Only Gujarat

Gujarat

શહીદ મહિપાલસિંહ વાળાને અંતિમ વિદાય અપાઇ, એક કિલોમીટર લાંબી જનમેદની ઉમટી

શહેરના વિરાટનગરમાં આવેલી સદાશીવ સોસાયટીમાં રહેતા અને ભારતીય સેનામાં ફરજ બજાવતા ૨૫ વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા કાશ્મીરના ફુલગામમાં આતંકીઓ સાથેના ઘર્ષણમાં શહીદ થયા હતા. આજે તેમનો પાર્થિવ દેહ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. બાદમાં તેમના ઘરેથી નીકળેલી તેેમની એક કિલોમીટર લાંબી અંતિમ યાત્રા હજારો લોકો જોડાયા હતા અને માભોમની સેવા કાજે શહીદી વહોરનાર મહિપાલસિંહને અંતિમ વિદાય આપી હતી.

વિરાટનગરમાં આવેલી સદાશીવ સોસાયટીમાં રહેતા અને મુળ સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદલ ગામના વતની ૨૫ વર્ષીય મહિપાલ સિંહ વાળા ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા. બે દિવસ પહેલા કાશ્મીરના ફુલગામમાં આતંકીઓ સામેની લડાઇમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. જેમાં મહિપાલસિંહનો પણ સમાવેશ થતો હતો. તેંમના પાર્થિવ દેહને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા રવિવારે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓર્નર અપાયું હતું. બાદમાં તેમના સ્વજનો અને મિત્રો સહિત મોટા પ્રમાણમાં લોકો તેમના પાર્થિવદેહને નિવાસ સ્થાને લાવ્યા હતા. જ્યાં ધાર્મિક વિધી બાદ તેમને અંતિમ વિદાય આપવા હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને એક કિલોમીટર જેટલી તેમની લાંબી અંતિમ યાત્રામાં શહીદ મહિપાલસિંહ અમર રહો…ના નારા લાગ્યા હતા. બાદમાં લીલાનગર સ્મશાન ખાતે તેમનો પાર્થિવ દેહ પંચમહાભુતમાં વિલિન થઇ હતો. તેમને પરિવારજનોને મળવા મુખ્યમંત્રી સહિત અનેક લોકો આવ્યા હતા અને તેમનેશ્રદ્વાંજલી આપી હતી.

પાર્થિવ દેહના દર્શન કરવા લોકોની ભીડ ઉમટી

રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા, શહેર પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ સહિત ભાજપના કોર્પોરેટરો પણ વિરાટનગર ખાતે પહોંચ્યા હતા. વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના ભારતીય દેહના દર્શન માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. શહીદના પાર્થિવ દેહને વંદન કરવા માટે લોકો ધાબા ઉપર ચડી ગયા હતા.

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગરમાં રહેતા 25 વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા છે. આજે 4 વાગતા શહીદ જવાનનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યો હતો. ત્યારબાદ પાર્થિવ દેહને એરપોર્ટના મેઘાણીનગર ગેટથી બહાર લાવવામાં આવ્યો હતો. જ્યાં શહીદ જવાનનાં સ્વજનો આવી પહોંચ્યાં હતાં. શહીદ જવાનનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને લવાયો હતો. ત્યારબાદ વીર જવાનના પાર્થિવ દેહને લીલાનગર સ્મશાન ગૃહ લવાયો હતો. જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. શહીદ જવાન મહિપાલસિંહ વાળાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. સ્મશાનમાં પણ ભારત માતા કી જય અને મહિપાલસિંહ અમર રહોના નારા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે તેમની પત્ની પ્રેગ્નેન્ટ હોવાથી થોડા દિવસોમાં જ તેઓ પિતા બનવાના હતા.

મહિપાલસિંહની છ મહિના પહેલા બદલી કરાઈ હતી

શહીદ જવાન મહિપાલસિંહ વાળા વર્ષ 2016ની આસપાસ ભારતીય સૈન્યમાં જોડાયા હતા. મધ્ય પ્રદેશના જબલપુર ખાતે તેઓએ એક વર્ષની ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ તેઓનું ગુવાહાટી ખાતે પોસ્ટિંગ થયું હતું. ત્યાં થોડા વર્ષો ફરજ બજાવ્યા બાદ તેઓનું ચંદીગઢમાં પોસ્ટિંગ થયું હતું. ચંદીગઢથી તેઓની છ મહિના પહેલા જમ્મુ કાશ્મીર ખાતે બદલી કરવામાં આવી હતી. 34 રાષ્ટ્રીય રાઈફલમાં તેઓનું પોસ્ટિંગ થયું હતું.

પાંચેક વર્ષ પહેલા ઇન્ડિયન આર્મીમાં જોડાયા

મહિપાલસિંહ આશરે પાંચેક વર્ષ પહેલા ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા. એક મહિના પહેલા તેઓ અમદાવાદ ખાતે આવ્યા હતા. મહિપાલસિંહના લગ્ન આશરે ત્રણેક વર્ષ પહેલાં થયા છે. તેમની પત્ની હાલમાં ગર્ભવતી છે અને તેમના 9 મહિના પૂર્ણ થઈ ગયા છે. શનિવારે સવારે જ તેઓને ડિલિવરીનો દુખાવો ઉપાડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એકતરફ મહિપાલસિંહના પત્ની હોસ્પિટલમાં છે અને બીજી તરફ આજે આ દુઃખદ સમાચાર આવતા પરિવારજનો ઉપર ખૂબ જ આફત આવી પડી હતી. મહિપાલસિંહના પરિવારજનમાં તેમની પત્ની માતા મોટાભાઈ અને બે બહેનો છે.

You cannot copy content of this page