આવા લગ્ન આજ સુધી નહીં જોયા હોય એ નક્કી! અંબાણી પરિવારના લગ્નથી એકદમ હટકે આ છે લગ્ન
તમે આજ સુધી લગ્નો તો અનેક જોયા હશે. અનેક ગ્રાન્ડ લગ્નના ફોટોસ અને વીડિયોઝ જોયા હશે અને થતું હશે કે કાશ, અમારી પાસે પણ એટલા પૈસા હોત કે અમે આટલા આલિશાન લગ્ન કરી શકેત. ભારતમાં સેલિબ્રિટિઝના લગ્ન ચર્ચાનો વિષય બને છે. અંબાણી પરિવારના લગ્નના ફોટોસ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. પરંતુ આજે અમે તમને જે કપલના લગ્નના ફોટોસ બતાવવા માંગીએ છે, તેને જોઈને આજ સુધીના તમામ લગ્ન તમે ભૂલી જશો. બ્રિટેનમાં રહેતા એક કપલે કોરોનાના કારણે ડ્રાઈવ ઈન વેડિંગ પ્લાન કરી હતી. એટલે કે તેમના મહેમાનોને ગાડીમાંથી ઉતરવાની પરમિશન નહોતી. મહેમાનોએ 500 એકરમાં કરવામાં આવેલા આ લગ્નમાં ગાડીમાંથી જ કપલને આશીર્વાદ આપ્યા. આ લગ્નમાં મહેમાનો મોંઘીદાટ ગાડીઓમાં બેસીને આવ્યા. કોરોના કાળમાં થયેલા આ લગ્ન ચર્ચામાં છે. આ લગ્નની તસવીરો હાલ વાઈરલ થઈ રહી છે
30 વર્ષના રોમા પટેલ અને વિનલ પટેલે 500 એકર જમીન પર પોતાના લગ્ન પ્લાન કર્યા. તેમના લગ્ન એક મોટી સ્ક્રીન પર પણ બતાવવામાં આવ્યા. જેના ફોટો વાયરલ થઈ રહ્યા છે.
લગ્નમાં આવેલા મહેમાનોનું સ્વાગત અનોખી રીતે કરવામાં આવ્યું. તેઓ ગાડીમાંથી જ લગ્નના સાક્ષી બન્યા. તેમને કારમાં જ સ્નેક્સ આપવામાં આવ્યા. સાથે જ હેન્ડ સેનિટાઈઝર પણ.
બ્રિટેનમાં લગ્નમાં માત્ર 15 લોકોને જ એકઠા થવાની પરમિશન છે. પરંતુ આ કપલે ગાડીમાં મહેમાનોના આવવાની વાત કહીને 250 સંબંધીઓને બોલાવ્યા.
લગ્ન બાદ કપલે આ અંદાજમાં સૌ સાથે મુલાકાત કરી. બંનેએ તેના યાદગાર ક્ષણ ગણાવી.
નૉર્થ લંડનમાં માર્કેટિંગ એક્ઝિક્યૂટીવ રોમાએ જણાવ્યું કે તે આઈટી કન્સલ્ટન્ટ વિનલ સાથે એપ્રિલમાં જ લગ્ન કરવાની હતી પરંતુ તે પ્લાનને કેન્સલ કરવો પડ્યો.
હિંદૂ રીતિ-રીવાજ સાથે થયેલા આ લગ્ન 4 કલાક ચાલ્યા. એ સમયે વેટર્સ ફરી-ફરીને મહેમાનોને ભોજન પહોંચાડી રહ્યા હતા.
લગ્ન દરમિયાન મહેમાનો ગાડીમાં બેસીને જ કપલના ફોટોસ લેતા નજર આવ્યા. વચ્ચે થયેલા વરસાદે સૌને રોમાંચિત કરી દીધા.
આ લગ્નમાં 300 મહેમાનો ઑનલાઈન પણ સામેલ થયા. સૌને આ લગ્નએ ઘણા રોમાંચિત કરી દીધા.
નૉર્થ લંડનનું આ કપલ 2018માં સગાઈ કરી ચુક્યું હતું. લગ્ન કેન્સલ થવાના કારણે બંનેએ આવી જ રીતે ગાડીમાં મહેમાનોને બોલાવીને લગ્ન પ્લાન કરી લીધા.
કોરોના કાળમાં થયેલા આ લગ્ન અનોખા છે. લગ્નમાં આવી રીતે ગાડીઓની ફોજ પણ નજર આવી.
લગ્નમાં માસ્ક પહેરીને ડીજેએ લોકોનું મનોરંજન પણ કર્યું. આ તસવીરોને જોઈને લોકોએ કહ્યું કે, ભારતીયો ગમે તમે સ્થિતિમાં જુગાડ કરી જ લે છે.