Only Gujarat

International TOP STORIES

ફક્ત આટલા દિવસમાં બનીને તૈયાર થઈ જશે ઓક્સફોર્ડની કોરોના વેક્સિન

આખી દુનિયામાં કોરોના વાયરસનાં 2.5 કરોડ મામલાઓ સામે આવી ચૂક્યા છે. જ્યારે 8.47 લાખથી વધારે લોકોનાં મોત થયા છે. એવામાં દુનિયાભરની નજરો ઓક્સફોર્ડની યુનિવર્સિટી ઉપર ટકેલી છે. વેક્સિનનું ટ્રાયલ છેલ્લાં તબક્કામાં છે. કહેવાઈ રહ્યું છે કે, બધુ બરાબર રહ્યું તો ઓક્સફોર્ડની વેક્સિન ફક્ત 6 સપ્તાહમાં એટલેકે 42 દિવસમાં તૈયાર થઈ જશે.

Express.co.ukમાં છપાયેલાં રિપોર્ટ મુજબ, બ્રિટનની સરકારનાં એક સૂત્રએ મીડિયાને જણાવ્યું કે, ઓક્સફોર્ડ યૂનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો વેક્સિન બનાવવાની નજીક પહોંચી ગયા છે.

જ્યારે બ્રિટનમાં વેક્સિન પ્રોડક્શનની તૈયારીઓ લગભગ પુરી થઈ ચૂકી છે. ગ્રીન સિગ્નલ મળ્યા બાદ ઘણા ઓછા સમયમાં બ્રિટનનાં લોકોને વેક્સિન મળી જશે. જોકે, બ્રિટનની સરકારનું હજી સુધી તેને લઈને કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી.

સંડે એક્સપ્રેસનાં રિપોર્ટ મુજબ, બધું બરાબર રહેશે તો આગામી 6 સપ્તાહમાં ઓક્સફોર્ડની રસી બનીને તૈયાર થઈ જશે. વેક્સિન પ્રોગ્રામ સાથે જોડાયેલાં એક અધિકારીએ જણાવ્યુકે, વેક્સિન બન્યા બાદ લાખો ડોઝ બનાવવાની જરૂર છે. એટલા માટે તેના ઉત્પાદનની સુવિધા પણ તૈયાર કરી લેવામાં આવી છે.

અધિકારી મુજબ, આશા છેકે, ક્રિસમસ પહેલાં વેક્સિનનાં ટ્રાયલનાં પરિણામ આવી જશે. ઉલ્લેખનીય છેકે, ઓક્સફોર્ડની વેક્સિનથી ભારતને ઘણી બધી આશાઓ છે. વાસ્તવમાં વેક્સિન બનાવવા માટે ઓક્સફોર્ડે ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ સાથે કરાર કર્યો છે.

કોરોના વેક્સિન બનાવવા માટે સીરમ ઈન્સ્ટીટયૂટે પણ તેની કમર કસી છે. માનવામાં આવી રહ્યુ છેકે, વૈજ્ઞાનિકોને ગ્રીન સિગ્નલ મળ્યા બાદ મોટાપાયે તેનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page