Only Gujarat

FEATURED National

100 વર્ષની ઉંમરે છે સક્સેસ બિઝનેસ વુમન છે પદ્માવતી, આ રીતે કરે છે વેચાણ

કહેવાય છે ને કે ‘શૌક બડી ચીઝ હૈ’ કેરળની 100 વર્ષની પદ્માવતી નાયરની કહાણી સાંભળીને આપને આ વાક્ય ચોક્કસ યાદ આવશે. કેરળના ત્રિશૂર વડક્કાનચેરીમાં રહેતી 100 વર્ષની પદ્માવતી તેમના આ શોખના કારણે જ આ ઉંમરે પણ એક સફળ બિઝનેસ વુમન છે. વર્ષ 1920માં જન્મી પદ્માવતી (પદ્મ) નાયરનો એક જ જીવન મંત્ર છે. “વ્યસ્ત રહો અને મસ્ત રહો, બીજાના જીવનનમાં દખલ ન કરો’ પદ્માવતી 100 વર્ષની વયે સાડી પર પેઇન્ટ કરવાનું કામ કરે છે. જ્યારે તેમને આ કામ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, “આ કામ કરવામાં આનંદ આવે છે અને સંતોષ પણ મળે છે.

તુષાર સિલ્ક પર વર્ક કરવું મુશ્કેલ
ફેબ્રિક પર પેઇન્ટ કરવું એ પદ્માવતીનો શોખ છે. 100 વર્ષની ઉંમરે જ્યારે લોકોનું જીવન અન્ય પર નિર્ભર થઇ જાય છે અને તે કામથી નિવૃતિ લઇ છે ત્યારે ઉંમરના આ પડાવમાં પદ્માવતી સંપૂર્ણ સ્વસ્થ છે અને સફળ બિઝનેસ વુમન છે. આ ઉંમરે પણ તે આ કામ કરીને સારી એવી કમાણી કરી છે. જ્યારે આ કામ વિશે તેમની સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે, “સાડી પર હેન્ડ વર્કનું કામ, ઘણો સમય માંગી લે છે.

આ કામ ખૂબ જ ઝીણવટપૂર્વક, સાવધાનીથી કરવું પડે છે”. 100 વર્ષની ઉંમરે પણ પદ્માવતી તેમના કામને લઇને ખૂબ જ ગંભીર છે. તે પહેલા સાડીની ડિઝાઇન તૈયાર કરે છે અને ત્યારબાદ તેને રંગોથી ભરી દે છે. તે જુદા જુદા ફેબ્રિકની સાડી પર પેઇન્ટિંગનું કામ કરે છે. તેમણે જણાવ્યું કે, “તુષાર સિલ્ક પર વર્ક કરવું સૌથી મુશ્કેલ કામ છે, મારી દીકરી અને પુત્રવધુ બજારમાંથી સાડીઓ લાવે છે. જેને હું પેઇન્ટ કરૂં છું”

એક સાડીની કિંમત અંદાજિત 1,000 રૂપિયા
પદ્માવતીની દીકરી લતાએ જણાવ્યું કે, “એક સાડી પર કામ કરવામાં લગભગ એક મહિના જેટલો સમય લાગે છે. જો કે આ કામથી તે જે પણ પૈસા કમાઇ છે તેને તેમના પૌત્ર પર ખુશીથી ખર્ચ કરી દે છે. તેમને પોતાની પાસે ક્યારેય કંઇ જ નથી રાખ્યું.” આ એક સાડી પર અંદાજિત 11,000 રૂપિયા જેવી કિંમત લે છે. જો કે તેમાં સાડીની કિંમત પણ સામેલ છે. તેમજ એક પેઇન્ટ કરેલા દુપટ્ટાની કિંમત 3,000 રૂપિયાની આસપાસ હોય છે”

પદ્માવતી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ
દુનિયાભરના લોકો સુધી તેમનું કામ પહોંચાડવા માટે પદ્મ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરે છે. તે આ માટે વ્હોટસએપનો ઉપયોગ પણ કરે છે. તે ઘણી વખત તેમના પૌત્રને વીડિયો કોલિંગ પણ કરે છે.

આ સાથે તે ઇમેલથી પણ મિત્રો પરિવાર સાથે સંપર્કમાં રહે છે. તેમના 100માં જન્મદિવસને મનાવવા માટે પરિવારે એક ઓનલાઇન વર્ચ્યુઅલ પાર્ટી ગોઠવી હતી જેનો પદ્માવતીએ ભરપૂર આનંદ ઉઠાવ્યો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page