Only Gujarat

National

પાટિયા નીચે જેટલા રૂપિયા રાખો તેના ડલબ થઈ જાય… પછી જે થયું એ…

રૂપિયા ડબલ કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ઓટો ડ્રાઈવરે રૂપિયા ડબલ થવાની લાલચમાં 4.17 લાખ રૂપિયા તાંત્રિકને સોંપી દીધા હતા. આ પૈસા તેણે પાંચ વિધા જમીન ખરીદવા 10 ટકા વ્યાજે લીધા હતા. પણ આ ઓટો ડ્રાઈવર સાથે જે બન્યું એ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ માટે માનવ હાડપિંજરનો એક વીડિયો દેખાડવામાં આવ્યો હતો, જેના પર નોટોનો વરસાદ થતો હતો.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા લીલાધર નામના ઓટો ડ્રાઈવરે જણાવ્યું હતું અનવર નામના યુવાને મને કહ્યું હતું કે 5 લાખ રૂપિયામાં પાંચ વિધા મોકાની જમીન છે. આ માટે મેં મારું ઘર ગીરવે મૂકીને 10 ટકાના વ્યાજે 5.5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી. અનવરે કહ્યું કે તેની એક તાંત્રિક સાથે ઓળખાણ છે, જે નોટોને ડબલ કરી શકે. એટલે રૂપિયા પણ મળી જશે અને ઘર પણ બચી જશે. મારે બાળકોની ફી ભરવી હતી અને એટલા પૈસા નહોતા એટલે હું અનવરની વાતોમાં આવી ગયો હતો.

ઓટો ડ્રાઈવર લીલાધરે વધુમાં કહ્યું કે, અનવરે મને તાંત્રિક સાથે મુલાકાત કરાવી હતી. આ માટે 31 મેની રાતે અનવર તાંત્રિક સંતોષને લઈને મારા ઘરે આવ્યો હતો. તાંત્રિકે ઘરમાં અંધારુ કરી પૂજાની વાત કરી હતી. મને પાટલો, લીંબુ, સિંદૂર, લાલ કપડું, લોટો, અગરબત્તી લાવવાનું કહ્યું. મેં પૂરો સામાન લઈને આપ્યો. સંતોષે ઘરની લાઈટ બંધ કરી. લાકડાના પાટલા નીચે 2 લીંબુ રાખ્યા. બાદમાં પાટલા નીચે 4.17 લાખ રૂપિયા રાખ્યા. ઘરના બધા સભ્યોને બહાર કાઢ્યા અને કહ્યું કે ઘરની અંદર ન આવતા. આ ખતરનાક વિધિ છે, જોનાર વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.

પરિવારના બાકીના લોકો બહાર બેઠા. અનવરે 1.33 લાખ રૂપિયા મારી પાસેથી લઈને અલગ રાખ્યા. સંતોષે મને કહ્યું- સ્માશાને જાવ અને જતી વખતે પાછું વળીને ન જોતા, નહીંતર લક્ષ્મી નારાજ થઈ જશે. ઘરે પરત આવીને 351 વખત લીંબુ ઉતારી દેજો. અનવર અને હું સ્મશાન ગયા. ત્યાંથી પરત આવીને હું ઘરમાં ગયો. અનવર બહારથી જ ભાગી ગયો. પરિવારને એક જ જગ્યાએ બેસી રહેવાનું કહ્યું હતું, એટલા માટે તેણે અટકાવ્યો પણ નહોતો. મેં અદર જઈને જોયું તો તાંત્રિક ત્યાં નહોતો. પાટલો ઉપાડીને જોયું તો રૂપિયા પણ ગાયબ હતા.

માનવકંકાલનો વીડિયો યુટ્યુબમાંથી શોધ્યો
ફરિયાદ બાદ પોલીસે અનવર, તાત્રિક સંતોષ અને સાથી સતિષને દબોચી લીધો હતો. અનવરે પોલીસને જણાવ્યું હતું કે સંતોષે યુટ્યુબ પરથી થોડાક સમય પહેલા આ વીડિયો ડાઉનલોડ કર્યો હતો.

વીડિયો આરોપીઓએ લીલાધરને દેખાડ્યો હતો, જેને જોયા પછી લીલાધરને વિશ્વાસ થઈ ગયો હતો કે રૂપિયાનો વરસાદ થાય છે.

You cannot copy content of this page