Only Gujarat

Gujarat

સુરત: ગર્ભવતી યુવતીને તેના જ સાથીએ પતાવી દીધી, લાશને યુવતીના પિતાના ખેતરમાં દાટી

સુરત: બારડોલી તાલુકામાં એક ખૂબ જ હીચકારો બનાવ સામે આવ્યો છે. કરોડપતિઓના બાબેન ગામની સ્વરૂપ યુવતીની ખેતરમાં દટાયેલી અને કોહવાયેલીમાં લાશ મળી આવી છે. યુવતી છેલ્લાં પાંચ વર્ષથી એક યુવક સાથે લીવ-ઈન સંબંધમાં રહેતી હતી. યુવકે આડાસંબંધના ઝઘડામાં યુવતીને પતાવીને દાટી દીધી હતી. પાંચ મહિનાની ગર્ભવતી રશ્મિને થોડાંક દિવસે પહેલાં જ ચિરાગની પહેલી પત્નીએ ઘરે આવી માર પણ માર્યો હતો.

આ હાઈપ્રોફાઈલ કેસની વિગત મુજબ મૂળ કિકવાડ ગામની 28 વર્ષીય રશ્મિ જયંતિ કટારિયાને ગામના જ ચિરાગ પટેલ નામના પરણિત યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો.બંને લીવ-ઈનમાં રહેતા હતા. રશ્મિ બાબેન ગામના લકઝરીયા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી હતી. ચિરાગ અને રશ્મિને એક ત્રણ વર્ષનો દીકરો જીત છે.

દરમિયાન ગત્ 15મી નવેમ્બરના રોજ રશ્મિ કટારિયા અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી. જે અંગે રશ્મિના પિતા જયંતીભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગુમ થનારી રશ્મિને 3 વર્ષીય પુત્ર અને 5 માસનો ગર્ભ હોઈ ઘર છોડી જવા અંગે પોલીસને શંકા હતી.

રશ્મિ પાંચ વર્ષથી ચિરાગ પટેલ નામના યુવાન સાથે લીવ-ઈન રિલેશનશિપમાં રહેતી હોવાથી પોલીસે શંકારે આધારે ચિરાગ પટેલની કડક પૂછપરછ આદરી હતી. પૂછપરછમાં ભાંગી પડેલા ચિરાગે હત્યાની વાત કબૂલી લીધી હતી. ચિરાગે રશ્મિનું ગળું દબાવી હત્યા કરી હોવાનું અને લાશ રશ્મિના પિતાના વાલોડ ખાતે આવેલા ખેતરમાં ખાડો ખોદી દફનાવી હોવાની કબૂલાત કરી હતી.

ચિરાગની કબૂલાતના આધારે પોલીસે વાલોડ સ્થિત ખેતરમાં જેસીબી અને મજૂરો દ્વારા ખોદકામ કર્યું હતું. જેમાં રશ્મિને કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ચિરાગની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં રશ્મિની હત્યા પાછળ આડા સંબંધ કારણભૂત હોવાનું કહેવાઈ રહ્યું છે. રશ્મિનું ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશ તાડપત્રીમાં વીંટાળીને કારમાં મૂકી દીધી હતી. બાદમાં ખેતરે જેસેબીથી ખાડો ખોદેલો હતો તેમાં દાટી દીધી હતી. એટલું જ નહીં લાશના ઝડપી નિકાલ માટે તેના પર મીઠું પણ નાંખ્યું હતું.

પોલીસ અન્ય લોકોની સંડોવણીની પણ આશંકા વ્યક્ત કરી રહી છે, કેમ કે એકલા હાથે હત્યા કર્યા બાદ તેને કારમાં મૂકી નવા ફળિયા સુધી લઈ જઈ મૃતદેહને દાટવો મુશ્કેલ કામ છે. આથી પોલીસે બીજાની સંડોવણની દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ રશ્મિના પિતા જયંતીભાઈએ જણાવ્યું હતું કે તેની દીકરી રશ્મિ ચિરાગ સાથે છેલ્લાં 5 વર્ષથી લક્ઝરિયા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી હતી. છેલ્લાં થોડાંક દિવસથી બંને વચ્ચે સામાન્ય બાબતમાં ઝઘડા થવા લાગ્યા હતા. ચિરાગની માતા સંગીતાબેન અને તેની પ્રથમ પત્ની ધરતીએ ત્રણ મહિના પહેલાં ઘરે આવીને રશ્મિને માર પણ માર્યો હતો.

You cannot copy content of this page