Only Gujarat

FEATURED National

લગ્ન માટે લીધું ભરપૂર દહેજ, પત્નીને તરછોડી પ્રેમિકા સાથે પતિ થઈ ગયો રફૂચક્કર!

સંબલપુર, ઓરિસ્સા: પ્રેમ શું ના કરાવે? પોતાના પતિની બેવફાઈથી પરેશાન થઈને હવે મહિલા પોલીસના ચક્કર કાપી રહી છે. તેનો પતિ ફરીથી પોતાની પ્રેમિકા સાથે જઈને રહેવા માંડ્યો છે.

પીડિતા ફરિયાદ લઈને એસપી ઑફિસ પણ આવી હતી. મહિલાએ એસપી ડૉ. કંવર વિશાલ સિંહને ન્યાય અપાવવાની પણ અપીલ કરી. મહિલાનો આરોપ છે કે તેનો પતિ ફરીથી પોતાની પ્રેમિકાને લઈને ગાયબ થઈ ગયો છે.

લગ્નના થોડા દિવસો બાદ પણ ભાગ્યો હતો: પીડિતાએ જણાવ્યું કે તેના લગ્ન 2019માં ધમા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા સંખલા ગામના હેમંત શેઠ સાથે થયા હતા. તેના પિતા પાસેથી હેમંતે ઘણું જ દહેજ લીધું હતું. કેટલાક દિવસો સુધી બધુ સારું ચાલ્યું. એક દિવસ હેમંત તેને પિયર મૂકીને જતો રહ્યો.


બાદમાં ખબર પડી કે તે પોતાની પ્રેમિક સાથે રહેતો હતો. જે બાદ તે તેને પરેશાન કરવા લાગ્યો. મહિલાએ કહ્યું કે તેના પતિને રસ્તા પર લાવવા માટે પંચાયત બોલાવવામાં આવી. પંચાયતમાં તેણે પોતાની ભૂલ માની. જે બાદ પતિ-પત્ની ફરી સાથે રહેવા લાગ્યા. પરંતુ તે ફરી પત્નીને છોડીને પ્રેમિકા સાથે ભાગી ગયો.

You cannot copy content of this page