ઈડરમાં રણવીર સિંહે કર્યું ફિલ્મનું શૂટિંગ, ઝલક જોવા લોકોના ટોળે ટોળાં ઉમટ્યાં, તસવીરો થઈ Leaked
ઈડર : સાબરકાંઠાનું ઈડર શહેર ફરી એકવાર બોલિવુડમાં ચમકશે. બોલિવૂડ અભિનેતા રણવીર સિંહની ફિલ્મનું ઈડરમાં શૂટિંગ કર્યું હતું. અહીં ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મનું શૂટિંગ થયું હતું જેની તસવીરો સોશિયલ મીડિયામાં લિક થઈ છે. ત્યારે રણવીર સિંહે ઈડરના ટાવર ચોક વિસ્તારના રોડ પર શૂટિંગ કર્યું હતું તે સમયે રણવીર એક્ટિવા પાછળ બેસીને તેમજ કારમાં સવારી કરતો હોય તેવા શોટ્સ જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત તેણે ઈડરના લોકોને ફ્લાઈંગ કિસ આપીને લોકોનો ઉત્સાહ પણ વધાર્યો હતો.
ચાર દિવસ પહેલાં રણવીર સિંહે ઈડરની મહેમાન ગતિ કરી હતી. પોતાના આગામી ફિલ્મના શૂટિંગ માટે રણવીર ઈડરની ગલીઓમાં ફરતો જોવા મળ્યો હતો. રણવીરસિંહે ફિલ્મના શૂટિંગની એક સિક્વન્સ સમાપ્ત કર્યા બાદ ઈડર ભ્રમણ કર્યું હતું. પોતાના નમ્ર સ્વભાવ માટે જાણીતો રણવીર ઈડરની ગલીઓમાં એક્ટિવા પર ફરતો જોવા મળ્યો હતો. રણવીરને જોવા માટે આસપાસના ગામડાંઓના લોકો પણ ઉમટી પડ્યાં હતાં.
આ ફિલ્મનું નામ ‘જયેશભાઈ જોરદાર’ છે. રણવીરસિંહે આ ફિલ્મના શૂટિંગ બાદ એક્ટિવા ચાલકની પાછળ બેસી અને મેઈન માર્કેટમાં ચક્કર માર્યાં હતાં. રણવીરે ઈડરના ચાહકોને હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. રણવીરને જોવા લોકોએ પડાપડી કરી હતી.
નોંધનીય છે કે, રણવીર સિંહની એક ઝલક જોવા માટે રસ્તાઓ પર લોકો ગોઠવાઈ ગયા હતાં. ફિલ્મનું શૂટિંગ એક રોડ પર થયું હતું તેની બંને બાજુ આવતાં શોપિંગ કોમ્પલેક્સ તેમજ મકાનોમાં લોકોના ટોળેને ટોળાં જોવા મળ્યાં હતાં.
રણવીરે પણ એક્ટિવા પરથી તમામ ચાહકોને હાથ હલાવીને થેંક્યૂ કહ્યું હતું. સામાન્ય દિવસોમાં ભીડભાડવાળા વિસ્તાર એવા ટાવર ચોકમાં લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. રણવીર સિંહના આગમથી જ ઈડરમાં ઉત્સાનો માહોલ જોવા મળ્યો હતો.
રણવીરસિંહે ચાર દિવસ પહેલાં ઈડરની ગલીઓમાં શૂટિંગ કરતો જોવા મળ્યો હતો ત્યારે તેના ચાહકો ઈડર દોડી આવ્યા હતાં. રણવીર સિંહને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં.