17 જાન્યુઆરીએ દેવગુરુ બૃહસ્પતિ થશે અસ્ત, કન્યા સહિત આ 7 રાશિ પર છવાશે સંકટના વાદળ

અમદાવાદઃ 17 જાન્યુઆરીના રોજ ગુરુ મકર રાશિમાં અસ્ત થશે. આ દિવસે ગુરુ સાંજે પાંચ વાગીને 52 મિનિટ પર અસ્ત થશે અને 14 ફેબ્રુઆરી સુધી આ જ અવસ્થામાં રહેશે. ગુરુ અસ્ત થવાને કારણે લગ્ન જેવા માંગલિક કાર્ય થઈ શકતા નથી. ગુરુ અસ્ત થતાં તેનો પ્રભાવ તમામ રાશિ પર જોવા મળશે.

મેષઃ આ સમય તમારા માટે ખાસ અનુકૂળ નથી. અનૈતિક કાર્યથી બચો નહીંતર માન-સન્માનમાં ઘટાડો થશે. કાર્યક્ષેત્રમાં પડકાર આવી શકે છે. આથી સતર્કતાથી કામ કરવું. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

વૃષભઃ આ સમયમાં તમે ભાગ્યના ભરોસે ના બેસો. પોતાની મહેનત પર વિશ્વાસ રાખો. જો સમજદારીથી નિર્ણય લેશો તો મુશ્કેલીથી બચી શકશો. આવકમાં ઘટાડો થઈ શકે છે અને પરિણીત જીવનમાં મુશ્કેલી આવી શકે છે.

મિથુનઃ આ સમયે આર્થિક લેવડ-દેવડમાં સાવધાની રાખવાની જરૂર છે. ખોટા ખર્ચા ના કરો. કોઈ મોટો આર્થિક નિર્ણય લેવાનું ટાળો. જો મકાન-વાહન ખરીદવાની યોજના હોય તો હાલ ના લેશો.

કર્કઃ આ સમયે ખર્ચમાં વધારો થઈ શકે છે. અંગત જીવનમાં સંબંધોનું ધ્યાન રાખો. જે લોકોના પરિવાર સાથેના સંબંધો પહેલેથી જ ખરાબ છે, તેમણે સાવધાની રાખીને કામ કરવાની જરૂર છે.

સિંહઃ તમને કાર્યક્ષેત્રમાં નવી તકો મળી શકે છે. ધ્યાન રાખો કે જોખમ લઈને કોઈ કામ કરવાની જરૂર નથી. જે વસ્તુ જેમ ચાલે છે, તેમ જ આગળ વધારો. આ દરમિયાન નાની-મોટી યાત્રાના સંયોગ છે પરંતુ સાવચેતી જરૂરી છે.

કન્યાઃ સફળતા માટે થોડો સમય રાહ જોવી પડશે. ધીરજથી કામ કરવું. જો તમારા પૈસા ક્યાંકથી આવવાના હશે તો મોડા આવશે અથવા તો અટવાઈ જશે. તબિયતનું ધ્યાન રાખો. ખાસ કરીને વાહન સાવચેતીથી ચલાવો.

તુલાઃ આર્થિક યોજના બનાવતી વખતે બીજીવાર ખાસ વિચારો. કાર્યની ગતિ થોડી ધીમી પડી શકે છે. તબિયતનું ખાસ ધ્યાન રાખો. યોજનાબદ્ધ કામ કરવામાં તમને તકલીફ પડશે.

વૃશ્ચિકઃ આ સમયમાં તમારી ઊણપ પર વિચાર કરવાની તક મળશે. લગ્નજીવનમાં મુશ્કેલી આવી શકે છે. જીવનસાથીની તબિયત લથડી શકે છે. પાર્ટનરશિપમાં ટ્રાન્સપરન્સી જરૂરી છે.

ધનઃ સામાજિક જીવનમાં સાવધાનીપૂર્વક રહેવાની જરૂર છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં દુશ્મનોને હળવાશથી ના લેશો. નુકસાનના યોગ છે.

મકરઃ સાવધાનીપૂર્વક કામ કરવાની જરૂર છે. ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને મનગમતું પરિણામ લાવવા માટે ઘણી જ મહેનત કરવી પડશે. પ્રેમ પ્રસંગોમાં ઉતાર-ચઢાવની સંભાવના છે. તમારા સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે.

કુંભઃ અનાવશ્યક ખર્ચમાં વધારો થશે. કોઈ વાત અંગે મનમાં શંકા રહી શકે છે. સારું રહેશે કે તમે કોઈનો અભિપ્રાય લો. મકાન, વાહન, સંપત્તિમાં રોકાણ સાવધાનીપૂર્વક કરો.

મીનઃ તમારી પર આળસ હાવી થઈ શકે છે. પરાક્રમમાં ઘટાડો થશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં આત્મવિશ્વાસ ડગમગી જશે. જોકે, ધીરજ રાખો. પ્રિયજનની વાત પર નારાજગી થશે.