Only Gujarat

National

ગરીબ મજૂર ગીત ગાઈને થયો વાઇરલ, હકીકત જાણીને લોકોના પગ તળેથી સરકી ગઈ જમીન

લોકપ્રિય થવા માટે માણસ ગમે તે હદે જવા તૈયાર થઈ જાય છે. આજકાલ લોકોને થોડાં સમયમાં જ લોકપ્રિય થઈ જવું છે. જોકે, આ સમયે વ્યક્તિ સારા-નરસાનું ભાન ભૂલી જાય છે. ઘણીવાર નૈતિકતાની દૃષ્ટિએ આ વાત સાતી પણ હોતી નથી.

થોડાં સમય પહેલાં જ રોહતાસમાં ઈંટ બનાવતા ભઠ્ઠાના એક મજૂરનો કુમાર સાનુનો ગીતો ગાતો વીડિયો વાઇરલ થયો હતો. જોકે, જ્યારે આ મજૂર અંગે તપાસ કરવામાં આવી તો કંઈક અલગ જ વાત સામે આવી હતી. આ મજૂરનું નામ રાકેશ રંજન છે. તેની માતા વિંધ્યાચલી દેવી સરકારી સ્કૂલમાં ટીચર હતી અને હવે રિટાયર્ડ છે. પિતા દિનેશ સિંહ સરકારી સ્કૂલમાં ટીચર છે. રાકેશ પ્રોપર્ટીનું કામ કરે છે. દોઢ લાખની બાઇક પર ફરે છે.

રાકેશ બિહારના મુસવત ગામમાં રહે છે. તેની પાસે દોઢ કરોડનું ઘર છે. પૈતૃક જમીન પણ છે. રાકેશનો પરિવાર બિક્રમગંજમાં ભવ્ય ઘરમાં રહે છે. રાકેશા ઘરને જોઈને એમ સહેજ પણ ના લાગે કે તે મજૂર છે. રાકેશે કહ્યું હતું કે તેની માતા રિટાયર્ડ છે. પિતા હજી સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. તેના લગ્ન થોડાં દિવસ પહેલાં થયા છે. ગામમાં તેની પાસે ઘર-જમીન બધું છે. તે ગ્રેજ્યુએટ છે. તમામ સંપત્તિ પેરેન્ટ્સની છે.

ગ્રેજ્યુએટ થયા બાદ રાકેશે નોકરી શોધી, પરંતુ મળી નહોતી. ત્યારબાદ પાણીપુરીની દુકાન શરૂ કરી. જોકે, તે ચાલી નહીં. પછી ઈંટના ભઠ્ઠા પર મુનીમ તરીકે કામ કરવા લાગ્યો હતો. આ જ ભઠ્ઠા પરથી રાકેશનો ગીત ગાતો વીડિયો સામે આવ્યો હતો. અહીંયા રાકેશ 15 દિવસથી કામ કરે છે.

ઈંટ ભઠ્ઠાના માલિક રણજીતે કહ્યું હતું કે રાકેશ છેલ્લાં 15-20 દિવસથી મુનીમ તરીકે કામ કરે છે. નોકરી મળતી નહોતી એટલે હેરાન-પરેશઆન હતો. તે કલાકાર છે. પ્લેટફોર્મ મળતું નથી. આથી જ તેણે આમ કર્યું. આજકાલ તે ટ્રેન્ડમાં છે. આને કારણે વ્યક્તિને જલ્દીથી પ્લેટફોર્મ મળી જાય છે.

લોકોનું કહેવું છે કે લોકપ્રિય સિંગર બનવાની ઈચ્છામાં થોડાં વર્ષ પહેલાં રાકેશે પાણીપુરી વેચીને ગીત ગાઈને ફેમસ થવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે સફળ રહ્યો નહોતો. હવે તેણે મજૂર બનીને લોકપ્રિય થવાનો પ્રયત્ન કર્યો છે.

You cannot copy content of this page