ટપ્પુ અને મુનમુન દત્તા વચ્ચે જોવા મળે છે જબરદસ્ત બોન્ડિંગ, રાજે બબિતાની આ રીતે ઉડાડી ઠેકડી
મુંબઈઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલના દીકરા ટપ્પૂનો રોલ હાલ રાજ અનડકટ ભજવી રહ્યો છે, જે અગાઉ ભવ્ય ગાંધી ભજવી રહ્યો હતો. રાજ 2017થી આ શોમાં છે અને તેના કારણે જ તેની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો છે. આ દરમિયાન ઘણી તસવીર વાઈરલ થઈ રહી છે જેમાં શોમાં ‘બબીતા જી’નો રોલ કરતી એક્ટ્રેસ મુનમુન દત્તા રાજની ઠેકડી ઉડાડી રહી હોય.
વાસ્તવમાં અમુક મહિના અગાઉ રાજ અનડકટે પોતાની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે,‘શૂટના બ્રેક દરમિયાન શાનદાર વાતાવરણની મજા માણી રહ્યો છું.’ આ સમયે એક્ટ્રેસ મુનમુને કોમેન્ટ કરી કે,‘તો તું અહીં હતો, જ્યારે બધા તને શોધી રહ્યાં હતા ત્યારે તુ વરસાદમાં તસવીરો ક્લિક કરી રહ્યો હતો.’ મુનમુનની કોમેન્ટનો જવાબ આપતા રાજે લખ્યું હતું કે,‘હાહાહા…, અને મે કહ્યું હતું કે- હું ફોન પર છું.’
આ તસવીર અને તેની પરની કોમેન્ટ્સ જુની હોવા છતાં હાલ ફેન્સમાં ઘણી વાઈરલ થઈ રહી છે. અગાઉ રાજ અને મુનમુન એકબીજાને ડેટ કરતા હોવાની અફવાઓ પણ ઉડી ચૂકી છે. ગત વર્ષે રાજની તસવીરો વાઈરલ થઈ હતી જેમાં તે ‘બબીતા જી’ એટલે કે મુનમુન દત્તા સાથે રેસ્ટોરાંમાં જોવા મળ્યો હતો. તેઓ બંને ચોકલેટ બ્રાઉનીની મજા માણી રહ્યાં હતા. આ મુલાકાતના કારણે જ તેમની ડેટિંગની અફવાહ ઉડી હતી, જોકે મુનમુન અને રાજ કો-સ્ટાર હોવાના કારણે સારી બોન્ડિંગ શેર કરે છે.
રાજ અનડકટ સિદ્ધાર્થ કુમાર તિવારી દ્વારા ડિરેક્ટ કરવામા આવેલ ‘મહાભારત’માં કામ કરી ચૂક્યો છે, ત્યારે તે માત્ર 15 વર્ષનો હતો. આ સીરિઝમાં રાજ કૌરવોના 100 ભાઈમાંથી એક ભાઈના રોલમાં હતો. તેણે સ્પૉટબૉયને ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,‘એ રોલનું મહત્ત્વ વધારે નહોતું, પરંતુ કૌરવોના 100 ભાઈમાંથી હું ત્રીજા ક્રમનો ભાઈ બન્યો હતો.’
રાજે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં પ્રારંભમાં કેમિયો રોલ માટે ઓડિશન આપ્યું હતું ના કે ટપ્પૂના રોલ માટે. રાજ અનડકટે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેનો પરિવાર પ્રારંભથી જ આ શોનો પ્રશંસક રહ્યો છે.
તેણે આ શો માટે એક કેમિયો કરવા પ્રથમવાર ઓડિશન આપ્યું હતું. આ દરમિયાન પ્રથમવાર તેણે દિશા વાકાણી (દયા બેહનનો રોલ કરનાર એક્ટ્રેસ) સહિત શોના અન્ય કલાકારોને જોયા હતા.