Only Gujarat

Health

માત્ર એક મહિનામાં 10 કિલો વજન ઊતરી જશે, જો ખાશો આ એક ખાસ ખિચડી!

અમદાવાદઃ વજન ઘટાડવા માટે ખિચડી સૌથી બેસ્ટ છે. વાંચીને નવાઈ લાગીને? પરંતુ આજે અમે તમને ખિચડીની એવી રેસિપી આપવા જઈ રહ્યા છીએ, જે એક મહિનામાં તમારું 10 કિલો જેટલું વજન ઊતારી દશે. આ ખિચડીને પુષ્ટાહાર ખિચડીના નામથી ઓળખવામાં આવે છે, જેમાં યોગ્ય માત્રામાં પ્રોટીન, કાર્બ, વિટામીન તથા મિનરલ્સ છે.

સામગ્રીઃ 100 ગ્રામ દલિયા (ફાડા), 100 ગ્રામ બાજરી, 100 ગ્રામ મગની દાળ (ફોતરાવાળી), 100 ગ્રામ બ્રાઉન રાઈસ, અડધી ચમચી અજમો, 10 ગ્રામ સફેદ કે કાળઆ તલ. આ તમામને એક સાથે મિક્સ કરીને એરટાઈટ ડબ્બામાં ભરી લો. જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે 50 ગ્રામના માપથી ખિચડી લેવી. (આ એક વ્યક્તિ માટે છે)

રીતઃ સામ્રગીને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ કૂકરમાં પ્રમાણસર પાણી તથા મીઠું ઉમેરી દો. ત્રણથી ચાર સીટીમાં ખિચડી રાંધો. કૂકર ઠંડું થાય એટલે જુઓ કે ખિચડી ચઢી છે કે નહીં. જો ના ચઢી હોય તો ફરી એક સીટી વગાડો. હવે કૂકર ઠરે એટલે જુઓ. ઉપર કોથમીરથી ભભરાવો. તૈયાર છે ડાયટ ખિચડી

કેટલી ખાવીઃ વજન ઊતારવા માટે આ ખિચડી દિવસમાં બે વાર ખાઈ શકાય છે. આ સાથે જ દિવસમાં બેવાર દૂધીનો જ્યૂસ અચૂકથી પીવો. જો તમે વજન ઘટાડવા માગો છો તો સતત બે મહિના આ જ ખિચડી ખાવ. આ ખિચડીમાં તમે ડુંગળી, લસણ અને શાકભાજી નાખી શકો છો. જોકે, ખિચડીમાં વધુ પડતું તેલ કે ઘી ના લેવું.

કેવી રીતે ખિચડી ઉતારે છે વજન?
બ્રાઉન રાઈસઃ વજન ઘટાડવા માટે વ્હાઈટને બદલે બ્રાઉન રાઈસ ખાઓ. આ મેટાબોલિઝ્મ વધારે છે અને વજન કંટ્રોલમાં રાખે છે. બ્રાઉન રાઈસથી પેટ લાંબા સમય સુધી ભરેલું હોય તેમ લાગે છે.


ફાડાઃ ઘઉંમાંથી બને છે અને એકદમ પૌષ્ટિક છે. મોટા પ્રમાણમાં વિટામિન, મિનરલ્સ તથા ફાઈબર હોય છે. બ્લડ શુગર કંટ્રોલમાં કરે છે અને વજન ઘટાડે છે.

ફોતરાવાળી દાળઃ મગની ફોતરાવાળી દાળમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન તથા ફાઈબર હોય છે. કાર્બ ઓછા હોવાથી વજન સરળતાથી ઊતરે છે અને મેટાબોલિઝ્મ વધે છે. દાળમાં આયર્ન, પોટેશિયમ તથા મેગનીઝ હોય છે.


બાજરીઃ બાજરી ગ્લૂકોઝ, કોલેસ્ટ્રોલ તથા વજન ઓછું કરે છે. બાજરી ખાવાથી વજન ઝડપથી ઘટે છે.

You cannot copy content of this page