Only Gujarat

Gujarat

‘અમારી વચ્ચે આવીશ તો તને અને બાળકોને મારી નાખીશ’,પત્નીના પ્રેમીની પતિને ધમકી

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં પતિ, પત્ની અને વો નો ચોંકાવવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીના પ્રેમીએ પતિને તથા બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જ્યારે આ વાતની ફરિયાદ કરવા માટે પતિ તેના સસરા પાસે ગયો ત્યારે સસરાએ પોતાની દીકરીને સમજાવવાના બદલે જમાઈને જ ખખડાવી નાખ્યો. આ મામલે પતિએ પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

હાલમાં માધુપુરા વિસ્તારમાં માતાપિતા સાથે રહેતા આધેડ વયના પુરુષ તેમની પત્ની અને બાળકો સાથે નવાવાડજમાં રહેતા હતા. પત્નીને અન્ય વ્યક્તિ સાથે છેલ્લા કેટલાય સમયથી પ્રેમ સંબંધ હોવાની જાણ પતિને હતી. પરંતુ તેઓ પુરાવા સાથે બંનેને પકડવા ઈચ્છતા હતા. ગત 25 એપ્રિલે બપોરે પત્ની દવા લેવાના બહાને ઘરની બહાર નીકળી હતી. જેથી પતિને શંકા જતા તેઓ પત્નીની પાછળ ગયા હતા. તે સમયે તેની પત્ની નવાવાડજ AMCના ખુલ્લા પ્લોટમાં પ્રેમીની બાહોપાશમાં મળી આવી હતી. પતિએ ત્યાં પહોંચી પત્નીને કહ્યું હતું કે અહીં શું કરે છે. પતિને જોતા પહેલા તો તેમના હોશકોશ ઉડી ગયા.

પોતાની ચોરી પકડાઈ જતાં પત્ની અને તેનો પ્રેમી બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. પ્રેમીએ તેને ધમકાવ્યો હતો કે છેલ્લા કેટલાય સમયથી બંને એકબીજાને પ્રેમ કરે છે. જો તે કઈ કરશે તો તેને અને તેના બાળકોને જાનથી મારી નાંખશે. પત્નીએ પણ પ્રેમીના સૂરમાં સૂર પુરાવ્યો હતો અને કહ્યું હતું કે કે તે પણ પ્રેમીને પ્રેમ કરે છે. તારાથી થાય તે કરી લે. બપોરે ઘરે આવી ગયા બાદ સાંજે પત્નીએ પતિની સાથે ઝઘડો કરી અને પતિને ઘરની બહાર કાઢી મુક્યો હતો.

વાત આટલેથી અટકતી નથી. જ્યારે આ બાબતે પતિ સાસુ- સસરા જોડે વાત કરવા ગયા ત્યારે સસરાએ પણ બોલાચાલી કરી જમાઈ સાથે મારામારી કરી હતી. સસરાએ કહ્યું હતું કે, તું સમાજમાં બહુ દોડે છે તું અમારું કશું બગાડી નહિ શકે. જો કહી જીવતા રહેવું હોય તો મારી દીકરીને છૂટાછેડા આપી દે તેમ કહી દીધું હતું. આ મામલે પતિએ પત્ની અને પ્રેમી સામે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You cannot copy content of this page