Only Gujarat

Gujarat

ઈજિપ્તના રાજાએ પાટણના આ ગામના પરિવારને કરોડોના કિંમતી ખજાનાની ચાવી સોંપી હોવાની વાત

પાટણના જુના બાદીપુર ગામની સીમામાં ઇજિપ્તના રાજાએ પોતાનો ખજાનો ભૂગર્ભમાં દાટ્યો હોવાના દાવા વચ્ચે મંદિરના પરિસરમાં અજાણ્યા શખ્સોએ ખજાનાની શોધખોળના બહાને ખોદકામ કરી દીધું. આ મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.

ભેમોસણ ગામના રહેવાસી અને પાટણના વેપારી સોવનજી જીવણજી ઠાકોર અને નટુજી ઠાકોરનું માનીએ તો તેમના માયા પરિવારના પૂર્વજો ઇજીપ્તમાં રાજવીઓનાં ખજાનાનું રક્ષણ કરતા હતા. આ ખોદકામના બનાવ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, મૂળ ભેમોસણ ગામના અને હાલ પાટણમાં વ્યવસાય કરતા વનજી જીવણજી ઠાકોર અને નટુજી ઠાકોરના કહેવા પ્રમાણે તેમના માયા પરિવારના પૂર્વજો ઇજિપ્તમાં રહેતા હતા અને ત્યાંના રાજવીના ખજાનાનું રક્ષણ કરતા હતા. જ્યારે ઇજિપ્ત શાસન તબક્કાવાર નાશ પામવા લાગ્યું ત્યારે રાજાએ માયા રક્ષકોને ખજાનો અને તેની ચાવી સોંપી દીધી હતી.

આ ખજાનો જુના બાદીપુરની જગ્યામાં તેમની જમીનમાં ભૂગર્ભમાં સંતાડેલો હોવાનું તેમનું માનવું છે. તેમનો એવો પણ દાવો છે કે મુજબ ખજાનાની ચાવી પણ તેમની પાસે હાલમાં છે. પરંતુ તેઓ આ ખજાના સુધી પહોંચે તે પહેલા ખજાનો શોધવા માટે અજાણ્યા લોકો આવીને અવારનવાર ખોદકામ કરી જતા રહે છે. મંગળવારે પણ કોઈ અજાણ્યા ઇસમોએ ખજાનાની શોધમાં ખોદકામ કર્યું હોવાની શક્યતા છે.

પહેલી ડિસેમ્બરના રોજ સવારે હરિહર મહાદેવના પુજારી નિત્યક્રમ પ્રમાણે પૂજા કરવા જતા મહાદેવના મંદિરના પ્રાંગણમાં ખોદકામ કરવામાં આવ્યું હોવાનું તેમની જાણમાં આવ્યું હતું. આ સમાચાર મળતા જ માયા પરિવારના સભ્યો પણ મંદિર દોડી ગયા હતા અને જઈને તપાસ કરી તો ખોદકામ થયેલું હતું. પહેલી નજરે કોઈકે તાંત્રિક વિધિ કરી હોવાનું પણ લાગતું હતું.

આ મામલે મંગળવારે સોવનજી ઠાકોરે ખજાના અને જગ્યાનું રક્ષણ કરવા કલેકટર અને પોલીસને રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કે આ જગ્યા પર ઈજિપ્તના રાજાનો ખજાનો અમારા વડવાઓએ દાટેલો છે. જેની રક્ષા કરાઈ રહી છે. અગાઉ પણ આ ખજાના માટે કેટલાક શખ્સોએ ખાનગીમાં ખોદકામ કર્યું હતું. પરંતુ કંઈ હાથ લાગ્યું ન હતું. તેથી આ ખજાનાની રક્ષા કરવી હવે સરકારની જવાબદારી છે.

માયા પરિવારના એક સભ્યે જણાવ્યું કે ખોદકામ કેમ કરવામાં આવ્યું તે હજુ નક્કી નથી. કોઈ શખ્સોએ તાંત્રિક વિધી પણ કરી હોય તેવી પણ સંભાવના છે. જો કે આ વિષય તપાસનો હોઈ પોલીસમાં અરજી આપી યોગ્ય કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

You cannot copy content of this page