બૉલિવૂડ એક્ટર સંજય દત્તની પત્ની માન્યતા દત્તે હાલમાં જ તેમના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ સુંદર ફોટો શેર કર્યાં છે. જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. શેર કરવામાં આવેલાં આ ફોટોમાં માન્યતા શાનદાર લાગી રહી છે અને લોકો તેમની સુંદરતાના ભરપેટ વખાણ પણ કરી રહ્યાં છે. માન્યતાની ફૅન ફૉલોઇંગ ખૂબ જ છે અને લાગો લોકો તેમના ફોટોને લાઇક અને શેર કરી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર માન્યતા દત્તના 20 લાખથી વધારે ફૉલૉઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર સતત પોતાના સુંદર ફોટો શેર કરતી રહે છે.
અત્યારસુધી તે 500થી વધારે ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલૉડ કરી ચૂકી છે.
માન્યતાની ફિટનેસને પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. આ ઉપરાંત માન્યતાના ડ્રેસ પણ ખૂબ જ શાનદાર લાગી રહ્યાં છે. જેના લોકો વખાણ કરી રહ્યાં છે.
વર્ષ 2021 શરૂ થયા પછી માન્યતા નવા અંદાજમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે,અત્યારે માન્યતા સંજય દત્તના પ્રોડક્શન હાઉસની સીઇઓ છે. તેમની અને સંજય દત્તની લવ સ્ટોરી પણ ખૂબ જ ફૅમશ છે. સંજય અને માન્યતાએ વર્ષ 2008માં ગોવામાં લગ્ન કર્યાં હતાં અને તેમને બે બાળકો છે.
માન્યતાની સુંદરતાએ સંજય દત્તને તેમના દીવાના બનાવી દીધા હતાં, આ પછી બંનેની મુલાકાત થઈ અને પ્રેમના બંધનમાં બંધાઈ ગયાં પછી લગ્ન કર્યાં હતાં.