Only Gujarat

FEATURED Health

વજન ઘટાડવું છે? તો આ તદ્દન સરળ ટ્રિક્સનો કરો ઉપાય ને જુઓ પછી ચમત્કાર

અમદાવાદઃ જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો તમારે વજન ઓછું કરવા માટે ભોજન પણ એ જ રીતનું લેવું જોઈએ. વજન ઘટાડવા માટે આજે અમે એવી ટ્રિક્સ આપીશું જેથી તમે સરળતાથી ને ઝડપથી વજન ઓછું કરી શકશો. વજન ઓછું કેવી રીતે કરવું તે વાત માત્ર જીમ જવાથી કે ડાયટ ફોલો કરવાથી ખબર પડતી નથી. આજે અમે એવી કેટલીક ટ્રિક્સ આપીશું, જેથી તમે સહજતાથી વજન ઓછું કરી શકો.

ગ્રીન ટીથી વજન ઘટાડોઃ ગ્રીન ટી પીવાથી મેટાબોલિક સિસ્ટમ ઠીક થઈ જાય છે. તમે અઠવાડિયામાં 400 કેલરી બર્ન કરી શકો છે. આટલું જ નહીં ગ્રીન ટીમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ હોવાથી અનેક ફાયદા થાય છે.

દૂધ પણ ફાયદાકારકઃ દૂધ પીનારા લોકોમાં મેટાબોલિઝ્મ યોગ્ય હોય છે. વજન ઓછું કરવા માટે તમે ગાયનું દૂધ પીવો. ગાયના દૂધમાં ખાસ પ્રકારનું એસિડ હોય છે, જે શરીરમાં જમા થયેલ ફેટને બર્ન કરીને વજન ઝડપથી ઓછું કરે છે.

બ્રેકફાસ્ટ લેવાનું ના ભૂલોઃ સવારનો નાસ્તો સૌથી મહત્વનો છે. હેલ્ધી બ્રેકફાસ્ટ તમારા દિવસની શરૂઆત સારી કરે છે, જેથી તમને આખો દિવસ એનર્જી મળે છે. તમારે ઓફિસ માટે ભલે મોડું થાય પરંતુ બ્રેકફાસ્ટની અવગણના કરશો નહીં. સવારે ઉઠીને કલાકની અંદર બ્રેકફાસ્ટ કરી લેવો. આમ કરવાથી મેટાબોલિઝ્મ સારું રહેશે અને વજન પણ ઘટશે.

ઊંઘ પૂરતી લોઃ જે લોકો પૂરતી ઊંઘ લેતા નથી તેમની બોડી સિસ્ટમ ડિસ્ટર્બ થઈ જાય છે. હોર્મોન્સ અસંતુલિત થતા વજન ઝડપથી વધે છે. ભરપૂર ઊંઘ લો અને બોડી સિસ્ટમને ફિટ રાખો.

ભોજન પર ધ્યાન આપોઃ મોટાભાગના લોકો ટીવી કે મોબાઈલ જોતા જોતા જમતા હોય છે. આમ કરવાથી તમે કેટલું જમો છો, તેના પર ધ્યાન રહેતું નથી. જમતી વખતે માત્ર ભોજન પર ધ્યાન આપો તે મહત્વનું છે.

પાણીથી વજન ઘટશેઃ રોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવુ જોઈએ. ઘણાં ઓછા લોકો આ વાતને માને છે. જમવાની વચ્ચે વચ્ચે પાણી પીવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે, જેથી શરીરમાં પોષક તત્વોનું અબ્ઝોર્શન ઓછુ થાય છે. ભોજનના 15 મિનિટ પહેલાં અને 15 મિનિટ પછી પાણી પીવું જોઈએ.

નોંધ- આ આર્ટિકલ માટે સમજણ માટે છે. કોઈ પણ બાબતનો અમલ કરતાં પહેલાં તમારી શરીરની પ્રકૃતિને ધ્યાનમાં રાખવી. આ ટ્રિક્સની સાથે સાથે ડાયટ તથા વર્કઆઉટ મહત્વનું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page