બોલિવૂડ અભિનેતાની મહેંદી સેરેમનીમાં પહોંચ્યા સેલેબ્સ, અંબાણી અને કપૂર પરિવારની હાજરી
મુંબઈ: કરીના કપૂરના ફુઈ રીમા જૈનનો પુત્ર અરમાન જૈન પોતાની મંગેતર અનીશા મલ્હોત્રા સાથે ટૂંક સમયમાં લગ્નના બંધમાં બંધાશે. અરમાન અને અનિશા લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. શનિવાર મોડી રાત્રે અરમાનની મહેંદી સેરેમની યોજાઈ હતી. કઝિનની મહેંદી સેરેમનીમાં કરીના ક્યાંય જોવા મળી નહોતી. જોકે મોટી બહેન કરિશ્મા કપૂર ફંક્શનમાં સજીધજીને આવી હતી. આ ફંક્શનમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા.
એક સમયે બોલિવૂડમાં રાજ કરનાર કરિશ્મા કપૂરે ભાઈના મહેંદી ફંક્શનમાં ખાસ હાજરી આપી હતી. કરિશ્માએ યલો કલરના ડ્રેસની સાથે મોટા મોટા ઈંયરિંગ્સ અને સેંથામાં ટીકો લગાવ્યો હતો. પરંપરાગત લૂકમાં કરિશ્યા ખૂબ જ સુંદર લાગતી હતી.
અરમાન જૈનની આ મહેંદી સેરમનીમાં તારા સુતરિયા પીળા રંગના સૂટમાં જોવા મળી હતી. નોંધનીય છે કે તારા સુરતિયા અરમાન જૈનના ભાઈ આદર જૈનને ડેટ કરે છે. બંનેની સાથેની તસવીરો પણ વારંવાર આવતી જોવા મળે છે.
દિયરની મહેંદી સેરેમનીમાં અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદા પણ નજર આવી હતી. જોકે તે થોડીક ઉદાસ દેખાતી હતી. નોંધનીય છે કે હાલમાં જ શ્વેતાની સાસુ ઋતુ નંદાનું નિધન થયું હતું.
આ ફંક્શનમાં અરમાનના મામા રણધીર કપૂર, રાજીવ કપૂર, મામી બબીતા ઉપરાંત બોની કપૂર, તારા સુતરિયા, રિતેશ સિધવાની, અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂર, સુનીલ શેટ્ટી, અનિલ અંબાણી, ટીના અંબાણી સહિત ઘણા સેલેબ્સ આવ્યા હતા.
અરમાન જૈન, રાજ કપૂરની પુત્રી રીમા જૈનનો દીકરો છે. રીમાના લગ્ન દિલ્હીના બિઝનેસમેન મનોજ જૈન સાથે થયા હતા. અરમાન જૈને બોલિવૂડ ફિલ્મ ‘લેકર હમ દીવાના દીલ’માં નજર આવી ચૂક્યો છે.
કપૂર ખાનદાનની પાર્ટીઓમાં અનિલ અંબાણી મોટાભાગે જોવા મળે છે. અનિલ અંબાણી અને ટીના અંબાણી અલગ-અલગ કારમાં આ પાર્ટીમાં સામેલ થવા પહોંચ્યા હતા.
કરિશ્મા કપૂરના પિતા અને અભિનેતા રણધીર કપૂર પણ પાર્ટીમાં જતા જોવા મળ્યા હતા. રણધીર કપૂરે બ્લૂ અને ગોલ્ડન કલરનો કૂર્તો પહેર્યો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ અરમાન જૈનના લગ્નમાં આલિયા ભટ્ટ અને કરણ જોહર પણ પર્ફોમન્સ કરવાના છે. આલિયા ભટ્ટ અને તારા સુતરિયા મળીને પરફોર્મ કરશે. આ ઉપરાંત આ ભાઈના લેવિશ વેડિંગ કરિશ્મા કપૂર પણ પરફોર્મ કરવાની છે.
ગત ડિસેમ્બરમાં અરમાન જૈનની રોકા સેરેમની યોજાઈ હતી. જેમાં કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, ઋષિ કપૂર અને નીતુ કપૂર સહિતના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
અરમાન જૈનના મામા રાજીવ કપૂર પણ ભાણાની મહેંદી સરેમનીમાં હાજરી આપવા આવ્યા હતા.
બોલિવૂડ ડિરેક્ટર બોની કપૂરે પણ અરમાન જૈનની મહેંદી સેરેમનીમાં હાજરી આપી હતી.