Only Gujarat

National

ઈન્સ્ટાગ્રામ પર મોડેલ જેવી તસવીરો અપલોડ કરતાં યુવકથી ચેતજો, 13 વર્ષની છોકરીને ભગાડીને કતારમાં…

13 વર્ષીય છોકરીને એક યુવકે સો.મીડિયામાં મોડલ જેવો ફોટો નાખીને ફસાવી હતી. થોડાં દિવસ યુવકને ખબર પડી કે છોકરી તેની સાથે આવવા તૈયાર છે. પછી તે કતરથી 2587 કિમીની હવાઈ સફર કરીને 18 જૂનના રોજ દિલ્હી આવ્યો હતો. અહીંથી રાજસ્થાન આવીને દૌસા જિલ્લાના બાંદીકુઈમાં છોકરીને મળ્યો હતો. તેનું બ્રેન વોશ કર્યું અને સાથે લઈ ગયો હતો. જોકે, તેને બિહારના દરભંગામાંથી પકડી લેવામાં આવ્યો.

રાજસ્થાન પોલીસે બિહારના દરભંગાથી ઈઝરાઇલ નદાફ (25) નામના યુવકની ધરપકડ કરી હતી. તેની સાથે છોકરી પણ હતી. પોલીસે કહ્યું હતું કે આઠમા ધોરણમાં ભણતી છોકરી 19 જૂનથી ગુમ હતી. પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી હતી. પોલીસ પૂછપરછમાં ખ્યાલ આવ્યો કે છોકરી મોબાઇલ પર ફ્રી ફાયર ગેમ રમતી હતી. પોલીસે ફ્રી ફાયર ગેમ સાથે જોડાયેલું આઇડી સાઇબર સેલમાં મોકલ્યું. છોકરી ગેમના માધ્યમથી એક ખાસ આઇડી પર કનેક્ટ થઈ હતી. છોકરી છ મહિના પહેલાં નદાફના સંપર્કમાં આવી હતી. નદાફે મોડલ જેવા ફોટોઝ ઇન્સ્ટામાં શૅર કરેલાં હતાં. તે છોકરી સાથે પ્રેમભરી વાતો કરતો અને છોકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.

આ આઇડી નદાફનું હતું. આ આઇડીને ટ્રેક કરવામાં આવ્યું તો ખ્યાલ આવ્યો કે મોબાઇલ નંબર ખાડીના દેશ કતરમાં છે. 19 જૂનના રોજ તે ભારતમાં હતો. મોબાઇલ નંબર ટ્રેક કરવામાં આવ્યો તો એ વાત સામે આવી કે દિલ્હીથી સિમ ખરીદવામાં આવ્યું હતું. લોકેશનને આધારે આ નંબર પહેલાં બાંદીકુઇ, પછઈ દિલ્હી ને બિહાર પર એક્ટિવેટ હતો. લોકેશન ટ્રેસ કરીને પોલીસ બિહાર દરભંગામાં પહોંચી હતી. અહીંથી બસ સ્ટેન્ડ પાસેથી બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા.

એરપોર્ટ પર સિમ બંધ થયું તો નકલી ડોક્યુમેન્ટથી બીજું સિમ ખરીદ્યુંઃ પોલીસે કહ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર નદાફનું સિમ બંધ થઈ ગયું હતું. ત્યારબાદ તેણે નકલી ડોક્યુમેન્ટથી સિમ ખરીદ્યું હતું અને ઇન્સ્ટા લોગીન કર્યું હતું. ત્યારબાદ તે દિલ્હીથી દૌસા આવ્યો હતો. 18 જૂનની રાત બાંદીકુઈ સ્ટેશન પર જ વિતાવી હતી. આ દરમિયાન તે છોકરીના સંપર્કમાં હતો. તેનું બ્રેન વોશ કરતો હતો. તેને ફોસલાવતો હતો. અંતે છોકરી તેની સાથે આવવામાં તૈયાર થઈ ગઈ. તે ઘરથી ભાગીને નદાફ પાસે પહોંચી ગઈ. નદાફ તેને દિલ્હી લઈ ગયો. ત્યાંથી બસ કરીને નેપાલ જતો હતો. જોકે, બોર્ડર ક્રોસ કરે તે પહેલાં દૌસા પોલીસે બિહારના દરભંગાથી પકડી લીધો. નદાફ સાત દિવસના રિમાન્ડ પર છે.

છોકરીએ પરિવારને કહ્યું, નાસ્તો લેવા જાઉં છુંઃ 19 જૂનના રોજ છોકરી નાસ્તો લેવા ઘરની બહાર નીકળી હતી. ત્યારબાદ તે ઘરે પરત ફરી નહોતી. પરિવારે ઘણી જ શોધખોળ કરી હતી. પછી પોલીસ સ્ટેશનમાં કિડનેપિંગની ફરિયાદ કરી હતી. પોલીસે ટીમ બનાવી અને તપાસમાં એ વાત સામે આવી કે છોકરી ઓનલાઇન એક વ્યક્તિના સતત સંપર્કમાં હતી. પોલીસે તે નંબર ને આઇડીની જાણ થઈ હતી અને પછી સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. નદાફનું લોકેશન પહેલાં દિલ્હી મળ્યું તો પોલીસ ત્યાં ગઈ. જોકે, દિલ્હી ગયા બાદ તે બિહાર જતો રહ્યો હતો. પોલીસ ત્યાં પહોંચી ને બસ સ્ટેન્ડ આગળથી પકડી લીધી. નદાફ છોકરીને નેપાળ લઈ જઈને પછી કતર લઈ જવા માગતો હતો.

નદાફ કતરમાં મજૂરી કરે છેઃ પોલીસે કહ્યું હતું કે નદાફના પિતા દાઉ નદાફ છે. તે નેપાળના ધનુષા જિલ્લાના મૂળ નિવાસી છે. આ સમયે કતરમાં અલ ઝબેર એન્જિનિયરિંગ કંપનીમાં મજૂરી કરે છે. આરોપી પાસેથી મોબાઇલ, કતરનું સિમકાર્ડ, દિલ્હીથી ખરીદેલું નકલી સિમ કાર્ડ, પાસપોર્ટ તથા નેપાળની નાગરિતાનું પ્રમાણપત્ર મળી આવ્યું છે.

વધુમાં પોલીસે કહ્યું હતું કે પેરેન્ટ્સ પોતાના બાળકોને ઓનલાઇન ગેમિંગથી બચાવીના રાખે. તેઓ અજાણી વ્યક્તિના સંપર્કમાં નથી તે વાતનું ધ્યાન રાખે. નદાફ છોકરીને કતર લઈ જવા માગતો હતો. ત્યાં તેની સાથે શું થાત તે કહેવું મુશ્કેલ છે. આજકાલ સાઇબર ક્રાઇમ વધી રહ્યો છે તો લોકોએ સાવચેતી રાખવી. બાળકોને વિશ્વાસમાં લો.

You cannot copy content of this page