Only Gujarat

Gujarat

વિઠ્ઠલ રાદડિયા પોતાના બધાં જ વાહનો પર કેમ લખાવતાં હતાં ‘વૈભવ’ નામ? જાણો કારણ

રાજકોટ: સૌરાષ્ટ્રના ખુબ જ લોકપ્રિય નેતા વિઠ્ઠલ રાદડિયાના નિધન બાદ લોકો તેમના ભૂતકાળના સંસ્મરણો યાદ કરી રહ્યા છે. ગુજરાતના ઘણાં ઓછા લોકોને ખબર હશે કે વિઠ્ઠલભાઈ રાદડીયાએ તમામ વાહનોની ઉપર ‘વૈભવ’ નામ લખાવ્યું હતું. તેઓ શા માટે વૈભવ લખાવતાં હતાં તે જાણવું પણ રસપ્રદ છે.

વિઠ્ઠલભાઈ રાદડિયાને ચાર પુત્રો છે જેમાંથી નાનો પુત્ર વૈભવ હતો જે તેમને ખૂબ જ વ્હાલો હતો. ખૂબ જ યુવાન વયે જ વૈભવનું મૃત્યુ થયું હતું જેના કારણે તેઓ આઘાતમાં સરી પડ્યા હતાં. ત્યાર બાદ તેમના બીજા પુત્રનું પણ હાર્ટ એટેકથી અવસાન થયું હતું કે તેમને ત્યાં એક બાબો એક-બેબી એમ બે સંતાનો પણ હતા. તેમના માટે વધુ આઘાતજનક વાત એ હતી કે પુત્રવધૂને દીકરી માનીને પોતાના મૃત્યુ પામેલા પુત્રના મિત્રની સાથે પુત્રવધુ મનીષાના લગ્ન કર્યાં હતાં.

થોડા સમયમાં જ તેમના પાંચ વર્ષના પુત્રનું પણ કેન્સરથી મોત નિજપ્યું હતું. આ આઘાત તેઓ સહન કરી શક્યા નહતા. ત્યાર બાદ તેમની તબિયત થોડી બગડવા માંડી હતી અને તેમનો ઉત્સાહ પણ ઓછો થઈ ગયો હોય તેવું લાગતું હતું.

તેવી સ્થિતિમાં પણ તેઓ પોતાના નાના પુત્ર વૈભવને કોઈ હિસાબે ભૂલી શક્યા ન હતા. આથી તેઓએ તેમની યાદગીરી માટે પોતાના તમામ વાહનો પર લાડકા પુત્ર વૈભવનું નામ લખાવ્યું હતું. આજે પણ વિઠ્ઠલ રાદડિયાના તમામ વાહનો પર વૈભવ નામ વાંચી શકાય છે.

You cannot copy content of this page