Only Gujarat

Gujarat

ઠક્કર ખમણવાળાની પુત્રવધૂની હત્યાને લઈ પતિની ચોંકાવનારી કબૂલાત, પોલીસના પણ હોંશ ઉડી ગયા

વલ્લભવિદ્યાનગર : બોરસદના અગ્રણી ઠક્કર ખમણ પરિવારની ૩૫ વર્ષીય પુત્રવધુ રોક્ષા ઉર્ફે નિશાના ગત ૧૮મીએ નીપજેલા શંકાસ્પદ મૃત્યુના કિસ્સામાં ગતરોજ ગ્રામ્ય પોલીસે મૃત્તક યુવતિના ભાઇ ધવલ ગંગદેવની ફરિયાદના આધારે પતિ અમિત ઠક્કર, સાસુ-સસરા સહિત ૭ સાસરિયાઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા સમગ્ર પ્રકરણે શહેરમા ટૉક ઓફ ધી ટાઉન ચર્ચાઓ જગાવી છે.

બોરસદના ઠક્કર ખમણ પરિવારના અમિત ઠક્કરના પત્ની રોક્ષા ઉર્ફે નિશાના શંકાસ્પદ મૃત્યુની ઘટનામાં પરિણીતાના ભાઇએ પોતાની બહેનનું ગળુ દબાવીને હત્યા કરવામા આવી હોવાની શંકા વ્યક્ત કરી હતી. તેઓના જણાવ્યાનુસાર પોસ્ટ મોર્ટમ રિપોર્ટમા ગળાના ભાગે દબાણ આવવાથી મૃત્યુ નિપજ્યુ હોવાનુ ખુલવા પામ્યુ છે. પરંતુ સાસરિયાઓ બાથરૂમમાં પડી જવાથી મોત નિપજ્યુ હોવાનુ જણાવતા કોકડું ગુચવાયું હતું.

ત્યારે ગતરોજ મૃત્તક યુવતિના ભાઇ ધવલ ગંગદેવનાઓએ બોરસદ ગ્રામ્ય પોલીસમથકે પહોંચી જઇને સમગ્ર વિગતો રજુ કરીને ફરિયાદ નોંધાવી છે. જેમા જણાવ્યાનુસાર પોતાની બહેનને સાસરિયાઓએ જણાવેલ કે તને રસોઇ કરતા આવડતી નથી. તારી માતાની જેમ તું પણ ગાંડી થઇ જા એટલે અમને તારાથી મુક્તિ મળે એમ કહીને નાના-મોટા ઝઘડા કરી ખોટી રીતે હેરાન કરી પતિ અમિત ઠક્કરે ગળુ દબાવી તથા અન્ય ૬ સાસરિયાઓએ હત્યા કરવામાં મદદગારી કરી હોવાની ફરિયાદ આપી હતી.

જે ગુનામાં પોલીસે ધવલ ગંગદેવ રહે એચ-૧, અમૃતકુંજ રેસીડેન્સી, ફલેટ નં.૧૦૧, સુરતની ફરિયાદના આધારે પોલીસે પતિ અમિત પ્રવિણભાઇ ઠક્કર, પ્રવિણ મગનભાઇ ઠક્કર-સસરા, ગીતાબેન પ્રવિણભાઇ ઠક્કર-સાસુ, વિજય મગનલાલ ઠક્કર-કાકા સસરા, ચંદનબેન વિજયભાઇ ઠક્કર-કાકી સાસુ, મનોજ વિજયભાઇ ઠક્કર- કાકા સસરાનો પુત્ર તથા તેની પત્નિ ભકિત ઉર્ફે પુજા મનોજ ઠક્કર (તમામ રહે. લેગસી ગાર્ડન સોસાયટી, બોરસદ) વિરૂદ્ધ ઇપીકો ૩૦૨,૧૧૪ મુજબ ગુનો નોધીને તપાસ હાથ ધરી હતી.

You cannot copy content of this page