Only Gujarat

Bollywood

પરિણીત ધર્મેન્દ્રે આ એક્ટ્રેસ સાથે રાખ્યા હતા સંબંધો, ગરજ પૂરી થતા જ તરછોડી’તી

મુંબઈઃ બૉલિવૂડની ટ્રેજડી ક્વીન કહેવાતી મીના કુમારીનો 1 ઓગસ્ટે, 87મો બર્થ ડે છે. વર્ષ 1933માં દાદર (મુંબઈ)માં જન્મેલી મીના કુમારીનું સાચું નામ મહજબીન બાનો હતું. આમ તો, મીના કુમારીની રિયલ લાઇફમાં પણ ખૂબ ટ્રેજડી હતી. વર્ષ 1951માં ફિલ્મ ‘તમાશા’ના સેટ પર મીના કુમારીની મુલાકાત ડિરેક્ટર કમાલ અમરોહી સાથે થઈ હતી. જેનાં એક વર્ષ પછી બંનેએ લગ્ન કરી લીધા હતાં. લગ્ન પછી કમાલે મીના કુમારીને ફિલ્મોમાં કામ કરવાની ના પાડી નહીં પણ, તેમના પર શંકા કરતાં હતાં. જેને લીધે કમાલે મીના કુમારી પર પાબંદી લગાડી હતી.

કમાલ અમરોહીની શરત હતી કે, મીના કુમારીનાં મેકઅપ રૂમમાં કોઈ મર્દ જશે નહીં, તે સાંજે 6.30 વાગ્યા સુધી ઘરે પાછી આવતી રહેશે. મીનાએ આ શરત પણ માની લીધી હતી, પણ ઘણીવાર તે ઘરે મોડી આવતી હતી. શંકાને લીધે કમાલે તેમના આસિસ્ટન્ટ બકર અલીને મીનાની જાસૂસી કરવા કહ્યું હતું.

માર્ચ 1964માં ફિલ્મ ‘પિંજરે કે પંછી’ના મુહૂર્ત પર મીના કુમારીના મેકઅપ રૂમમાં ગુલઝાર પહોંચી ગયા હતા. જેને લીધે બકર અલીએ મીના કુમારીને લાફો મારી દીધો હતો. ગુલઝારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘‘મીના અને કમાલ વચ્ચે બધું સરખું ચાલતું નહોતું. તે મારી સાથે દરેક વાત શેર કરતી હતી. બસ, એક દિવસ એવું થયું કે, કમાલને શંકા થઈ અને આ પછી બંનેના સંબંધ બગડતાં ગયા હતાં.’’ આ પછી વર્ષ 1964માં બંનેએ છૂટાછેડા લીધાં હતાં.


પતિ કમાલ અમરોહીથી અલગ થયાં પછી મીના કુમારી અને ધર્મેન્દ્ર (પરિણિત) એક બીજાની નજીક આવ્યાં હતાં. તે સમયે મીના ટૉપની સ્ટાર હતી. જ્યારે ધર્મેન્દ્ર એક સ્ટ્રગલિંગ એક્ટર હતાં. મીના કુમારીએ તેમના કરિયરને આગળ વધારવા માટે ખૂબ જ મહેનત કરી હતી.

કહેવામાં આવે છે કે, મીના કુમારીએ વર્ષ 1966માં આવેલી ફિલ્મ ‘ફૂલ ઔર પત્થર’માં ધર્મેન્દ્રને લેવા માટે ભલામણ કરી હતી. આ ફિલ્મ તે વર્ષે સૌથી સુપરહિટ થઈ અને ધર્મેન્દ્ર ઇન્ડસ્ટ્રીમાં એસ્ટાબ્લિસ્ટ થયાં હતાં.


ધર્મેન્દ્ર અને મીના કુમારીનો સંબંધ લગભગ 3 વર્ષ સુધી ચાલ્યો અને પછી ધર્મેન્દ્ર પણ કમાલ અમરોહીની જેમ મીનાથી દૂર થઈ ગયાં હતાં. ધર્મેન્દ્રના દગાથી મીના કુમારીને એટલું દુખ થયું કે, તેમણે દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું.


ભલે મીના કુમારીના લાખો ફેન્સ હતાં, પણ મીનાએ જેને પ્રેમ કર્યો, તે ક્યારે તેમના પ્રેમને સમજી શક્યા નહીં. ધર્મેન્દ્ર પાસેથી મળેલી બેવફાઈ પછી મીના કુમારી તેમના પર્સમાં દારુની નાની બોતલ પણ રાખતી હતી. દારૂ પીવાને લીધે મીના કુમારીની તબિયત બગડવા લાગી અને તેમને લિવર સિરોસિસ થઈ ગયું હતું.

ઘણી ફિલ્મોમાં કામ કરનાર અને જીવતાજીવે લેજન્ડ્રી એક્ટ્રસની સિદ્ધિ હાંસલ કરવાં છતાં છેલ્લાં સમયમાં મીના કુમારી પાસે સારવાર માટે રૂપિયા પણ નહોતાં. 31 માર્ચ, 1972માં જ્યારે તેમનું નિધન થયું ત્યારે સવાલ ઊભો થયો કે, હૉસ્પિટલનું બિલ કેવી રીતે ભરી શકાશે?

કહેવાય છે કે, મીના કુમારીના કોઈ ફેને પછી સારવારનું બિલ ચૂકવ્યું હતું. દુઃખની વાત છે કે, મીના કુમારીને હૉસ્પિટલમાં કમાલ અમરોહી જોવા પણ આવ્યા નહોતાં. ઉલ્લેખનીય છે કે, મીના કુમારીએ બીમારી દરમિયાન તેમની અધૂરી ફિલ્મ ‘પાકીઝા’માં કામ કર્યું હતું.

ફિલ્મ ‘પાકિઝા’ 4 ફેબ્રુઆરી, 1972ના રોજ રિલીઝ થઈ હતી અને 31 માર્ચ, 1972ના રોજ મીના કુમારીનું નિધન થઈ ગયું હતું. રસપ્રદ વાત છે કે, રિલીઝ પછી ફિલ્મ ‘પાકીઝા’ ફ્લૉપ માનવામાં આવી રહી હતી, પણ મીના કુમારીના નિધન પછી આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.


માની કુમારીની ફિલ્મ ‘સાહિબ, બિવી અને ગુલામ’ (1962) પણ હિટ રહી હતી. આ ફિલ્મમાં મીના કુમારીએ નાની વહૂનો રોલ પ્લે કર્યો હતો. જે દર્શકોએ ખૂબ જ વખાણ્યો હતો. માની કુમારીએ ‘પરિણીતા’(1953), ‘દાયરા’ (1953), ‘એક હી રાસ્તા’ (1956), ‘શારદા’(1957), ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’(1960), ‘દિલ એક મંદિર’ (1963), ‘કાજલ’ (1965) અને ‘ફૂલ ઔર પત્થર’ (1966) તેમની પસંદગીની હિટ ફિલ્મોમાંથી એક છે.

You cannot copy content of this page