Only Gujarat

FEATURED National

સુહાગરાતની સેજ સજાવેલી હતી પરંતુ પતિએ કહી એવી વાત કે દુલ્હનના પગે તળેથી સરકી જમીન!

શિવપુરીઃ મધ્ય પ્રદેશના શિવપુરીમાં એક દુલ્હન પોતાના પતિથી નારાજ હોવાના કારણે એસપી પાસે ફરિયાદ લઈ પહોંચી. ગત વર્ષે 12મી ટોપર રહ્યાં હોવાનો દાવો કરતી આ દુલ્હનને પતિએ એવી વાત કહી કે તે મિત્રની મદદથી એસપી ઓફિસ પહોંચી અને પતિની ફરિયાદ કરી. યુવતીના લગ્ન 26 જૂને થયા હતા, પરંતુ તે 4 દિવસ બાદ જ સાસરીએથી ભાગી ગઈ હતી. દુલ્હને જણાવ્યું કે, તેને રસ્તામાં પોતાનો મિત્ર મળ્યો અને તે તેની સાથે ભાગી ગઈ. હવે બંને પોતાના જીવને જોખમ હોવાની વાત કરી રહ્યાં છે.

પતિ પર લગાવ્યો આ આક્ષેપઃ એસપી ઓફિસ પહોંચેલી યુવતીએ જણાવ્યું કે, સુહાગરાતે પતિ અશોકે તેને કહ્યું કે આ લગ્નનો 5 લાખમાં સોદો થયો છે. યુવતીના પરિવારજનોએ પૈસા માટે આ લગ્ન કરાવ્યા હતા. યુવતીના પતિએ તેને ધમકી આપી હતી કે તે જેવું કહે એવું જ કરવાનું અને વાત નહીં માને તો તેની હત્યા કરી નાખશે.

પતિ યુવતીને પત્ની નહીં પરંતુ એક વસ્તુ સમજી ખરીદી લાવ્યો હતો. આ કારણે જ યુવતી ભાગી ગઈ. તેને રસ્તામાં પોતાનો મિત્ર દીપક કોલી મળ્યો, જે તેનો જૂનો મિત્ર હતો. હવે દીપક તેની મદદ કરી રહ્યો છે. જો પોલીસ મદદ નહીં કરે તો બંનેના જીવને જોખમ છે તેમ તેમણે જણાવ્યું હતું. એસપીએ એસઆઈને બોલાવી આ મામલે તપાસ સોંપી છે.

મિત્રએ કર્યો મદદનો વાયદોઃ એસપીને દીપકે જણાવ્યું કે, યુવતીનો સાથ આપવાના કારણે તેને પણ હત્યાની ધમકીઓ મળી રહી છે. એસપીએ એસઆઈ બાદામ સિંહને બોલાવી બંનેને તેમને હવાલે કર્યા હતા. પોલીસ યુવતીના આક્ષેપ કેટલા સાચા છે, તે મામલે હાલ તપાસ કરી રહી છે. જોકે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ લવ મેરેજ ના કરવા દેવા અને બળજબરી પૂર્વક અન્ય યુવક સાથે લગ્ન કરાવી દેવાની ઘટના પણ હોઈ શકે છે.

You cannot copy content of this page