટ લઈ લીધા હતા. બાદમાં ગુલાબચંદે સગીરાને ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ શરૂ કર્યું હતું. આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે સગીરાના દૂરના કાકાને ગુલાબચંદે સગીરાના નગ્ન ફોટો મળી આવ્યા. જે બાબતે સગીરાએ તેના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. જે સાંભળીને સગીરોના પરિવાર ચોંકી ઉઠ્યો હતો. આ મામલે સગીરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાદરી ગુલાબચંદની ધરપકડ કરી છે.

 

You cannot copy content of this page