Only Gujarat

Gujarat TOP STORIES

અમદાવાદની ઝાયડસ કેડિલાએ કોરોનાની ‘દેશી’ રસીને લઈને આપ્યા સૌથી મોટાં સમાચાર

અમદાવાદ: કોરોના વાયરસના વધતા જતા ચેપ વચ્ચે, ઘણા દેશોમાંથી તેની રસીને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. વિશ્વભરમાં રસીકરણ માટે 120 થી વધુ ઉમેદવારો કાર્યરત છે, જેમાંથી 21 થી વધુ ક્લિનિકલ ટ્રાયલ તબક્કા હેઠળ છે. જ્યારે, ભારત, બ્રિટન, રશિયા, અમેરિકા, ચીન સહિતના ઘણા દેશો રસી બનાવવાની ખૂબ નજીક આવી ગયા છે.

આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવએ મંગળવારે બે દેશી રસીની પ્રગતિ અંગે વૈજ્ઞાનિકોને શાબાશી આપી. આઈસીએમઆર હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેક સાથે રસીનું ઉત્પાદન કરી રહી છે. આ સાથે જ અમદાવાદ સ્થિત ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ પણ બુધવારે તેની રસી વિશે મોટા સમાચાર આપ્યા છે.

બીજો તબક્કો થયો શરૂ
ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ બુધવારે જણાવ્યું હતું કે તેની પ્રસ્તાવિત કોવિડ -19 રસી ‘ઝાયકોવ-ડી’ નો પહેલો તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને હવે કંપની 6 ઓગસ્ટથી લોકો ઉપર ક્લિનિકલ ટ્રાયલ્સનો બીજો તબક્કો શરૂ કરશે. કંપનીએ જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ્સના પહેલા તબક્કામાં, ઝાયકોવ-ડી સલામત અને સહનશીલ હોવાનું જણાયું હતું. કંપની હવે 6 ફેબ્રુઆરી, 2020 થી બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરશે. કોરોનાની દેશી રસીની પ્રગતિમાં આ એક મોટી સફળતા માનવામાં આવે છે.

ઝાયડસ કેડિલાના ચેરમેને શું કહ્યું?
ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ આર.પટેલે જણાવ્યું હતું કે, ઝાયકોવ-ડીની સલામતી એ પ્રથમ તબક્કામાં આપવામાં આવેલી દવામાં એક નોંધપાત્ર પગલું છે જે પ્રાપ્ત થયું છે. તેમણે કહ્યું કે, પ્રથમ તબક્કામાં, જે લોકોની તબીબી તપાસ કરવામાં આવી હતી, તેમને દવા આપ્યા પછી 24 કલાક મેડિકલ યુનિટમાં સંપૂર્ણ રીતે દેખરેખ રાખવામાં આવી હતી.

ત્યારબાદ સાત દિવસ તેમની દેખરેખ રાખવામાં આવી જેમાં રસી સંપૂર્ણપણે સલામત મળી આવી. પંકજ પટેલે જણાવ્યું હતું કે, “હવે અમે ક્લિનિકલ ટ્રાયલ્સનો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહ્યા છીએ અને મોટી જનસંખ્યામાં આ દવાથી થતાં બચાવ અને રોગ પ્રતિરોધક ક્ષમતા પેદા કરવાની તેની તાકાતનું મૂલ્યાંકન કરવામાં આવશે.”

દેશની બીજી કંપની જેને સરકારે આપી મંજૂરી
ઝાયડસ કેડિલાએ ગયા મહિને તેના કોવિડ-19ના ઉપચાર માટે તૈયાર કરેલી રસીનાં માનવ પરીક્ષણની પરવાનગી મળી હતી. દેશ-દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણનાં વધતા મમાલાઓની વચ્ચે તે બીજી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની છે કે જેને કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસો વચ્ચે સરકાર તરફથી ટ્રાયલની પરવાનગી મળી છે.

આ અગાઉ ભારત બાયોટેકને ભારતની પ્રથમ કોવિડ -19 રસી ‘કોવાક્સિન’ના પરીક્ષણની મંજૂરી આપવામાં આવી હતી. ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીની સાથે મળીને કોરોના વાયરસનાં સારવારમાં સંભવિત રૂપથી કામ આવતી આ રસીને તૈયાર કરી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page