Only Gujarat

Bollywood FEATURED

તો શું આ ગુજરાતી એક્ટ્રેસ કપૂર પરિવારની ભાણેજ વહુ બનીને આવશે? કરીના-રણબીરની બનશે ભાભી

મુંબઈઃ અરમાન જૈન તથા અનિસા મલ્હોત્રાએ ત્રણ જાન્યુઆરીના રોજ લગ્ન કર્યાં હતાં. કપૂર પરિવારના આ લગ્નમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તમામ મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. લગ્નમાં અમિતાભ બચ્ચનથી લઈ અનિલ અંબાણી, નીતા અંબાણી સહિતના સેલેબ્સ હાજર રહ્યાં હતાં. જોકે, આ તમામની વચ્ચે 24 વર્ષીય ગુજરાતી એવી બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયા સેન્ટર ઓફ ધ એટ્રેક્શન બની હતી.


તારા સુતરિયા લગ્નમાં લાઈટ પિંક પેસ્ટ શેડ લહેંગો પહેરીને આવી હતી. તારા સુતરિયાના આ લુકની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઈ હતી. તારા સુતરિયા અને અરમાન જૈનના નાના ભાઈ આદર જૈન વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. અરમાન-આદર એક્ટ્રેસ કરિના કપૂરના ફોઈના દીકરા છે. એટલે કે કપૂર પરિવારના ભાણીયા છે.


અરમાન જૈનના લગ્નમાં તારાએ ખાસ પર્ફોર્મન્સ આપ્યું હતું. જોકે, આ પર્ફોર્મન્સ બાદ જે થયું તે તમામ માટે સરપ્રાઈઝ હતું. સૂત્રોના મતે, તારા સુતરિયાએ ગીત ગાયું હતું અને તેનું ગીત સાંભળીને અરમાન-આદર જૈનની માતા રીમાએ તેને વહુ બનાવવાનું નક્કી કરી લીધું હતું. ઉલ્લેખનીય છે કે તારા સુતરિયા લંડનમાં જન્મેલી છે અને તે મૂળ ગુજરાતી છે. તેને જોડિયા બહેન પણ છે. આટલું જ નહીં તારા સુતરિયા એક સારી સિંગર પણ છે.


સૂત્રોના મતે, લગ્નમાં તારા સુતરિયા ગીત ગાઈને સ્ટેજ પરથી નીચે ઉતરી તો રીમા જૈને તેને ગળે લગાવી હતી અને માથા પર કિસ કરી હતી. આ ખુશીના પ્રસંગે રીમાએ કહ્યું હતું કે તારા તથા આદર જલ્દીથી લગ્ન કરી લેશે. રીમાએ એમ પણ કહ્યું હતું કે તેઓ જલ્દીથી લગ્ન ફિક્સ કરશે અને આદરે ભાઈની જેમ સેટલ થઈ જવું જોઈએ.


રીમા જૈનની આ વાતથી એ તો કન્ફર્મ થયું કે તારા તથા આદર એકબીજાને ડેટ કરે છે અને જો બંને પરિવારની મંજૂરી મળી જાય તો તેઓ જલ્દીથી લગ્ન પણ કરી શકે છે.


તારા સુતરિયાએ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે ટાઈગર શ્રોફ તથા અનન્યા પાંડે હતાં. પહેલાં ચર્ચા હતી કે તારાનું અફેયર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે છે. જોકે, હાલમાં તારા તથા આદરના સંબંધો છે. તો સિદ્ધાર્થ મલ્હોત્રાના સંબંધો કિઆરા અડવાણી સાથે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page