Only Gujarat

National

બિઝનેસમેન તેની ગર્લફ્રેન્ડ સાથે માણતો હતો મોજ અને આવી ચડી પત્ની, પછી…

એક બિઝનેસમેન ગર્લફ્રેન્ડ સાથે હતો ત્યારે પત્ની આવી જતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. બંને એક જ રૂમમાં હતા. આ જોઈને પત્નીને પતિ અને ગર્લફ્રેન્ડને માર માર્યા હતા. કલાકો સુધી હંગામો થયા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ બનાવ મધ્યપ્રદેશના ઇન્દોરનો છે. બિઝનેસમેન સોનકચ્છના રહેવાસી હતો. બંને પતિ-પતિ વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી પરંતુ બિઝનેસમેન કોર્ટ જવાની બદલે પ્રેમિકાને મળવા બોલાવી લીધી હતી. આ ઘટના શુક્રવારે મોડી રાતની કનાડિયા વિસ્તારના સંચારનગર પોલીસ સ્ટેશનની છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સુરભીના લગ્ન 2018માં સોનકચ્છના નિવાસી મયુર અકોદીયા સાથે થયા હતા. મયુરને ખેતીના સાધનો ઉત્પાદન અને વેપારનો વ્યવસાય છે. લગ્નના થોડા સમય બાદ મયુર અને સુરભી વચ્ચે ઝઘડો થયો હતો. ઘણી વખત મયુરે સુરભીને માર માર્યો હતો. આ અંગે પીડિતાએ તેના પિતાને પણ ફરિયાદ કરી હતી. પરિવારે આ વાત મયુરને સમજાવી હતી. આ પછી પણ સુરભી પર મારપીટ કરવાની ચાલુ રાખી હતી. 28 મે 2020 ના રોજ મયુરે ફરીથી સુરભીને ફરી માર માર્યો હતો. આ પછી મહેતા તેમની પુત્રીને ઈન્દોર લઈ આવ્યા હતા. અહીના મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

પતિ વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ
સુરભીએ જણાવ્યું હતું કે, પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે તે અંગે શુક્રવારે સુનાવણી હતી. પરંતુ મયુર કોર્ટ પહોંચવાની બદલે સીધો તેની પ્રેમિકાને મળવા પહોંચ્યો હતો. જેની જાણકારી મને મળતા હું સંચાર નગર પહોંચી હતી. ત્યાં જ મયુર અને તેની પ્રેમિકા એક રૂમમાં જોવા મળ્યા હતા. આ ઘટનાને લઈને સુરભીના પિતા હેમંત મહેતાનું કહેવું છે કે, દીકરી સાથે તેના પતિ અને પતિની ગર્લફ્રેન્ડે માર મારી કરી હતી.

You cannot copy content of this page