Only Gujarat

Health

જાણો નમકવાળા ગરમ પાણીના કોગળા કરવાના ફાયદાઓ, વાંચી લો ફાયદામાં રહેશો

અમદાવાદ: આપણે ઘણી વખત દાંત કે ગળાના સામાન્ય દુ:ખાવા માટે શરીરને નુકશાન કરે એવી દવાઓ લેતા હોય છીએ, પણ ક્યારેક આપણાં ઘરમાં જ તેનો સસ્તો અને સારો ઈલાજ મોજુદ હોય છે. જેમ કે નમકવાળા ગરમ પાણીના કોગળા. નમકવાળા ગરમપાણીના કોગળા કરવાના અનેક લાભો છે. તો આવો નજર કરીએ આ ફાયદાઓ પર…

સુકી ખાસીને મટાડે છે
નમકવાળા ગરમ પાણીના કોગળા સુકી ખાંસીના ઈલાજનું પણ કામ કરે છે. આ એક એન્ટીટ્યુસિવ તરીકે કામ કરે છે. જેનો અર્થ એ થાય કે આ એક ખાસી મટાડવામા મદદ કરે છે

ટૉન્સિલથી રાહત આપે છે
ટૉન્સિલ તમારા ગળાની પાછળ બે ગાંઠ છે. જે બેક્ટીરિયલ કે વાયરલ ઈન્ફેક્શનના કારણે સોજી જાય છે. જેના કારણે દર્દ થાય છે. પણ ગરમ પાણીના કોગળા કરવાથી તેમાં રાહત મળે છે.

નેચરલ પીએસ સ્તરને બનાવી રાખે છે
નમકવાળા ગરમ પાણીના કોગળા કરવાથી ગળામાં બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું એસિડ બે અસર બની જાય છે અને એક સ્વચ્છ પીએચ સંતુલન બનાવી રાખે છે. એક સામાન્ય પીએચ સંતુલન પણ તમારા ગળામાં પ્રાકૃતિક બેક્ટેરિયાના બેલેન્સને જાળવી રાખવામાં મદદ કરે છે.

દાંતનો દુખાવો ઓછો થાય છે
સરખી રીતે ટુથબ્રશ ન કરવાના કારણે દાંતમાં દુખાવાની સમસ્યા થતી હોય છે. આવી સ્થિતિમાં ગરમ પાણીના કોગળા કરવાથી દાંતનો દુખાવો ઓછો થાય અને ઈન્ફેક્શનથી પણ બચાવ થાય છે.

મોંઢામાં પડતાં ફોલ્લાથી બચાવે છે
મોઢામાં થનારા ફોલ્લા કે અલ્સર ખૂબ સંવેદનશીલ અને દર્દદાયક હોય છે. અચાનકથી દાંત લાગવાથી કે હોર્મોનલ ફેરફારને કારણે આવું બંને છે. આવી સ્થિતમાં નમકવાળા ગરમ પાણીના કોગળા કરવાથી ખૂબ ફાયદાકાર રહે છે.

ઈનેમલનું રક્ષણ કરે છે
નમકના પાણીમાં એક ફ્લોરાઈડ નામનું મિનરલ હોય છે. જે દાંતોને સડતા રોકે છે. નમકના પાણીમાં હાજર ફ્લોરાઈડ ટૂથ ઈનેમલને મિનરલ્સના નુકસાનથી બચાવે છે અને તેને મજબતૂ બનાવવામાં મદદ કરે છે.

You cannot copy content of this page