Only Gujarat

National

જો તમે યૂટ્યૂબ ચેનલથી કમાણી કરવા માંગતો હો તો જાણી લો સફળતાનો મંત્ર

બદ્રીનારાયણ ભદ્ર, આ નામ આપ ગૂગલમાં સર્ચ કરશો તો પહેલા જ નંબરમાં તેમની યૂટ્યૂબ ચેનલનું એડ્રેસ આવશે. પાંચ વર્ષમાં બદ્રીનારાયણની યૂટ્યૂબ ચેનલમાં 15 લાખ 60 હજારથી પણ વધુ સબ્સક્રાઇબર છે અને તે દર મહિને યૂટ્યુબથી 60થી 70 હજાર રૂપિયા કમાય છે. બદ્રીનારાયણ ઓડિશાના જૈજપુર જિલ્લાના એક નાનકડા ગામ જહલમાં રહે છે. શું છે,તેમની સફળતાનું રહસ્ય? જાણીએ.

જિયોએ 4જી લોન્ચ કર્યો, ત્યારે વીડિયો બનાવવાનું કર્યું શરૂ
બદ્રીએ જણાવ્યું કે, ‘હું ફિલ્મ લાઇનથી જોડાયેલો હતો. 2000થી 2004 સુધી દિલ્લી, મુંબઇ અને કોલકતા થિયેટરમાં કામ કર્યું. 2004થી 2016 સુધી મુંબઇમાં ફિલ્મ ડિરેક્ટરની ટીમ સાથે કામ કર્યું. 2016માં મારે ગામડે પરત ફર્યો. જ્યારે ફિલ્મ માટે કામ કરતો હતો તો યૂટ્યુબ પર અમારા ગીતો અને ટ્રેલર રિલીઝ થતાં હતા. આ કારણે જ મને આ આઇડિયા હતો. 2016 સુધી યૂટ્યુબથી પૈસા કઇ રીતે કમાઇ શકાય તે વિશે કંઇ ખાસ જાણકારી ન હતી. જો કે થોડો આઇડિયા ચોક્કસ હતો કે, આ માધ્યમથી કમાણી કરી શકાય તેમ છે’

201માં જ્યારે જિયોને 4જી લોન્ચ કર્યું તો ગામમાં સૌથી પહેલા મેં જ આ સિમ ખરીદ્યું હતું. જો કે આ સમયે પણ મને યૂટ્યૂબથી કમાણી કરવાનો કોઇ ખાસ આઇડિયા ન હતો. અમારા ગામમાં વાનર ખૂબ જ છે. વાનરનું ઝુંડ અમારા ઘર સુધી દરેક બે કે ત્રણ દિવસે આવી જાય.વાનરો આખા ગામમાં ફરે છે. મારી પત્ની મોનાલિસા વર્ષોથી વાનરને મગફળી ખવડાવતી હતી.

એક દિવસ તે હંમેશાની જેમ વાનરને મગફળી ખવડાવતી હતી. આ સમયે મેં તેમનો વીડિયો બનાવી લીધો. વીડિયો બનાવી લીધા બાદ મને થચું કે, આ યૂટ્યૂબ પર અપલોડ કરવો જોઇએ. ત્યારબાદ 19 મે 2016થી ખુદના નામથી યૂટ્યૂબ ચેનલ શરૂ કરી. જો કે આ બધી જ પ્રોસેશ યૂ્ટયૂબથી જ સીખી હતી. ચેનલ બનાવવાનો ક્રાઇટેરિયા શું હોય છે, તે વિશે વાંચ્યું અને ચેનલ બનાવી લીધી.

પત્નીનો જે વીડિયો બનાવ્યો હતો, તે વીડિયો અપલોડ કરી દીધો. ત્યારબાદ હું એક-બે દિવસે પત્નીના વીડિયો અપલોડ કરતો હતો. આખો વીડિયો જિયો ફોનથી જ તૈયાર કરતો હતો. એડિંટિગ માટેનું ફ્રિ સોફ્ટવેર ફિલ્મોરા છે. જેના દ્વારા મોબાઇલમાં જ વીડિયોનું એડિટિંગ કરી લેતો હતો અને ત્યારબાદ વીડિયો અપલોડ કરી દેતો હતો.

2017માં આવતા-આવતા હું મારી ચેનલમાં 30થી 40 વીડિયો અપલોડ કરી ચૂક્યો હતો. વીડિયો શૂટ કરવાથી માંડીને તેનું એડિટિંગ કરવામાં મને માત્ર ત્રણ કલાક જેટલો સમય લાગતો હતો. ત્યાર બાદ આપો આપ યૂટ્યૂબ ચેનલ પર વ્યૂઝ વધવા લાગ્યા. ચેનલના પ્રમોશન માટે મેં અલગથી કંઇ જ નથી કર્યું. બસ મારો કન્ટેન્ટ યુનિક હતું. જ્યારે વ્યૂઝ આવવા લાગ્યા તો મેં ચેનલને મોનેટાઇઝ કરી દીધી.

ત્યારબાદ તેના પર જાહેરાત પણ લાવવા લાગી અને વ્યૂઝ પણ વધવા લાગ્યા. મને આજે પણ યાદ છે કે, 2017માં પહેલું પેમેન્ટ 110 ડોલર (8હજાર) રૂપિયા મળ્યું હતું. જ્યારે પહેલી વખત પૈસા મળ્યાં તો ખૂબ જ પ્રોત્સાહન મળ્યું. ત્યારબાદ વિચારી લીધું કે, તેના દ્વારા જ કમાણી કરવી છે. ત્યારબાદ હું પત્નીના વાનરને મગફળી ખવડાવતા વીડિયો શૂટ કરવા લાગ્યો. ક્યારેક અમે વાનરને તો ક્યારેક ગાયને ખવડાવતા હતા. મારા ઘરમા પત્ની, બે બાળકો સિવાય મારા બંને ભાઇઓનો પરિવાર પણ છે. અમે બધા જ મળીને વીડિયો બનાવવામાં લાગી ગયા અને તેમને એડિટ કરીને યૂટ્યૂબ પર અપલોડ કરવા લાગ્યાં.

અત્યાર સુધીમાં હું મારી ચેનલ પર 1100થી વધુ વીડિયો અપલોડ કરી ચૂક્યો છું તેમજ સબ્સક્રાઇબર 15 લાખથી વધુ છે. આ કામથી હું દર મહિને આરામથી 60થી 70 હજાર કમાઇ લઉં છુ. 4 વર્ષમાં 15 લાખથી વધુની કમાણી યૂટ્યૂબથી કરી છે. જો કે 20થી 25 હજાર રૂપિયા અમે જાનવરને ખવડાવવામાં ખર્ચ કરીએ છીએ. લોકડાઉનમાં પશુઓને ખવડાવવામાં 30 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કર્યો હતો. મારો પ્લાન ભવિષ્યમાં અભ્યારણ બનાવવાનો છે. જેમાં હું પશુઓને રાખી શકું, ગૌ શાળા ખોલવનો પણ ઇરાદો છે. 2020થી તો હું નિયમિત 17થી 18 કલાક યૂટ્યૂબ ચેનલને આપું છું. અમે દિવસમાં ફિલ્ડમાં ફરીએ છીએ અને નવી-નવી ઘટનાનું શૂટ કરીએ છીએ. ત્યારબાદ તેમને એડિટ કરીને યૂટ્યૂબ પર અપલોડ કરીએ છીએ. મારું બધું જ કામ હજું પણ સ્માર્ટફોનથી ચાલે છે. જો કે હાલ જિયોના બદલે સૈમસંગનો સારા કેમેરાવાળો ફોન ખરીદ્યી લીધો છે.

યૂટ્યૂબ પર વીડિયો ચેનલ શરૂ કરીને કમાણી કરવાનું ઇચ્છતા હો તો મારી સલાહ એટલી જ માત્ર છે કે,. આપ કેન્ટેન્ટ હંમેશા યૂનિક રાખો. જેમાં કંઇકને કંઇક સરપ્રાઇઝિંગ પણ હોય, કંઇકને કંઇ નવું હોય. જેને જોઇને લોકોને મજા આવે. જો આવા વીડિયો હશે તો લોકો જ ખુદ વીડિયો શેર કરશે અને વ્યૂજ પણ વધશે.જો આપ આપની આસપાસ એવી વસ્તુઓ જુઓ કે, જે આપને સરપ્રાઇઝિંગ લાગે તો તેનો વીડિયો બનાવી લો અને ત્યારબાદ ફ્રી સોફ્ટવેરની મદદથી તેને એડિટ કરી લો અને યૂટ્યૂબ પર ડાઉનલોડ કરતા જાવ, હું ભલે ફિલ્મ લાઇનથી છું પરંતુ આ કામ માટે કોઇ ખાસ ડાયરેકશનની જરૂર નથી બસ માત્ર કેન્ટેન્ટ યુનિક હોવું જોઇએ.


કેવી રીતે બનાવશો યૂ્ટયૂબ ચેનલ?
એક યૂટ્યૂબ ચેનલની શરૂ કરવા માટે સૌથી પહેલા આપની પાસે એક એક્ટિવ ગૂગલ અકાઉન્ટ હોવું જોઇએ. જો ગૂગલ અકાઉન્ટ ન હોય તો સૌથી પહેલા આપ ગૂગલ અકાઉન્ટ બનાવી લો. ગૂગલ પર અકાઉન્ટથી સાઇન ઇન કર્યા બાદ યૂટ્યૂબ ચેનલ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી શકાય છે.

  • સ્ટેપ-1: યૂટ્યૂબ પર જઇને રાઇટ સાઇડ પર યૂટ્યૂબ અકાઉન્ટના થંબનેલ ઇમેજ પર ક્લિક કરો. ત્યારબાદ ‘ક્રિએટ એ ચેનલ’નો વિકલ્પ સિલેક્ટ કરો.
  • સ્ટેપ-2: હવે તેમાં યૂટ્યૂબ ચેનલનું નામ નાખો. જે વિષય સંબંધિત આપની યૂટ્યૂબ ચેનલ હોય, નામ એવું પસંદ કરવું જોઇએ.
  • સ્ટેપ-3: નામ સિલેક્ટ કર્યાં બાદ કેટેગરી સિલેક્ટ કરો. આપ કેવા પ્રકારનું કન્ટેન્ટ પોસ્ટ કરવાનો છો. તે મુજબ કેટેગરી સિલેક્ટ કરીને ઓકેનો વિકલ્પ ક્લિક કરો (ક્લિક કરતા પહેલા ધ્યાનથી શરતો અને નિયમો વાંચી લેવા)
  • સ્ટેપ-4: આપની યૂટયૂબ ચેનલ બની ગઇ. હવે આપ એક નવા પેઇઝ પર રીડાયેરેક્ટ થઇ જાવ, અહીં તમે તમારા બ્રાન્ડ સાથે જોડાયેલી તસવીર, બ્રેકગ્રાઉન્ડ આર્ટ ચેનલ આઇકન અપલોડ કરી શકો છો. ત્યારબાદ આપ આપની ચેનલ વિશેનું શાનદાર ડિસ્ક્રિપ્શન પણ નાખી શકો છો.
  • અહીં આપ એ બધું જ શેર કરી શકો છો. જેનાથી લોકો જાણી શકે કે, આપની યૂટ્યૂબ ચેનલ ક્યાં વિષયની છે અને આપ ક્યારે કેન્ટેન્ટ પોસ્ટ કરવાના છો. આ સિવાય બિઝનેસ ઇન્કાવયરી માટે આપ આપનું ઇમેલ આઇડી પણ શેર કરી શકો છો. ત્યારબાદ આપ આપની ચેનલ પર વીડિયો અપલોડનું ઓપ્શન સિલેક્ટ કરીને વીડિયો અપલોડ કરી શકો છો.
You cannot copy content of this page