Only Gujarat

International

પ્લેન 30 હજાર ફૂટની ઉંચાઈએ હવામાં હતું ને યુવતીએ મુક્કા મારી ફ્લાઈટની બારી તોડી નાંખી

ચીનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક છોકરીને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. યુવતીએ ગુસ્સામાં આવીને ફ્લાઈટની વિન્ડોને મુક્કો મારીને તોડી નાખી હતી. કથિત રૂપે યુવતી તેના બોયફ્રેન્ડને લઇને નારાજ હતી જેના કારણે તેણે ગુસ્સામાં આવું પગલું ભર્યું હતું.

ધ સનનાં સમાચાર મુજબ આ ઘટના ગત મહિનાની છે. જ્યારે ડોમેસ્ટિક લૂંગ એરલાઇન્સની એક ફ્લાઈટ ઉડવા જઇ રહી હતી, ત્યારે જ એક યુવતીએ પોતાનું દિમાગી નિયંત્રણ ગુમાવી દીધું હતું. એરલાઇન્સ અધિકારીઓનું કહેવું છે કે યુવતી 29 વર્ષની છે, જેનું નામ લી છે. 25 મેના રોજ, ફ્લાઈટની ઉડાન દરમિયાન તેને ગુસ્સે થયો અને ફ્લાઈટની બારી તોડી નાખી હતી.

લીની તસવીરો ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ હતી. તે તસવીરોમાં લીને તેની સીટ પર રડતી જોઇ શકાય છે. ત્યારબાદ તેણે ફ્લાઈટ વિન્ડો પર મુક્કાઓ મારવાનું શરૂ કર્યું. એટલું જ નહીં ઘટના સ્થળે હાજર કેબીન ક્રૂ અને અન્ય સભ્યોએ લીને રોકવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં સુધી તે બારીનો એક ભાગ તૂટી ગયો હતો.

આ વિમાનને પૂર્વ ચીનના દરિયાકાંઠાના શહેર યાનચેંગથી જિનિંગ તરફ જવાનું હતું, પરંતુ વિન્ડો તૂટી જવાને કારણે વિમાનને હેનાન પ્રાંતની રાજધાની ઝેંગઝોઉમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. ઝેંગઝોઉ વિમાનમાંથી ઉતર્યા બાદ પોલીસે તેને કસ્ટડીમાં લીઘી હતી.

ધ ગાર્ડિયનના જણાવ્યા અનુસાર ઝેંગઝોઉ પોલીસે કહ્યું કે યુવતીના બોયફ્રેન્ડે તેને દગો આપ્યો હતો, જેના કારણે તે ગુસ્સે થઈ ગઈ હતી. સાથે જ, પ્લેનમાં ચડતા પહેલા તેણે ‘બાઇજી’ લીધું હતું, જે એક લિટર ખાંડ, અનાજ, અને દારૂમાંથી બને છે. આ પીણામાં આલ્કોહોલની માત્રા 35 થી 60 ટકાની વચ્ચે જોવા મળે છે. પોલીસે હજી સુધી ખુલાસો કર્યો નથી કે લીને કેટલા સમય સુધી રિમાન્ડ પર રાખવામાં આવશે.

You cannot copy content of this page