મુંબઈઃ બોલિવૂડ એક એવી ઇન્ડસ્ટ્રી છે જેમાં લાખો લોકો નસીબ અજમાવે છે, પણ તેમાંથી માત્ર ગણતરીના લોકોને જ સફળતા મળે છે. આજે અમે તમને એવા 5 સ્ટાર કિડ્સ વિશે જણાવી રહ્યાં છીએ જેમણે ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા માટે ખૂબ જ મહેનત કરી પણ, સફળતા મળી નહીં. જોકે, ભલે એક્ટિંગમાં આ લોકોને સફળતા ના મળી હોય પણ, બિઝનેસમાં તે સફળ છે અને કરોડો રૂપિયા કમાઈ રહ્યાં છે.
ઉદય ચોપડા
વર્ષ 2000માં ફિલ્મ ‘મોહબ્બતે’થી બોલિવૂડમાં ડેબ્યુ કરનારા ઉદય ચોપડાએ ઘણી ફિલ્મો જેવી કે, ‘ધૂમ’, ‘નીલ એન્ડ નિક્કી’, ‘મેરે યાર કી સાદી હૈ’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, બોલિવૂડ ઉદય માટે એટલું લકી સાબિત નહોતું થયું અને તેમની ફિલ્મ સતત ફ્લોપ થવા લાગી હતી. ઉલ્લેખનીય છે કે, આ પછી ઉદય ચોપડાએ લોસ એન્જલસ જઈ ફિલ્મ પ્રોડક્શનમાં હાથ અજમાવ્યો અને આજે તે એક સફળ પ્રોડ્યુસર છે. ઉદયે હોલિવૂડની ફિલ્મ ‘ગ્રેસ ઓફ મૌનેકો’ અને ‘ધી લંગેસ્ટ વીક’ પ્રોડ્યુસ કરી છે.
ટ્વિન્ક ખન્ના
સુપર સ્ટાર રાજેશ ખન્નાની દીકરી ટ્વિન્કલ ખન્નાનું કરિયર પણ બોલિવૂડમાં કંઈ ખાસ રહ્યું નથી. ટ્વિન્કલે સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘બાદશાહ’ અને પછી આમિર સાથે ‘મેલા’માં કામ કર્યું હતું. ટ્વિન્ક આજે એક સફળ રાઇટર, કોલમિસ્ટ, પ્રોડ્યુસર અને ઇન્ટેરિઅર ડિઝાઈનર છે.
જેકી ભગનાની
બોલિવૂડ ફિલ્મ ‘મિત્રો’, ‘યંગિસ્તાન’ અને ‘ફાલતૂ’ સહિતની ફિલ્મમાં જોવા મળેલાં જેકી ભગનાની બોલિવૂડમાં પોતાનું ખાસ સ્થાન બનાવી શક્યા નહીં. હવે જેકી એક મ્યૂઝિક કંપનીમાં ‘JJust Music’ સાથે કેટલીક ફિલ્મો જેવી કે વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ ‘કુલી નંબર 1’ને પ્રોડ્યુસ કરી રહ્યો છે.
હરમન બાવેજા
હરમન બાવેજાએ તેમના ઘરનાં જ પ્રોડક્શન હાઉસ બાવેજા ફિલ્મથી પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ કરી હતી. જોકે, હરમન પણ બોલિવૂડમાં હીરો તરીકે પોતાનું નામ બનાવી શક્યો નહીં. હરમન બાવેજા હવે ફિલ્મોને પ્રોડ્યુસ કરે છે સાથે જ તે ફિટનેસ સપ્લીમેન્ટનો બિઝનેસ પણ કરે છે.
તુષાર કપૂર
કરીના કપૂર સાથે ફિલ્મ ‘મુઝે કુછ કહેના હૈ’થી બોલિવૂડમાં ડેબ્યુ કરનારા તુષાર પમ ઇન્ડસ્ટ્રીમાં હીરો તરીકે પોતાની ઓળખ ઊભી કરી શક્યો નહીં. આજે તુષાર એક સફળ પ્રોડ્યુસર છે. અને હાલમાં તેમણે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’ પણ તુષાર એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરી હતી.