Only Gujarat

Bollywood TOP STORIES

કરોડોમાં આળોટનાર અક્કી એક સમયે કરતો હતો વેટર તરીકે નોકરી, હવે રહે છે આલીશાન ઘરમાં

મુંબઈઃ બોલિવૂડમાંથી સૌથી વ્યસ્ત કલાકારોમાં સામેલ અક્ષય કુમારને ઈન્ડસ્ટ્રીમાં 29 વર્ષ પૂરા કર્યાં. અક્ષયે ડિરેક્ટર રાજ સિપ્પીની ફિલ્મ ‘સૌગંધ’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આજે આપણે અક્ષયના જીવનની કેટલીક વાતો જાણીએ.

અક્ષયકુમારનું સાચું નામ રાજીવ હરી ઓમ ભાટિયા છે. બોલિવૂડ ડેબ્યૂ કરતા પહેલાં તેણે પોતાનું નામ અક્ષય કર્યું હતું. જોકે, તેના નિકટના મિત્રો તેને આજે પણ રાજીવના નામથી બોલાવે છે. અમૃતસરમાં જન્મેલો અક્ષય થોડો સમય જૂની દિલ્હીમાં રહ્યો હતો. ત્યારબાદ પરિવાર મુંબઈ શિફ્ટ થઈ ગયો. મુંબઈમાં અક્ષયે ડોન બોસ્કો સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

અક્ષયે થાઈલેન્ડમાં શૅફ તથા વેટરની નોકરી કરી છે. અહીંયા તેણે માર્શલ આર્ટ શીખી હતી. અક્ષયને નાનપણથી જ માર્શલ આર્ટનો શોખ હતો. તેણે આઠમા ધોરણથી માર્શલ આર્ટની ટ્રેનિંગ શરૂ કરી હતી.

ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે કે અક્ષય કુમારે આમિર ખાનની ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’ માટે દિપક તિજોરીના રોલ માટે ઓડિશન આપ્યું હતું પરંતુ તેને રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. લીડ રોલમાં ડેબ્યૂ કર્યું તે પહેલાં અક્ષય કુમારે મહેશ ભટ્ટની ફિલ્મ ‘આજ’માં નાનકડો રોલ પ્લે કર્યો હતો. અક્ષય આ ફિલ્મમાં માર્શલ આર્ટ ઈન્સ્ટ્રક્ટ્રર બન્યો હતો.

વર્ષમાં ચારથી પાંચ ફિલ્મ કરનાર અક્ષય કુમાર હાલમાં જ વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ચોથો અભિનેતા બન્યો હતો. ફોર્બ્સ લિસ્ટમાં તે ચોથા સ્થાને છે. ભારતમાં અક્ષય કુમાર સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે.

ફોર્બ્સ લિસ્ટ પ્રમાણે, અક્ષય કુમારની કુલ કમાણી 444 કરોડ રૂપિયા છે. અક્ષયકુમારની કુલ સંપત્તિ 10.74 અબજથી વધુ છે. અક્ષય કુમારની સામે શાહરુખ-સલમાન ક્યાંય પાછળ છે. અક્ષય કુમાર લક્ઝૂરિયસ લાઈફ જીવન જીવવાનો શોખીન છે. તે આલીશાન બંગલો તથા મોંઘી ગાડીઓનો માલિક છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page