Only Gujarat

FEATURED National

ભાઈએ FB ફ્રેન્ડ સાથે મળીને પિતરાઈ બહેનને જ બનાવી ટાર્ગેટ અને પછી…..

15 લાખની લોન ચુકવવા માટે એક યુવકે પોતાના પિતરાઇ બહેનને બ્લેકમેલ કરીને એક કરોડ રૂપિયાની રકમ વસૂલવાનું કાવતરું રચ્યું હતું. આમાં આરોપી છોકરો ફેસબુક પર મિત્ર બનેલી અને એક મોડેલિંગ કરતી છોકરીને પણ પૈસાની લાલચ આપીને બ્લેકમેઇલિંગના કાવતરામાં સામેલ કરાઈ હતી. આ પછી, યુવતીએ પીડિતાને કોલ કર્યો અને ગંદી વાતો કરી હતી. તેની યુવાક સાથે ઉજ્જૈનની મુલાકાત દરમિયાન લેવામાં આવેલા ફોટા એડિટ કરી અને વાયરલ થવાની ધમકી આપી. તેના પતિને પણ કોલ કરીને છૂટાછેડા લેવા માટે ડરાવી અને બ્લેકમેલ માટે 1 કરોડની રકમ માંગી હતી. પરંતુ પીડિતા પરેશાન થઈ ગઈ હતી અને તેણે પોલીસમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ પોલીસે યુવક અને યુવતીની ધરપકડ કરી હતી.

ડીસીપી પ્રદીપ મોહન શર્માએ જણાવ્યું હતું કે પકડાયેલા આરોપી ગૌરવ ગુપ્તા ચૌમૂ, જયપુરની બસંત વિહાર કોલોનીના રહેવાસી છે. જ્યારે, મૃણાલિની દ્વિવેદી ઉર્ફે સેજલ ગ્રેટર નોઇડાની રહેવાસી છે. મૃણાલિની ઘણી વખત ફેશન શોમાં મોડલિંગ કરી ચૂકી છે. તેનું પ્રખ્યાત મોડેલ બનવાનું સ્વપ્ન છે. પ્રારંભિક પૂછપરછમાં ખુલાસો થયો હતો કે ચૌમુ નિવાસી ગૌરવ અને નોઈડાની સેજલ થોડા સમય પહેલા ફેસબુક પર મિત્ર બન્યા હતા. ધરપકડ બાદ જ તેઓ પહેલીવાર મળ્યા છે. આ પહેલા ફોન અને ફેસબુક ચેટિંગ દ્વારા એક બીજાના સંપર્કમાં હતા.

3 વર્ષ પહેલા ઉજ્જૈન ટ્રીપ દરમિયાન ભાઈ સાથે લેવાયેલી તસવીરો
ચૌમુ એસીપી રાજેન્દ્રસિંહ નિર્વાણાએ જણાવ્યું હતું કે, 28 ઓગસ્ટે પીડિત મહિલાએ એક રિપોર્ટ નોંધાવ્યો હતો કે તે ત્રણ વર્ષ પહેલા પોતાના પરિવાર અને પિતરાઇ ગૌરવના પરિવાર સાથે ઉજ્જૈનની ધાર્મિક યાત્રા પર ગઈ હતી. જ્યાં ગૌરવ તેના મોબાઇલ પરથી પરિવારના સભ્યો અને કઝીન સિસ્ટર સાથે ફોટોગ્રાફ્સ લીધા હતા.

તેના થોડા જ સમયમાં ફોટો એડિટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ થવાની ધમકી આપીને તેણે બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આરોપીએ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને પીડિતાને 60 થી 70 હજાર રૂપિયા આપ્યા હતા. પરંતુ હવે થોડા સમય માટે સેજલ નામની યુવતીએ વારંવાર તે જ ફોટો વાયરલ કરવાની ધમકી આપી પીડિતા પાસેથી 1 કરોડની માંગ કરી હતી.

પોલીસે કેસ દાખલ કરી યુવકને જયપુર બોલાવ્યો હતો
પોલીસે રીપોર્ટ નોંધાવ્યા બાદ ગૌરવને ફોન કરીને પૂછપરછ શરૂ કરી હતી ત્યારે સામે આવ્યુ હતુકે, તેણે ફોટો એડિટ કરીને પૈસા માંગ્યા છે, પરંતુ જો પીડિતાએ તે ન આપ્યા તો તેણે ફેસબુકની મિત્રને દેવાનું દુખ જણાવ્યુ અને પૈસાની લાલચ આપી તેની પાસે બ્લેકમેઇલ કરાવી. મહિલાએ ફોન પર અપશબ્દો બોલીને પીડિત મહિલા પર દબાણ કર્યું હતું.

ફોન કોલ કરનારી યુવતી નોઈડા હોવાાની જાણકારી જ્યારે પોલીસની સામે આવી ત્યારે પોલીસે ગૌરવ દ્વારા સેજલને ફોન કર્યો હતો. તેની સાથે વાતચીતમાં તેમને કહેવામાં આવ્યું કે પીડિતાએ તેને 55 લાખ રૂપિયા આપ્યા છે. તેથી જ તું જયપુર આવી અને તારો હિસ્સો લઈજા. પૈસાની લાલચે યુવતી મોડી સાંજે જયપુર પહોંચી હતી. તે પછી, ચૌમૂ થાનાપ્રભારી હેમરાજસિંહના નેતૃત્વ હેઠળ પોલીસે સેજલને પણ પકડી પાડી હતી. પૂછપરછ બાદ આરોપો સ્વીકારતાં પોલીસે સેજલની પણ ધરપકડ કરી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page