Only Gujarat

FEATURED National

નશાની લતમાં ચકચૂર બનેલા આ વ્યક્તિને ના રહ્યું કંઈ ભાન અને ચાકૂ ખાઈ ગયો પરંતુ ….

નવી દિલ્હીઃ લૉકડાઉનમાં એક શખ્સને નશો ના કરવા મળતા તે પરેશાન થઈ ગયો. તેણે દરેક જગ્યાએ હાથ-પગ માર્યા. પરંતુ જ્યારે તેને કાંઈ ન મળ્યું તો તે ગાંડપણમાં 20 સેમીનું ચાકૂ જ ગળી ગયો. તેણે ખાવાની કોઈ વસ્તુ હોય એમ જ ચાકૂ મોઢામાં રાખ્યું અને પછી એક વાટકી પાણી પી લીધું. લગભગ દોઢ મહિના પહેલા તેણે આવ્યું કર્યું હતું. ત્યારથી સતત તેના પેટમાં દુખાવો થતો હતો. પરંતુ નશાની આદત હોવાના કારણે તેણે આ વાત કોઈને ન કહી. પરંતુ જ્યારે દુખાવો હદ બહાર થયો ત્યારે તેણે બધાને પોતાની કરતૂત કહી. જાણો પછી શું થયું.

ડૉક્ટર પર થઈ ગયા આશ્ચર્યચકિતઃ ડૉક્ટરના પ્રમાણે, ચાકૂ લિવરમાં ફસાયેલું હતું. પેટમાં અસહ્ય દુખાવો અને તાવ આવ્યા બાદ તેને એઈમ્સમાં લાવવામાં આવ્યો હતો. ડૉક્ટરના કહેવા પ્રમાણે તેમની પાસે આવો પહેલો કિસ્સો આવ્યો છે. એઈમ્સના ગેસ્ટ્રોસર્જરી વિભાગના ડૉ. નિહાર રંજન દાસે જણાવ્યું કે હરિયાણાના પલવલના આ શખ્સને ગાંજાની લત હતી, જેથી તે સાઈકોસિસનો શિકાર થઈ ગયો હતો. તે એક પ્રકારનો મનોરોગ છે, જેમાંથી વ્યક્તિને વાસ્તવિક અને આભાસી વસ્તુ વચ્ચે ફેર નથી દેખાતો.

આ શખ્સને લાગ્યું કે ચાકૂ કોઈ ખાવાની વસ્તુ છે. આ અવસ્થા હોવા છતાં પરિવારજનોએ તેનો ઈલાજ ન કરાવ્યો. જ્યારે તેના પેટમાં દુખાવો થયો ત્યારે તેને સફદરગંજ હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. જ્યારે તેનો એક્સ-રે કરવામાં આવ્યો, તો પેટમાં ચાકૂ જોવા મળ્યું. જે બાદ તેને એઈમ્સમાં રિફર કરવામાં આવ્યો.

ખૂબ જ અઘરી હતી સર્જરીઃ આ શખ્સને એક અઠવાડિયા સુધી ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ સર્જરી કરવામાં આવી. થયું એવું કે, સીટી સ્કેન વગેરેથી પણ ખબર નહોતી પડતી કે ચાકૂથી લિવર ડેમેજ થયું છે કે નહીં. ડેમેજની સ્થિતિમાં લિવર સર્જનની જરૂર પડી શકે તેમ હતી. એટલે તમામ તૈયારી રાખવામાં આવી હતી. અન્નનળીથી થઈને ચાકૂ છેક લિવર સુધી પહોંચી ગયું હતું. ડૉક્ટર્સ માટે આ સર્જરી ખૂબ જ અઘરી હતી. જો કે સારી વાત એ રહી કે બધું સારું થઈ ગયું.

You cannot copy content of this page