Only Gujarat

Gujarat

લાડકી 3 દીકરીઓએ નિભાવી દીકરાની ફરજ, પ્રેરક અને સમાજને રાહ ચિંધતી ઘટના

દીકરી જ્યારે દીકરા સમોવડી બની દીકરા તરીકેની ભૂમિકા ભજવે ત્યારે સમાજમાં પ્રેરક અને સમાજને રાહ ચિંધતી ઘટના સર્જાય છે. આવો જ બનાવ બન્યો છે જૂનાગઢમાં. વૈદિક મંત્રોચ્ચાર સાથે ત્રણ દીકરીઓએ પિતાની અંતિમ વિધી કરી દીકરાનો ધર્મ નિભાવ્યો. વાત એમ છે કે નગર પંચાયતના પૂર્વ પ્રમુખનું માર્ગ અકસ્માતમાં મૃત્યું થતા તેમની ત્રણ દીકરીઓએ શાસ્ત્રાક્ત મંત્રોચ્ચાર સાથે અંતિમવિધી કરી દીકરાની ફરજ પણ પૂર્ણ કરી હતી.

આ અંગે સ્થાનિક અગ્રણી ઉમેશભાઇ બજાણીયાએ જણાવ્યું હતું કે, 3 સપ્ટેમ્બરના રોજ વંથલીથી મધુરમ જતા એક માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો. આ દુર્ઘટનામાં જૂના જનસંઘી અને નગર પંચાયતના પૂર્વ પ્રમુખ પી.ડી. કાચાને ગંભીર ઇજા પહોંચી હતી. તેથી તેમને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું હતું. બાદમાં તેમની અંતિમ વિધી કરવામાં આવી હતી, ત્યારે તેમાં તેમની ત્રણેય દીકરીઓ સામેલ થઈ હતી.

દીકરીઓ પરીતાબહેન, મૈત્રીબહેન અને અંજલીબહેને ઇશાવાસ્યોપનિષદના પવિત્ર વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમની અંતિમવિધી કરી દીકરાની ફરજ પણ પૂરી કરી હતી. દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપતા હાજર લોકોની આંખો પણ નરમ થઈ ગઈ હતી.

You cannot copy content of this page