એકવાર તો હસી લે દીકરા…પછી નિરાંતે સૂઈ જજે, લાડલાનો મૃતદેહને છાતીએ લગાવીને બેઠી રહી માતા

કહેવાય છે કે દીકરાને તેની માતા જેટલો પ્રેમ દુનિયામાં કોઈ ન કરી શકે. જ્યારે આ જ લાડલો ખોળામાં મૃત હાલતમાં પડ્યો હોય તો માતાની હાલત શું થાય તેની કલ્પના કરવી પણ મુશ્કેલ બની જાય છે. આવો જ એક હ્રદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. જ્યાં એક માતા દીકરાનો મૃતદેહને ખોળામાં લઈને કરુણ આક્રંદ કરી રહી છે. માતા કહી રહી છે કે માતા હરષુ દીકરાને કંઈ નથી થયું, જુઓ હમણા ઉઠીને મારા ગળે વળગી હશે.

આ હચમચાવી દેતો બનાવ ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લાના એકતા કોલોનીનો છે. દીકરા હર્ષિતના શબને લઈને જેવી પોલીસ સોનીના ઘરે પહોંચી તો ચારેય તરફ રડારોળ શરૂ થઈ ગઈ. માતા કવિતાએ હર્ષિતના શબને ખોળામાં લઈ લીધુ અને જમીન પર બેસી ગઈ. કવિતા કહી રહી હતી કે, મારા હર્ષુને કઈં જ નથી થયું, જોજો હમણાં ઊભો થશે અને મળે ભેટી પડશે.

દીકરાનાં કપડાં ભીનાં જોઈ બોલી, અરે મારા હર્ષુને ઠંડી લાગી જશે.. જલદી તેના માટે કપડાં લાવો. થોડી જ વારમાં જેવાં કપડાં આવ્યાં તે કપડાં બદલવા લાગી. સીઓ સિટી અમિત સિંહ અને ફ્રેન્ડ્સ કોલોનીના સ્ટેશન ઈન્ચાર્જ વિવેક ચૌધરીએ સોનૂ પાસેથી આખી ઘટનાની માહિતી લીધી અને પરિવારજનોને હિંમત આપી.

શબ લઈને મથુરા જવા રવાના થયો પરિવાર
પહેલાં તો હર્ષિતના અંતિમ સંસ્કાર કરવાની તૈયારી યમુના નદીના કિનારે કરવામાં આવી હતી, પરંતુ સાંજે મથુરાથી સોનૂના પ્રિતા શ્રીચંદ્ર પહોંચ્યા અને તેમણે મથુરામાં જ અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું. એટલે આખો પરિવાર મથુરા જવા નીકળી ગયો.

પાણી ભરેલા ખાડામાં પડવાથી થયું મૃત્યુ
બુધવારે સવારે ઘરની બાજુમાં આવેલ પાણીના ખાડામાં પડતાં જવાનના નાદાન દીકરાનું મૃત્યુ થયું. જવાન તેના દીકરાના શબને લઈને એસએસપી કાર્યાલય પહોંચી ગયો અને આરોપ લગાવ્યો કે, તેને તેની બીમાર પત્ની અને દેખભાળ કરવાની તક જ ન મળી. ઓફિસરોએ તેને સમજાવીને ઘરે મોકલ્યો.

મથુરાના મહુર્રા પોલીસ સ્ટેશન વિસ્તારના નગલા ભૂરિયા ગામના નિવાસી સોનૂ સિંહ પોલીસ જવાન છે અને વેદપુરા પોલીસ સ્ટેશનમાં ક્યૂઆરટીમાં સેવા આપી રહ્યા છે. બુધવારે સવારે સોની ડ્યૂટી પર જવા માટે તૈયાર હતા. આ દરમિયાન તેમનો નાનો દીકરો હર્ષિત ઉફ ગોલૂ (2) રમતાં-રમતાં ઘરની બહાર નીકળી ગયો અને બાજુમાં ખાલી પડેલા પ્લોટ સુધી પહોંચી ગયો.

અહીં પાણી ભરેલા ખાડામાં હર્ષિત પડી ગયો. લગભગ 10 મિનિટ બાદ સોનૂ અને તેમની પત્ની કવિતાને હર્ષિત દેખાયો નહીં એટલે તેમણે આસપાસ શોધવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમને ખાડામાં હર્ષિતની ટોપી દેખાઈ. સોનૂ અને તેના પાડોશી પ્રદીપ યાદવે તેને બહાર કાઢ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાગેર કર્યો.

સોનૂ દીકરાના શબને લઈને એસએસપી જયપ્રકાશ સિંહની ઑફિસે પહોંચી ગયા. તેમના દ્વારા માહિતી મળતાં જ એસપી સિટી કપિલ દેવ સિંહ પણ ત્યાં આવી ગયા. તેમણે જણાવ્યું કે, તેમની પત્ની કવિતા 15 દિવસથી બીમાર છે. પત્ની અને દીકરાની દેખભાળ માટે તેણે 7 જાન્યુઆરીએ રજા માંગી હતી. એસએસપીએ જણાવ્યું કે, સોનૂએ પોસ્ટ મૉર્ટમ કરાવવાની ના પાડી ધીધી છે. સોનૂએ રજા માંગી હતી, તેની માહિતી તેમની પાસે નથી.