Only Gujarat

Business FEATURED

અચૂકથી મળી જાય છે નોકરી ને એ પણ સારા એવા પગારથી, કરો આ કોર્સ

નવી દિલ્હીઃ જો આપ બિઝનેસ ફિલ્ડમાં રસ ધરાવતા હો અને દેશ વિદેશના અર્થતંત્ર પર આપની નજર રહેતી હોય તો આપ ઇન્ટરનેશનલ બિેઝનેસમાં આપની કારર્કિદી બનાવી શકો છો. હાલ ગ્લોબલ વર્લ્ડ બિઝનેસ એક્સપર્ટમાં સારી ડિમાન્ડ છે. આજે સમગ્ર દુનિયા ગ્લોબલ વિલેજ બની ગઇ છે. આ સ્થિતિમાં ગ્લોબલ બિઝનેસના નવા વિકલ્પ પણ સામે આવી રહ્યાં છે. ગ્લોબલાઇઝેશનના આ સમયમાં ભારત તેમના પાડોશી મિત્રો દેશો સાથે ટ્રેડ રિલેશન્સ સાથે જોડાયેલો છે. ઇન્ટરનેશનલ બિઝનેસ ઓપરેશનન્સમાં કોર્સ કરવાનો ઉદેશ સ્ટૂડન્ટસને સમગ્ર દુનિયાના અર્થતંત્ર વિશે જાણકારી આપવાનો છે.


આ કોર્સનો ઉદેશ દેશની અર્થ વ્યવસ્થાઓની પરસ્પર નિર્ભરતા અને આંતિરક સંબંધો વિશે જાણકારી આપવાનો છે. આ એક ગ્રોઇંગ મેનેજમેન્ટ ફિલ્ડ છે. જે આપને દુનિયાના દેશોનો પ્રવાસ કરવાનો અને જુદા જુદા ક્લાયન્ટ સાથે સંપર્ક કરવાનો મોકો આપે છે. આ ડોમેન મેનેજમેન્ટનો કોર્સ-કલ્ચર આસ્પેક્ટસ પર ફોક્સ કરે છે.


શું હોય છે વર્ક પ્રોફાઇલઃ એક ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજરનું કામ બિઝનેસ ડેવલપમેન્ટ માટે સ્ટ્રેટેજિક પ્લાન્સ તૈયાર કરવાનું અને તેને મેનેજ કરવાનું પણ છે. આ સાથે ઇન્ટરનેશનલ ટ્રેડ સાથે જોડાયેલ પ્રશ્નનોને સમજવા અને તેનું નિરાકરણ લાવવાની પણ તેમની જવાબદારી હોય છે. આ સાથે યજમાન દેશના બિઝનેસ ટર્મ્સને સમજવા માટે પોતાના ક્લાયન્ટની મદદ કરવી અને બિઝનેસના કામકાજને સરળ બનાવવાનું મુખ્ય કામ છે. આ તમામ પ્રયાસથી વિદેશી ક્લાયન્ટ આપણા દેશમાં ઇન્વેસ્ટ કરવામાં રસ દાખવશે.

લાયકાત અને કોર્સિસ વિશે માહિતીઃ ઇન્ટરનેશનલ બિઝનેસમાં અનેક કોર્સ છે. આ કોર્સ કરીને આપ ઇન્ટરનેશનલ બિઝનેસની વર્તમાન સ્થિતિને સારી રીતે સમજી શકો છો.

ડિપ્લોમાઃ આપ ધોરણ 10માં અને ધોરણ 12 બાદ ઇન્ટરનેશનલ બિઝનેસમાં ડિપ્લોમા કરી શકો છે.આ ડિપ્લોમા કોર્સ એક વર્ષ કે તેનાથી વધુ વર્ષનો પણ હોઇ શકે છે.

અન્ડરગ્રેજ્યુએટ ડિગ્રીઃ આપ ઇન્ટરનેશનલ બિઝનેસમાં બીબીએ અથવા તો ઇન્ટરનેશનલ બિઝનેસમાં બીબીએમ પણ કરી શકો છો. આ ગ્રેજ્યુએશન કોર્સ ત્રણ વર્ષનો હોય છે. આ કોર્ષ માટે આપને ઓછામાં ઓછો 50 ટકા માર્કસ સાથે 12 ધોરણ પાસ હોવું અનિવાર્ય છે.

પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રીઃ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ પર આઇબી એટલે કે ઇન્ટરનેશન બિઝનેસ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે એમબીએ અથવા તો માસ્ટર ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ એટલે એમઆઇબી કરી શકે છે. આ 2 વર્ષનો કોર્ષ હોય છે. આ માટે આપની પાસે અન્ડર ગ્રેજ્ચુએટની ડિગ્રી હોવી જરૂરી છે.

ડોક્ટરેટ ડિગ્રીઃ આપ ઇન્ટરનેશનલ બિઝનેસમાં પીએચડી પણ કરી શકો છો. પીએચડી આમ તો 3થી4 વર્ષમાં પૂર્ણ થાય છે. જો કે થીસિસી કેટલા સમયમાં પૂરુ થાય છે. તેને લઇને તેમની સમયસીમા નક્કી થાય છે. પીએચડી કરવા માટે આપની પાસે પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી અનિવાર્ય છે.

એન્ટ્રેસ એક્ઝામ અને કોલેજઃ અન્ડર ગ્રેજ્યુએટ કોર્સ માટે એક્ઝામઃ 1. એનએમ આઇએમએસ મેનેજમેન્ટ એપ્ટીટ્યૂડ (અન્ડર ગ્રેજ્યુએટ) 2. ગુરુગોવિંદસિંહ ઇન્દ્રપ્રસ્થ વિશ્વ વિદ્યાલય કોમન એન્ટ્રેસ ટેસ્ટ 3. દિલ્લી વિશ્વ વિદ્યાલય જોઇન્ટ એન્ટ્રેસ ટેસ્ટ 4. ક્રાઇસ્ટ યુનિવર્સિટી બીબીએ એન્ટ્રેસ એક્ઝામ 5. સિમ્બાયોસિસ એન્ટ્રેસ ટેસ્ટ

પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે એક્ઝામઃ 1. સીટીએ 2. એક્સએટી 3. સીએમએટી 4. આઇઆઇ એફટી 5. એસએનએપી

પીએચડી માટે એક્ઝામઃ -ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ સ્ટડી, આઇઆઇટી દિલ્લી એન્ટ્રેસ એક્ઝામ 1. ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ સ્ટડી 2. દિલ્લી વિશ્વ વિદ્યાલય, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડી એન્ટ્રેસ એક્ઝામ 3. ઇન્ડિયન ઇન્સ્ટિ્ટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ એન્ટ્રેસ એક્ઝામ 4. ક્રાઇસ્ટ યુનિવર્સિટી ઓફ એન્ટ્રેસ એક્ઝામ 5. નરસી મોન્જી ઇન્સ્ટિ્ટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ટ્રેસ એક્ઝામ

ટોપ કોલેજ /ઇન્સ્ટટ્યૂટઃ 1. ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ 2. ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગલોર 3. ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કોલકતા 4.ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ લખનઉ 5. ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ ટેકનોલોજી, મુંબઇ 6. ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કોઝીકોડ 7. ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ ટેકનોલોજી, ખડગપુર 8. ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ, દિલ્લી 9. જેવિયર લેબર રિલેશન્સ ઇસ્ટિટ્યૂટ, જમશેદપુર  10, મેનેજમેન્ટ ડેવલમેન્ટ ઇન્સ્ટીટ્યૂટ, ગુડગાંવ

ઇન્ટરનેશનલ બિઝનેસમાં સબ-સ્પેશલાઇઝેશન્સઃ ઇન્ટરનેશનલ બિઝનેસ ફિલ્ડમાં સ્ટડી ગ્લોબલ બિઝનેસ મુજબ કરાવવામાં આવે છે. જેમાં સ્ટૂડન્ટસની વિચારસરણી અને વિશ્લેષણ સંબંધી સ્કિલને વધુ મજબૂત બનાવવામાં આવે છે. અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટીઝમાં ઇન્ટરનેશનલ બિઝનેસ ગ્રેજ્યુએટસેને ઇન્ટરનેશનલ સપ્લાઇ ચેન મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ માર્કેટિંગ, ફાઇનેંશલ ડેરીવેટિવ્સ અને રિસ્ક મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ ટ્રેડની ફાઇનેંસિંગ, બિઝનેસ માટે ફોરેન લેગ્વેજ જેવા વિષય ભણાવવામાં આવે છે.


સેલેરી અને રિક્રૂટર્સઃ આજના સમયમાં ઇન્ટરનેશન ફિલ્ડમાં કેરિયર બનાવવું ખૂબ જ શાનદાર ઓપ્શન છે. બધા જ દેશ ફાઇનાશ્યિલ ટ્રેડ રિલેશન્સને પ્રોત્સાહન આપી રહ્યાં છે. પરસ્પર સારા બિઝનેસ રિલેશન જળવાય રહે માટે આ ફિલ્ડમાં પ્રોગ્રેસ કરવાની સારી તકો છે. આ ફિલ્ડમાં જેમ જેમ આપનો અનુભવ વધે છે. તે રીતે આપની સેલેરી પણ વધતી જાય છે. આ ફિલ્ડમાં એક ફ્રેશરને શરૂઆતમાં 2થી 3 લાખનું વાર્ષિક પેકેજ મળે છે. પાંચ વર્ષના અનુભવ બાદ પાંચ લાખનું પેકેજ થઇ જાય છે. 10 વર્ષના અનુભવ બાદ આપનું પેકેજ 15 લાખ કે તેનાથી પણ વઘુ થઇ જાય છે. નીચે કેટલીક ટોપ કંપનીના નામ આપેલ છે. જેમાં આપને સારી જોબ મળી શકે છે. 1. ભારતી એરટેલ 2. વિપ્રો 3. એક્સેચર 4.આર્ઇસીઆર્ઇસી બેન્ક 5. ટીસીએસ 6. કેપીએમજી 7.એમેજોન 8. કેપજેમિની 9.ડેલૉયટ 10. ગોલ્ડનમેન સૈશ્સ 11. એચએસબીસી 12. કોગ્નિજેંટ

જોબ પ્રોફાઇલ્સઃ ઇન્ટરનેશનલ બિઝનેસમાં એમબીએ કર્યાં બાદ આપ ઇન્ટરનેશનલ બિઝનેસ કન્સલટેન્ટ એક્સપર્ટ મેનેજર્સ એન્ડ એક્ઝ્યુક્યુટિવ્સ, ગ્લોબલ બિઝનેસ મેનેજર, ઇન્ટરનેશન બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ મેનેજર, ઇન્ટરનેશનલ લોજિસ્ટિક્સ મેનેજર, ઇન્ટરનેશનલ બ્રાન્ડ મેનેજરના પ્રોફાઇલ પર કામ કરી શકો છો.

You cannot copy content of this page