સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને અંદાજે 2 મહિના થવાના છે. આ દરમિયાન તેમનો પાલતું લેબ્રાડોર ડોગ ફઝ હજુ પણ તેની રાહ જોતો રહે છે. સુશાંતની ભાણેજ મલ્લિકાએ સોશિયલ મીડિયા પર ફઝની એક વીડિયો ક્લિપ શરે કરી છે. મલ્લિકાએ આ ક્લિપને શેર કરતાં લખ્યું કે જ્યારે પણ દરવાજો ખુલે છે તો ફઝ આશા ભરેલી નજરોથી જો તો રહે છે.
આ પહેલા સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું કે ફઝ હવે પોતાના પિતાની સાથે પટનામાં છે. પિતાનો ફઝ સાથે ફોટો શેર કરી શ્વેતાએ લખ્યું હતું કે ડેડ વિથ ફઝ. આ સાથે જ તેઓએ દિલનો ઇમોજી પણ બનાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુશાંતના મૃત્યુ બાદ ફઝે ખાવા-પીવાનું બંધ કરી દીધું હતું. એક વીડિયોમાં ફઝ ઘરના ખુણામાં જઇને સુશાંતને શોધતો રહેતો હતો. ફઝ ક્યારેક શાંત થઇને બેસી જાય તો ક્યારેક મોબાઇલમાં સુશાંતનો ફોટો જોઇ તેને સૂંઘવા લાગે છે.
થોડા દિવસ પહેલા ફઝના મૃત્યુની અફવા પણ ઉડી હતી પરંતુ બહાર આવ્યું કે ફઝ સુશાંતના ફાર્મહાઉસમાં સુરક્ષિત હતો. સુશાંત પોતાના આ ડોગને ખુબ જ પ્રેમ કરતા હતા.
સુશાંતને લાગતું હતું કે આ મતલબી દુનિયામાં કોઇ માણસનો ભરોસો કરી શકાય તેમ નથી. આથી બે વર્ષ પહેલા તેઓએ પોતાના ડોગના નામથી એક ભાવુક પોસ્ટ લખી હતી. સુશાંતે લખ્યું હતું કે જો તમે મને યાદ રાખો છો તો આ વાતની ચિંતા કરવી નહીં બીજા બધા મને ભૂલી ગયા.