Only Gujarat

Bollywood

સુશાંત તો પરિવારને રડતો મૂકીને જતો રહ્યો પણ પૂર્વ પ્રેમિકા આ રીતે લઈ રહી છે સંભાળ

મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના કેસમાં તેમના પરિવારથી માંડીને તેમની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે તેમજ તેમના ચાહકો દરેક લોકો સતત ન્યાય માટે પ્રાર્થના કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ તેમની બહેને શ્વેતાને અંક્તિા સહિતનો મોટો વર્ગ સપોર્ટ કરી રહ્યો છે.

એક્ટર સુશાંત સિંહ રાજપુતની કથિત આત્મહત્યાની ઘટના બાદ બોલિવૂડ જગતની કેટલીક અંદરની વાતો અને પોલિટિક્સ સામે આવી રહ્યું છે. બોલિવૂડના અંદરના પોલિટિક્સને લઇને ઘણી વાતો હાલ સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં છે. સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ સોશિયલ મીડિયા પર નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મ મુદ્દે પણ એક ડિબેટ શરૂ થઇ ગઇ છે. આ મુદે કેટલાક લોકો પાયાવિહોણા આરોપ લગાવી રહ્યા છે તો કેટલાક લોકો માત્ર ન્યાયની માંગણી કરી રહ્યાં છે, જેમાં સુશાંત સિંહ રાજપુતની બહેન શ્વેતા અને એક્ટ્રેસ અંકિતા લોખંડેનું નામ સામેલ છે, જે સુશાંતને આ કેસમાં ન્યાય મળે તેવી સતત પ્રાર્થના કરી રહ્યી છે.

હાલ સુશાંત સિંહ રાજપુતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી બાદ સુશાંતની બહેન શ્વેતાએ ટ્વીટર પર એક ટ્વીટ કર્યુ છે, જેમાં તે પોઝિટિવ જવાબ માટે પ્રાર્થના કરવાનો લોકોને અનુરોધ કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું છે કે, ‘હું અનુરોધ કરૂં છું કે, સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં સકારાત્મક પરિણામ સામે આવે તેવી પ્રાર્થના કરો’ આ ટ્વીટ બાદ અનેક લોકોએ ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે, ‘એવું જ થશે ચિંતા ન કરો’

તો બીજી તરફ સુશાંત સિંહ રાજપુતની એક્સ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ અંકિતા લોખંડે પણ ટ્વીટ કરીને રી-ટ્વીટ કર્યું હતું. આ સાથે તેમણે પણ સકારાત્મક પરિણામ આવે તેવી પ્રાર્થના કરી છે. તેમણે લખ્યું હતું કે હંમેશા દીદી… ‘પ્રાર્થના અને સકારાત્મકતા’ અંકિતાના આ ટ્વીટને હજારો લોકો લાઇક કરી હતી. આ પહેલા પણ શ્વેતાના ટ્વીટને અંક્તિાએ રી-ટ્વીટ કર્યું હતું.

અંકિતા લોખંડે આ કેસને લઇને છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ એક્ટિવ છે. તેમણે કેટલાક મીડિયા હાઉસને ઇન્ટરવ્યૂ પણ આપ્યા છે અને સુશાંત સિંહના કેસના મુદ્દે ખૂબ જ ખુલ્લીને વાત પણ કરી છે. અંકિતાએ સોશિયલ મીડિયા પર પણ ન્યાય, સત્ય વગેરે શબ્દો સાથે ઘણું પોસ્ટ કર્યું છે. અંકિતા સોશિયલ મીડિયા પર સુશાંત સિંહની બહેનને સતત સપોર્ટ કરી રહી છે. આ સાથે તે તેમની પોસ્ટની રીચને વધારવાનું કામ પણ કરી રહી છે.

You cannot copy content of this page