પગ ક્રોસમાં રાખીને બેસવાથી થાય છે આ ગંભીર તકલીફો, જાણો

અમદાવાદ: અનેક લોકો પગને ક્રોસમાં રાખીને બેસવાનું કમ્ફર્ટેબલ માને છે. પણ વારંવાર અને લાંબા સમય સુધી આ પોઝિશનમાં બેસવાથી હેલ્થ પર તેની વિપરીત અને ગંભીર અસરો જોવા મળે છે. એવામાં બોડી તેના નેચરલ શેપમાં રહેતી નથી, તેના કારણે અનેક હેલ્થની સમસ્યાઓ જોવા મળે છે. ક્રોસ લેગ રાખીને બેસવાથી થતા નુકશાન વિશે આજે અમે તમને જણાવીશું. ક્રોસ લેગ રાખીને બેસવાથી થતાં મુખ્ય પાંચ નુકશાન આ પ્રમાણે છે….

  • (1) બેક પેન : સતત લાંબા સમય સુધી પગને ક્રોસ કરીને બેસવાથી બોડી તમારા નેચરલ શેપમાં રહેતી નથી, તેનાથી બેક પેન થવા લાગે છે.
  • (2) હાર્ટ પર અસર: પગને ક્રોસ કરીને બેસવાથી પગની નસ દબાય છે. એવામાં લોહી પગની તરફ ન જઇ શકવાથી હાર્ટની તરફ જાય છે. તેની હાર્ટ પર ખરાબ અસર થાય છે.
  • (3) પેલ્વિક બોન પર અસર: લાંબા સમય સુધી પગને ક્રોસ કરીને બેસવાથી પેલ્વિક બોનમાં દર્દ અને અકડાઇ જવાની સમસ્યા થાય છે.
  • (4) સ્પાઇડર વેન્સ પર અસર: પગને ક્રોસ કરીને બેસવાથી પગમાંની સ્પાઇડર વેન્સમાં લોહી ભેગું થવા લાગે છે. એવામાં તેમાં દર્દ અને સોજાની સમસ્યા થઇ શકે છે.
  • (5) નર્વ્સ ડેમેજની સમસ્યા: લાંબા સમય સુધી પગને ક્રોસ કરીને બેસવાથી પગની નર્વ્સ પર પ્રેશર પડે છે. એવામાં નસ ધીરે ધીરે ડેમેજ થાય છે.