Only Gujarat

Sports

IPL 2020 માટે રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરે કરી સગાઈ

ઈન્ડિયન પ્રિમિયર લીગ IPL માટે ટીમ સંયુક્ત અરબ અમીરાત માટે રવાના થઇ રહી છે. આ દરમિયાન એક ભારતીય ક્રિકેટરે પોતાની સગાઇની જાહેરાત કરી છે. હાલામાં જ યઝુવેન્દ્ર સિંહ ચહલે પણ પોતાની સગાઇની જાહેરાત કરી હતી અને હવે ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકરે પણ પોતાની સગાઇની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આઇપીએલ માટે યુએઇ રવાના થતા પહેલા જ વિજય શંકરે સગાઇ કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ઓલરાઉન્ડર વિજય શંકર ટૂંક સમયમાં જ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની સાથે આઇપીએલ રમવા માટે યુએઇ રવાના થશે.

જેના થોડા સમય પહેલા જ તેઓએ સગાઇ કરવાનો નિર્ણય લીધો અને આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી સગાઇની તસવીરો પર વિજય શંકરના સાથી ક્રિકેટરોએ કોમેન્ટ કરી બધાઇ આપી છે.

વિજય શંકરે ગુરુવાર 20 ઓગસ્ટે ફેન્સને પોતાની સગાઇની જાણકારી આપી. તેઓએ વૈશાલી વિશ્વેશ્નરનની સાથે સગાઇ કરી છે. પોતાની મંગેતરની સાથે વિજય શંકરે ઇંસ્ટાગ્રામ પર બે તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં વૈશાલી લેહંગામાં દેખાઇ રહી છે. જ્યારે બીજી તસવીરમાં બંને પારંપરિક પરિધાનમાં નજર આવી રહ્યાં છે.

શંકરને આ નવી શરૂઆત માટે ભારતીય ખેલાડીઓ તરફથી બધાઇ સંદેશ પણ મળે છે. ઉલ્લેખનીય છે કે વર્ષે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા વર્લ્ડ કપ 2019માં પણ વિજય શંકર ભારતીય ટીમનો ભાગ હતા પરંતુ ઇજાને કારણે તેઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા અને પછી ક્યારેય ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યા નથી.

વિજય શંકરે વર્ષ 2018માં કોલંબોમાં શ્રીલંકા વિરુદ્ધ પોતાની ટી20 ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું. તો એક વર્ષ બાદ તેઓએ 2019માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે ડેબ્યુ કર્યું હતું. પરંતુ તેઓ વધુ સફળ થયા ન હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page