Only Gujarat

Business

મોદી સરકારની આ યોજનામાં રોજના 2 રૂપિયાનું કરો રોકાણ ને મળશે આટલા રૂપિયા

અસંગઠિત વિસ્તારના વર્ક્સને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા આપવા માટે સરકારે વડાપ્રધાન શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે. જે અંતર્ગત સરકાર 15 હજાર રૂપિયાથી ઓછી આવકવાળા મજૂરોને 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયા પ્રતિ મહિને પેન્શન આપશે. આ યોજના માટે તમે દર મહિને માત્ર 55 રૂપિયા રોકાણ કરશો તો મહિને 3000 રૂપિયાનું પેન્શન મેળવી શકશો.

આ યોજના અંતર્ગત અસંગઠિત વિસ્તારના વર્કર્સને 60 વર્ષની ઉંમર બાદ ત્રણ હજાર રૂપિયા પેન્શન મળે છે. યોજના અંતર્ગત જેટલું કોન્ટ્રીબ્યૂશન દર મહિને લાભાર્થી કરે છે તેટલું જ સરકાર તેમાં જોડે છે. એટલે કે જો તમારું કોન્ટ્રીબ્યૂશન 100 રૂપિયા છે તો સરકાર પણ તેમાં 100 રૂપિયા જોળશે.

આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે છે. જેમાં ઘર કામ કરતા, રેકડી લગાવતા દુકાનદાર, ડ્રાઇવર, પ્લંબર, દરજી, મિડ ડે મીલ વર્કર, રિક્શા ચાલક, નિર્માણ કાર્ય કરનારા મજૂર, કચરો વીણતા લોકો, બીડી બનાવનારા, હથકરધા, કૃષિ મજૂર, મોચી, ધોબી, ચામડાના મજૂરોનો સમાવેશ થાય છે. સંપૂર્ણ લિસ્ટ માટે સરકારી અધિકારીનો સંપર્ક કરવો.

યોજના માટે અસંગઠિત વિસ્તારના મજૂરનની આવક 15,000 રૂપિયાથી વધુ ન હોવી જોઇએ. સેવિંગ બેંક એકાઉન્ટ અથવા જન-ધન એકાઉન્ટનો પાસપોર્ટ અને આધાર નંબર હોવો જોઇએ. ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઇએ. પહેલાથી કેન્દ્ર સરકારની કોઇ અન્ય પેન્શન સ્કીમનો ફાયદો ન લીધો હોવો જોઇએ.

આ યોજનાના નિયમોની વાત કરીએ તો પોતાના ભાગનું રોકાણ કરવામાં ચૂક થઇ જાય તો પાત્ર સભ્યને વ્યાજની સાથે બાકીની રકમ ભુગતાન કરવા કોન્ટ્રીબ્યૂશનને નિયમીત કરવાની અનુમતી હશે. આ વ્યાજ સરકાર નક્કી કરશે. યોજના સાથે જોડાવાની તારીખ 10 વર્ષની અંદર સ્કીમથી નીકળવા ઇચ્છુક છે તો માત્ર તેટલા ભાગનું યોગદાન સેવિંગ બેંકના વ્યાજદર પર તેને પરત કરવામાં આવશે.

જો પેન્શભોગી સ્કીમમાં 10 વર્ષ બાદ પરંતુ 60 વર્ષ પહેલા યોજના બંધ કરાવવા માગે છે તો તેને પેન્શન સ્કીમમાંથી કમાયેલા વાસ્તવીક વ્યાજની સાથે તેના ભાગનું યોગદાન પરત કરવામાં આવશે. કોઇ કારણોસર સભ્યનું મૃત્યુ થઇ જાય તો તેના જીવનસાથીની પાસે સ્કીમ ચલાવવાનો વિકલ્પ હશે. આ માટે તેને નિયમિત યોગદાન કરવું જરૂરી છે.

આ સિવાય જો આ યોજના અંતર્ગત પેન્શન મેળવનારનું 60 વર્ષ બાદ મૃત્યુ થઇ જાય તો તેના નોમીનીને 50 ટકા પેન્શન મળશે. 60 વર્ષની ઉંમરથી પહેલા અસ્થાયી રૂપથી વિકલાંગ થવા પર સ્કીમમાં યોગદાન કરવામાં સમર્થ હોય તેની પાસે સ્કીમના વાસ્તવિક વ્યાજ સાથે પોતાના ભાગનું યોગદાન લઇ સ્કીમાંથી બહાર જવાનો વિકલ્પ હશે.

શ્રમ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 18 વર્ષના અરજદારને 55 રૂપિયા મહિના જમા કરાવવા પડશે. 19 વર્ષના અરજદારને 58 રૂપિયા જમા કરાવવાના રહેશે. 20 વર્ષના વ્યક્તિને 61 રૂપિયા જમા કરાવવાના હશે. 21 વર્ષના વ્યક્તિને 64 રૂપિયા, 22 વર્ષના વ્યક્તિને 68 રૂપિયા, 23 વર્ષની વ્યક્તિને 72 રૂપિયા, 24 વર્ષની વ્યક્તિને 76 રૂપિયા, 25 વર્ષની વ્યક્તને 80 રૂપિયા, 26 વર્ષની વ્યક્તિને 85 રૂપિયા, 27 વર્ષની વ્યક્તિને 90 રૂપિયા, 28 વર્ષની વ્યક્તિને 90 રૂપિયા દર મહિને ચૂકવવાના રહેશે.

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનામાં રજિસ્ટ્રેશન માટે કોમન સર્વિસ સેન્ટર પર જવાનું રહેશે. ત્યારબાદ ત્યાં આધારકાર્ડ અને બચત ખાતું અથવા જનધાન ખાતું જે પણ તેની જાણકારી આપવી પડશે. પ્રૂફ તરીકે પાસબૂક, ચેકબૂક અથવા બેંક સ્ટેટમેન્ટ દેખાડી શકો છો. ખાતું ખોલતી વખતે નોમિની પણ રજૂ કરવો ફરજિયાત છે. એક વખત તમારી ડિટેઇલ કોમ્પ્યુટરમાં દાખલ થઇ ગયા બાદ મંથલી કોન્ટ્રીબ્યૂશનની જાણકારી ખુદ મળી જશે. ત્યારબાદ તમારે પોતાના શરૂઆતના હપ્તા કેસમાં આપવા પડશે ત્યારબાદ તમારું ખાતું ખુલી જશે અને શ્રમ યોગી કાર્ડ મળી જશે. તમે આ જાણકારી 1800 267 6888 ટોલ ફ્રી નંબર પર લઇ શકો છો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page