Only Gujarat

National

ભારતીય થવા પર થશે ગર્વ, આ દમદાર ગાડીઓને લીધે ભારતીય સૈન્ય 24 કલાક રહે છે સજ્જ

હાલમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે રક્ષા ક્ષેત્રોમાં 101 વસ્તુની આયાત પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. જેથી વડાપ્રધાનની આત્મનિર્ભર ભારતના અભિયાનને મદદ મળી શકે અને સ્વદેશી ઉત્પાદનોની દુનિયાની ચોથી સૌથી મોટી ભારતીય સેનામાં સામેલ કરી શકાય. જો કે કેટલાક ઉપકરણોને બાદ કરી મોટી સંખ્યામાં સ્વદેશમાં બનેલા રક્ષા ઉપકરણોને પ્રધાન્ય આપવામાં આવે છે. આપણા દેની સેના અને કેન્દ્રીય સુરક્ષાબળ પહેલાથી જ રસ્તા પરિવહન માટે સ્વદેશમાં બનેલી ગાડીનો ઉપયોગ કરી રહ્યાં છે જેમાં જંગી વાહનો અને લોજિસ્ટિક્સ પણ સામેલ છે.

ટાટા મર્લિન એલએસવીઃ આ ગાડી ખાસ સેના માટે બનાવવા આવે છે. મારુતિ જિપ્સી બાદ ટાટા મર્લિન અને ટાટા સફારીએ ભારતીય સેનામાં જગ્યા બનાવી છે. મર્લિનની છત પર 7.6 એમએમની મીડિયમ મશીનગન અને 40 એમએમના ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર લગાવવામાં આવ્યા છે. જે સરળતાથી જવાનને લઇ જવા-આવવા માટે સપ્લાઇ પણ કરવામાં મદદ કરે છે. મર્લિન બંને તરફ અને પાછળથી STANAG 4569 લેવલ-1 સુરક્ષા આપે છે. જે નાટોના STANAG 4569 લેવલ-1 સ્ટાન્ડર્ડથી સૌથી વધુ છે. ટાટા મર્લિનમાં 3.3 લીટરનું લિક્વિડ કુલ ડાયરેક્ટ ઇજેન્કશન એન્જીન આપવામાં આવ્યું છે. જે 3,200 આરપીએમ પર 185 બીએચપી અને 2,400 આરપીએમ પર 450 એનએમનો ટોર્ક જનરેટ કરે છે.

શ્રી લક્ષ્મી ડિફેન્સ સોલ્યુસન્સ વાઇપરઃ આ કંપનીના નામ પર ન જવું. આ રક્ષા ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંથી એક છે. જે સેના અને સૈન્ય વાહન, એન્ટી માઇન બુલેટ પ્રૂફ વાહન, બોડી આર્મર વેસ્ટ, બૂલેટ પ્રૂફ હેલમેટ્સ, બ્લાસ્ટ પ્રોટેક્શન સીટ્સ અને સેલ્ફ ડિફેન્સ માટે આર્મર્ડ સિસ્ટમ બનાવે છે. ભારતમાં બનતા પ્રથમ ઉચ્ચ કોટિના સૈન્ય વાહન છે. જે બૂલેટ, લેન્ડમાઇન અને બ્લાસ્ટ પ્રૂફ કેપેબિલિટીઝની સાથે આવે છે. તેનો ઉપયોગ ડિફેન્સ અને અટેક બંનેમાં કરવામાં આવે છે. જેમાં છ કમાન્ડોઝ માટે બેસવાની ક્ષમતા છે. તેની અંદરની બેલિસ્ટિક ચાદરથી નિર્મિત છે. જેમાં કારને B7+ રેટિંગવાળા આર્મરથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. કોઇપણ અથડામણ દરમિયાન તેમાં લાગેલા લોઅર પેનલ્સ બૂલેટપ્રૂફ શિલ્ડનું કામ કરે છે. આ કારમાં લોઅર આર્મર સ્ટીલ પેનલ આપવામાં આવ્યા છે જેને ઇમરજન્સીમાં હટાવી બ્લાસ્ટ શીલ્ડ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે.

મહિન્દ્રા માર્ક્સમેનઃ 26/11ના આતંકી હુમલા બાદ મહિન્દ્રાએ આ ગાડીનું નિર્માણ શરૂ કર્યું હતું. હજુ તેને ફોર્સ વન, કોલકત્તા પોલીસ, સીઆિએસએફ અને ભારતીય સેનામાં ઉપયોગમાં લેવામાં આવે છે. મહિન્દ્રાની માર્ક્સમેન એક બૂલેટ પ્રૂફ ગાડી છે જેમાં છ લોકો આરામથી બેસી સકે છે. આ કારમાં 360 ડિગ્રી વિઝિબિલિટીની સાથે અનેક ફાયરિંગ પોઇન્ટ અને મશીન ગન પોઇન્ટ પણ આપવામાં આવ્યા છે. જેમાં 2.6 લીટરનો ટર્બોચાર્ઝ્ડ CRDe ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે જે 150 બીએચપીના પાવર અને 228 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. તેની ટોપ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી અથડામણ દરમિયાન તેનો ઉફયોગ કરવામાં આવે છે. આ માત્ર હેવી બૂલેટથી જ નથી બચાવતી પરંતુ ગ્રેનેડ હુમલાને પણ સરળતાથી સહન કરી શકે છે.

મહિન્દ્રા માઇન પ્રોટેક્ટેડ વ્હીકલઃ ભારતીય સુરક્ષા દળ ટાટા એમપીવી સિવાય મહિન્દ્રા એમપીવીનો પણ ઉપયોગ કરી રહ્યું છે જેને મહિન્દ્રા એન્ડ ડિફેન્સ લેન્ડ સિસ્ટમે બનાવ્યું છે. આ ખાસ વાહનને આતંકવાદ વિરોધી અને નક્સલ વિરોધી અભિયાનોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાં 18 લોકોના બેસવાની ક્ષમતા છે અને 14 કિગ્રાનો વિસ્ફોટ સહન કરી શકે છે.

મહિન્દ્રા MEVA Straton Plus: મહિન્દ્રાએ ફોર્ડની સાથે મળી આ વાહનને બનાવ્યું છે. જેમાં ફોર્ડના f550 6.7 લીટર ટર્બોચાર્ઝ્ડ ડીઝલ એન્જીન લાગેલું છે જે 300 બીએચપીનો પાવર અને 894 એનએમનો ટોર્ક આપે છે. મહિન્દ્રાએ આ વાહનના વેરિએન્ટ બનાવ્યા છે. આ લાઇટ આર્મ્ડ વ્હીકલ (LAV) અને લાઇટ ટેક્નિકલ વ્હીકલ (LTV) વર્જનની સાથે આવે છે. જેમાં 12 લોકોને લઇ જવાની ક્ષમતા છે. જેમાં અલગથી સીટ બેલ્ટ્સ અને કેબીન એસીની સાથે ટાયર ઇફ્લેક્શન સિસ્ટમ અને હેવી ડ્યુટી સસ્પેન્શન ફિચર મળે છે. જરૂર પડ્યે તેના માફન્ટ પર હેવી મશીનગન અથવા ગ્રેનેડ લોન્ચ કરી શકાય છે.

અશોક લેલેન્ડ મીડિયમ બૂલેટ પ્રૂફ વ્હીકલ (MBPV): અશોક લેલેન્ડના આ સૈન્ય સુરક્ષા વાહનનો ઉપયોગ રેડ કોરિડોર્સ દરમિયાન ઉપયોગ થાય છે. આ વાહન 10*10 વ્હીકલ છે અને પોતાની અત્યાધુનિક બેલિસ્ટિક અને બ્લાસ્ટ પ્રોટેક્શન ફીચરના કારણે આ આઠ કિગ્રાનો ટીએનટી વિસ્ફોટક સહન કરવાની ક્ષમતા રાખે છે. સીઆરપીએફ અને પંજાબ પોલીસ, જમ્મુ-કાશ્મીર પોલીસ સ્પેશિયલ ઓપરેશનમાં ઉપયોગ કરે છે. જેમાં 360 ડિગ્રી PTZ કેમેરા લાગેલા છે. જે સર્વિલાન્સની સાથે એક કલાકનો વીડિયો રેકોર્ડિંગ પણ કરી શકે છે. આ વાહનમાં 10 લોકો સવાર થઇ શકે છે અને આ HVAC એર ડિસ્ટ્રીબ્યૂશનલ સિસ્ટમની સાથે આવે છે.

ટાટા MPV: ટાટા એમવીપીને તમે મલ્ટી પર્પઝ વ્હીકલ હોવાની ધારણા ન બાંધી લેતા. તેનું પુરુ નામ છે ટાટા માઇન પ્રોટેક્ટ વ્હીકલ. તેને પહેલા ડિફેન્સ એક્સપો 2010માં રજૂ કરવામાં આવી હતી. જેમાં એક સાથે 12 લોકો સવાર થઇ શકે છે. જેમાં એક કંડિશનિંગ સિસ્ટમ આપવામાં આવી છે. તેના રૂફ માઉન્ટેડ ટૂરેડ પર હેવી મશીનગન લગાવી શકાય છે. 4*4 ક્ષમતાની સાથે આવતા આ એમવીપી બૂલેટ, લેન્ડ માઇન, એકે 47ની ગોળીઓ અને 7.62 એમએમની ગોળી અને ગ્રેનેડ સહન કરવાની ક્ષમતા ધરાવે છે.

ટાટા કેસ્ટ્રલ (WhAP): ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે આ વાહન ખુબ જ ઉપયોગી છે. કારણ કે આ વાહન જળ અને જમીન બંને જગ્યાએ ચાલી શકે છે અને એફિબિયસ કેટેગરીનું છે. લદ્દાખ જેવા હાઇ એલ્ટીટ્યુડવાળા વિસ્તારમાં આ ખુબ જ ઉપયોગ છે. ટાટા મોટર્સના આ ડિફેન્સ ડિવિઝન, DRDO અને યુકેની કંપની સુપાકેટે સાથે મળી આ વાહનને બનાવ્યું છે. તેને ટાટા-DRDO વ્હીક્લ આર્મ્ડ પ્લેટફોર્મ અથવા WhAP પર બનાવવામાં આવ્યું છે. (WhAP = Kestrel + BMP-2) ઓછું વજન અને વધુ વિધ્વંસક ક્ષમતા આ વાહનની ખુબી છે. તેનો અમેરિકન સ્ટ્રાઇકર અને હમવી જેવી ગાડીઓ સાથે ટક્કર છે. તેનું વજન માત્ર 25 ટન છે જ્યારે ટી-72 અથવા ટી-92 જેવા મેન બેટલ ટેન્કનું વજન 70 ટન સુધી હોય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page