ગુજરાતમાં દિવસે ને દિવસે ક્રાઈમની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહી છે ત્યારે સુરત શહેરના જાણીતા વિસ્તાર એવા વેસુના આગમ આર્કેડમાં માથાભારે જમીન દલાલ પ્રેમીની મદદથી પૂર્વ પ્રેમી પર ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ધમકી આપનાર પ્રેમિકાની ઉમરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પ્રેમિકાએ હાલનાં પ્રેમી સાથે મળીને પૂર્વ પ્રેમીને ધમકી આપી હતી કે, આજ તો તું શાયદ જીંદા બચ જાયેગા, દોબારા હમારે રાસ્તે મેં આયા તો તુજે જીંદા નહીં રહેને દેંગે. હાલ ઉમરા પોલીસ પ્રેમિકાની પૂછપરછ શરૂ કરી છે.
સુરતમાં માથાભારે ઈસમની છાપ ધરાવતો અને મહિલાના દેહવેપારના નામે લોકો સાથે છેતરપિંડીના ગુનામાં અનેકવાર સંડોવાયેલા વિપલ ટેલરે તેની હાલની પ્રેમિકા રિયા રાજપૂત સાથે મળીને થોડા દિવસો પહેલાં જ સુરત શહેરના વેસુમાં આવેલા આગમ આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોરમાં 28મી ઓક્ટોબરે મોડી રાતે અલથાણ પાલિકાના આવાસમાં રહેતા પ્રવિણ ઉર્ફે પ્રિન્સ નિમ્બોને પર ચપ્પુ મારી જીવલેણ હુમલો કર્યો હતો.
નોંધનીય છે કે, જૂની અદાવતમાં પ્રવિણ સાથે વિપલ ટેલરે માથાકૂટ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં વિપલે યુવકને ગાળો બોલીને ચપ્પુથી હુમલો કર્યો હતો ત્યાર બાદ તેને ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી હાલ પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં ઉમરા પોલીસે પ્રેમી પર હત્યાના પ્રયાસ કરનાર પ્રેમિકા રિયા રાજપૂત અને હાલના પ્રેમી અને માથાભારે વિપલ ટેલર સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે પહેલા વિપલ ટેલરની ધરપકડ કરી હતી. જોકે આ ચોંકાવનારી ઘટના બાદ પ્રેમિકા રિયા રાજપૂત દિલ્હી ફરાર થઈ ગઈ હતી તેવું જાણવા મળ્યું હતું. જ્યારે ઉમરા પોલીસે દિલ્હીથી સુરત આવેલી વિપલની પ્રેમિકા રૂકસાર ઉર્ફે રિયા કાયનાથ મુસ્તકીન રાજપુતની ગતરોજ સાંજે ધરપકડ કરી હતી હાલ તેવી માહિતી મળી આવી છે.
નોંધનીય છે કે, આ પહેલા પણ વિપલ અને તેની પ્રેમિકાએ એક મહિલાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં તે બન્નેી સામે ઉમરા પોલીસે ધમકીના ગુનામાં ધરપકડ કરી હતી. આ ઉપરાંત નશીલા પદાર્થો વેચાણ કરતો હોવાની માહિતીને આધારે એસઓજીએ તેના ઘરે દરોડા પણ પાડ્યા હતાં જોકે તે સમયે નશીલા પદાર્થો મળ્યાં નહોતા પરંતુ તલવારો મળી આવી હતી.
મહત્વની વાત એ છે કે, રિયા દિલ્હીના એક શ્રીમંત પરિવારમાં જન્મેલી છે અને તેનો ભાઈ બિઝનેસમેન છે. રિયા સુરત આવીને વિપલ ટેલર સાથે ભાગીદારીમાં સ્પા ચલાવે છે તેમ પોલીસે જણાવ્યું હતું.