Only Gujarat

Gujarat

કિંજલ દવેના કાર્યક્રમમાં એવું તે શું થયું કે અચાનક ઉછળવા લાગી ખુરશીઓ, જુઓ તસવીરો

ગુજરાતી સિંગરના ડાયરા કે સ્ટેજ પોગ્રામમાં ખુશીમાં રૂપિયાનો વરસાદ થાય એ કોઈ નવી વાત નથી, પણ રાધનપુરમાં જે થયું એ કોઈ સભ્ય સમાજને શોભે એવું નહોતું. રાધનપુરમાં સિંગર કિંજલ દવેના કાર્યક્રમમાં રૂપિયાનો તો વરસાદ થયો હતો, પણ સાથે ખુરશીઓ પણ ઉછળી હતી. ખુશીના ઉન્માદમાં ભાન ભૂલીને અમુક યુવાનો છાકટા બન્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા આઝાદી કા અમુત મહોત્સવ અંતર્ગત રાધનપુરની અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે લોક ગાયક કિંજલ દવેના સંગીતનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમિયાન કિંજલ દવે પર ચલણી નોટનો વરસાદ થયો હતો. જોકે, બીજી તરફ કેટલાક યુવાનો ખુરશીઓ ઉછાળતા નજરે પડ્યા હતા. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. યુવાનોએ ખુરશીઓ ઉછાળતા કેટલીય ખુરશીઓ તૂટી ગઈ હતી.

ગીત સંગીતનો આ કાર્યક્રમ મોટાભાગના શ્રોતાઓએ શાંતિપૂર્વક સાંભળ્યો હતો, પરંતુ કેટલાક તોફાની તત્વોએ કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ ઉછાળી તોડી નાખી હતી. જે દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

કાર્યક્રમમાં ખુશીના ઉન્માદમાં ભાન ભૂલેલા યુવાનોના આ પગલાને લોકો વખોડી રહ્યા છે.

You cannot copy content of this page