Only Gujarat

National TOP STORIES

100 વર્ષના દાદી કોરોનાને હરાવી આવ્યા ઘરે, આ છે તેમની ફિટનેસનું રહસ્ય, વહુએ કહ્યો ખાસ ડાયટ પ્લાન

ઈન્દોરઃ કોરોનાનો કેર આખી દુનિયામાં વર્તાય રહ્યો છે. પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. સભાન રહેવાનની સાથે સરકારે આપેલા દિશા નિર્દેશોનું પાલનન કરીશું તો આ મહામારીને ચોક્કસ માત આપી શકીશું. સામાન્ય રીતે વયસ્ક કોરોના દર્દીનો ડેથ રેટ વધુ છે. પરંતુ ઇંદોરમાં 100 વર્ષની વૃદ્ધાએ કોરોનાને માત આપીને કોરોના સાથેની જંગને જીતી લીધી છે. આ વૃદ્ધ મહિલા 10 મેથી અરવિંદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી પરંતુ હવે તે સંપૂર્ણ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યાં છે. જોકે, આ માટે ફિટનેસ માટે તેનો જીવનશૈલી અને ડાયટ પ્લાન જવાબદાર છે.


પાડોસીઓએ તાળી વગાડીને કર્યું વેલકમઃ ઇંદોરની 100 વર્ષની ચંદાબાઇ પરમારે 11 દિવસમાં કોરોનાને માત આપીને હવે ઘરે પરત ફર્યાં છે. 11 દિવસ બાદ સતત ત્રીજી વખત તેમનો રિપોર્ટ નેગેટીવ આવતાા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ ઘરે પરત ફર્યાં તો પાડોસીઓ અને પરિવારે તાળી અને થાળી વગાડીને તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું.


15 દિવસ પહેલા વૃદ્ધાના 70 વર્ષીય પુત્રનું મોતઃ ચંદાબાઇના પૌત્રની વહુ દીપાએ જણાવ્યું કે, વૃદ્ધાના 70 વર્ષીય દીકરાનું 4 મેના દિવસે મોત થઇ ગયું હતું. તેમને શરદી, ઉધરસ જેવા લક્ષણો હતા. કોરોના ટેસ્ટ માટે તેમના નમૂના લેવાય તે પહેલા જ તેમની તબિયત બગડી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોત થઇ ગયું. દીપાએ જણાવ્યું કે પરિવારના એક સભ્યના મોત બાદ અમને કોરોનાની શંકા ગઇ અને સરકારી આરોગ્ય વિભાગનો સંપર્ક કરીને કોરોના ટેસ્ટિંગની માંગણી કરી તો અમારા પરિવારમાં દાદી સહિત 6 લોકોને કોરોના પોઝિટિવ આવ્યાં.

24 કલાક ICUમાં ભરતીઃ વૃદ્ધ ચંદાબાઇનો ઇલાજ કરનાર ડોક્ટર રિવ દોષીએ જણાવ્યું કે, ચંદાબાઇને 48 કલાક આઇસીયુમાં રખાયા હતા. તેમની ઇમ્યુનિટી વધારવા માટે જિંક, કેલ્શિયમ, ગરમ પાણી, પ્રોટીનયુક્ત ભોજન, હોર્લિક્સ મિક્સ કરીને દૂધ આપવામાં આવ્યું હતું. આ પ્રકારના ડાયટ પ્લાનના કારણે 100 વર્ષીય વૃદ્ધા સંપૂર્ણ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યાં.

મલાઇવાળુ દૂધ અને બદામ હલવો ખાતાં હતા વૃદ્ધાઃ ચંદાબાઇના પૌત્રની વહુ ચંદાએ જણાવ્યું કે, અમારા પરદાદી ચંદાબાઇ રોજ રાત્રે ઘી નાખીને મલાઇવાળું દૂધ પીવે છે. તેમને બદામ અને રવાનો હલવો પણ ખૂબ જ પસંદ છે. તે સવારે 8 વાગ્યે જાગી જાય છે અને ત્રણથી ચાર વખત ચા પીવે છે. સવારે અનુલોમ વિલોમ યોગ કરે છે. તે બપોરે સંપૂર્ણ આહાર દાળ, ભાત રોટલી, શાક, દાળ, ભાત તેમ વ્યવસ્થિત ભોજન લે છે. કદાચ આ જ કારણ છે કે, તેમની 100 વર્ષ પણ ઇમ્યુનિટિ સ્ટ્રોન્ગ છે અને તેમને કોરોનાની માત આપી.

You cannot copy content of this page