Only Gujarat

National

કોરોના સામેના જંગમાં મંદિરોએ પણ લંબાવ્યો મદદનો હાથ, ગર્વ થશે આપણાં મંદિરો પર

નવી દિલ્લી: ભારતમાં કોરોના મહામારી દરમિયના મોટા વેપારીઓથી લઈને નાના વેપારીઓ અને સામાન્ય લોકોએ દાન કર્યું. આ દરમિયાન મંદિરો પણ આગળ આવ્યા છે. જેટલું બન્યું એટલું દાન કર્યું અથવા બીજી રીતે મદદ કરીને મહામારીને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી. આજે અમે તમને દેશના એવા જ કેટલાક મંદિરોની માહિતી આપીએ છે જેણે આ મહામારીની સામે યોગદાન આપ્યું.

માતા વૈષ્ણો દેવી મંદિર, જમ્મૂ-કશ્મીર
જમ્મૂ-કશ્મીરમાં આવેલા વૈષ્ણો દેવી મંદિરના નોન ગેઝેટેજ સ્ટાફે રાજ્યના રાહત કોષમાં પોતાનો એક દિવસનો પગાર દાનમાં આપ્યો. તો ગેઝેટેડ અધિકારીઓએ પોતાનો 2 દિવસનો પગાર દાનમાં આપ્યો. સાથએ કટરા બસ્તીમાં રાશન વહેંચવામાં આવ્યું. શ્રાઈન બોર્ડે 600 બેડનો આવાસ પણ આપ્યો.

શિરડી સાંઈબાબા ટ્રસ્ટ, મહારાષ્ટ્ર
શ્રી સાંઈબાબા સંસ્થા ટ્રસ્ટ, શિરડીએ મુખ્યમંત્રી રાહત કોષમાં 51 કરોડનું દાન કર્યું. આ સિવાય સાંઈ પ્રસાદાલયના માધ્યથી શ્રી સાંઈનાથ હોસ્પિટલ, શિરડી અનાથાલય, વૃદ્ધાશ્રમ, બધિરો માટે એક સ્કૂલ,નિરાશ્રિત અને જરૂરિયાતમંદ, પોલીસકર્મીઓ અને અન્ય લોકો માટે તમામ દર્દીઓ અને તેમના સંબંધીઓને મફતમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.

અંબાજી મંદિર, ગુજરાત
અંબાજી મંદિરે મુખ્યમંત્રી રાહત કોષમાં એક કરોડ અને એક લાખનું દાન કર્યું. સાથે લૉકડાઉનથી પ્રભાવિત લોકોને ફૂડ પેકેટ્સ આપ્યા.

સ્વામીનારાયણ મંદિર, ગુજરાત
ગુજરાતના સાત સ્વામીનારાયણ મંદિરે કુલ મળીને 1 કરોડ 88 રૂપિયા દાન કર્યા છે. એ સિવાય ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા સંચાલિત અલગ અલગ મંદિરોમાં 500 રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

સોમનાથ મંદિર, ગુજરાત
શ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાતે મુખ્યમંત્રી રાહત કોષમાં 1 કરોડનું દાન કર્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તેના અધ્યક્ષ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને એલકે અડવાણી પણ ટ્રસ્ટના સભ્ય છે.

મહાવીર મંદિર ટ્રસ્ટ, પટના
પટનાના મહાવીર મંદિર ટ્રસ્ટે રાજ્યમાં કોવિડ-19 મહામારી સામે લડવા માટે મુખ્યમંત્રી રાહત કોષમાં 1 કરોડનું દાન કર્યું છે. ટ્રસ્ટના સચિવ આચાર્ય કિશોર કુણાલે કહ્યું કે, અમારો મુખ્ય હેતુ સરકારને કોરોનાની તબાહીમાંથી ઉગારવાનો અને ગરીબોને ભોજન કરાવવાની યોજના મજબૂત કરાવવાનો છે. આ એ જ ટ્રસ્ટ છે જેણે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે, તે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે 10 કરોડ દાનમાં આપશે.

કાંચી મઠ, તમિલનાડુ
કાંચી મઠે પ્રધાનમંત્રી રાહત કોષ અને તમિલનાડુ મુખ્યમંત્રી રાહત કોષમાંથી પ્રત્યેકમાં 10 લાખ રૂપિયા આપ્યા. 21 માર્ચે એક નિવેદનમાં કહ્યું કે, રાહત ઉપાયો અને સમર્થનમાં યોગદના રૂપમાં કાંચી કામકોટિ પીતમ તરફથી આ યોગદાન આપવામાં આવ્યું છે.

દેવસ્થાન પ્રબંધન સમિતિ, કોલ્હાપુર
દેવસ્થાન પ્રબંધન સમિતિ કોલ્હાપુરે પ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરના માધ્યમથી 2 કરોડ રૂપિયાનું દાન કર્યું. ટ્ર્સ્ટના સહાયક સચિવ શિવાજી સાલ્વીએ કહ્યું કે, સીએમઆરએફને દોઢ કરોડનું દાન કરવામાં આવ્યું છે, જ્યારે 50 લાખ રૂપિયા ચિકિસ્તા સુવિધા વધારવા જિલ્લા કલેક્ટરને આપ્યા છે.

મહામાયા મંદિર ટ્રસ્ટ, છત્તીસગઢ
છત્તીસગઢના મહામાયા મંદિર ટ્રસ્ટે મુખ્યમંત્રી રાહત કોષમાં 5, 11, 000 રૂપિયા આપ્યા. સાથે જ કોરોના વાયરસના સંકટને નજરમાં રાખતા રેડ ક્રૉસ સોસાયટીમાં 1, 11, 000 રૂપિયા આપ્યા.

શ્રી માતા મનસા દેવી મંદિર, હરિયાણા
21 એપ્રિલે હરિયાણાના પંચકુલામાં આવેલા શ્રી માતા મનસા દેવી મંદિરે હરિયાણા કોરોના રાહત કોષમાં 10 કરોડનું દાન કર્યું.

You cannot copy content of this page